Select Page

વડનગરમાં બહારગામથી આવનારને કોરોન્ટાઈન કરવામાં તંત્ર નિષ્ફળ

વડનગરમાં બહારગામથી આવનારને કોરોન્ટાઈન કરવામાં તંત્ર નિષ્ફળ

દેશમાં કોરોના સંક્રમણ નાથનાર વડાપ્રધાનના વતનમાં લોકો ટ્રાવેલીંગ હીસ્ટ્રી છુપાવી રહ્યા છે

વડનગરમાં બહારગામથી આવનારને કોરોન્ટાઈન કરવામાં તંત્ર નિષ્ફળ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મોટા શહેરોમાં કોરોના સંક્રમણ વધતા નાના શહેરમાં વતન ધરાવતા લોકોએ વતન તરફ દોટ મુકી છે. વડનગરમાં મોટી સંખ્યામાં લોકો અમદાવાદ, સુરત, વડોદરાથી આવ્યા છે. જેઓ ટ્રાવેલીંગ હીસ્ટ્રી છુપાવતા વડનગરમાં કોરોનાનો ભય સતાવી રહ્યો છે. વડનગરના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં કોરોના વાયરસ ફેલાતા અકાટવ્યો છે. જ્યારે વડનગરનુ તંત્ર કોરોન્ટાઈન કરેલા લોકોને ફરતા અટકાવી શકતુ નથી.
વડાપ્રધાનના વતન વડનગરના ઘણા લોકો ધંધા રોજગાર માટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા મોટા શહેરોમાં સ્થાયી થયા છે. આ શહેરોમાં કોરોના પોઝીટીવના કેસ વધતા મોટા શહેરોમાંથી વડનગરમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. અત્યારે લોકડાઉન છે ત્યારે વડનગરમાં મોડી રાત્રે અને વહેલી સવારે કોઈ રોકટોક વગર મોટા શહેરમાંથી વાહનો આવી રહ્યા છે. બહારગામથી આવનાર લોકોએ સ્થાનીક આરોગ્ય વિભાગને પોતાની ટ્રાવેલીંગ હીસ્ટ્રી જણાવી તબીબી તપાસ કરાવવાની હોય છે અને ૧૪ દિવસ કોરોન્ટાઈનમાં રહેવાનુ હોય છે. જેનુ વડનગરમાં કોઈ પાલન થતુ નથી. બહારગામથી આવેલા લોકો આરોગ્ય તંત્રને જાણ કરતા નથી. આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરવામાં આવે ત્યારે મોટા શહેરમાંથી આવેલા લોકો મકાનને તાળુ મારી જતા રહે છે. કેટલાક લોકો બહારગામથી આવેલ વ્યક્તિની આરોગ્ય કર્મચારીઓને માહિતી આપતા નથી. મહિના બે મહિના પહેલા આવેલા છે તેમ કહી કોરોન્ટાઈનમાં રહેવાનુ ટાળે છે. કોરોન્ટાઈનની નોટીસ લગાવી હોય તે વ્યક્તિ બહાર નીકળે તેની વડનગર પોલીસ તથા આરોગ્ય વિભાગને જાણ કરવા છતા આવા વ્યક્તિઓ વિરુધ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. કોરોન્ટાઈનનો ભંગ કરનાર કે ટ્રાવેલીંગ હીસ્ટ્રી છુપાવનાર વિરુધ્ધ ફોજદારી કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે પોલીસ ખાતાની નિષ્ક્રીયતાથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. વડનગરમાં મોટા શહેરમાંથી આવેલા લોકો તબીબી ચકાસણી નહી કરાવતા સ્થાનિક લોકોમાં કોરોના વાયરસનો ભારે ભય ફેલાયો છે. વડનગરના લોકોની, પોલીસ તથા આરોગ્ય વિભાગની આંખમાં ધુળ નાખનાર સામે કડક કાર્યવાહી કરવામાં નહી આવે અને જો વડનગરમાં કોરોના પોઝીટીવ કેસ મળશે તો વડાપ્રધાનના વતનના કારણે તેની નેશનલ લેવલે નોધ લેવાશે. જે માટે ફક્તને ફક્ત સ્થાનિક તંત્ર જવાબદાર રહેશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us