Select Page

મહેસાણા જિલ્લામાં ચોરી-છુપીથી પ્રવેશનાર લોકો સામે સખ્ત પગલાં લેવાશે

મહેસાણા જિલ્લામાં ચોરી-છુપીથી પ્રવેશનાર લોકો સામે સખ્ત પગલાં લેવાશે

મહેસાણા જિલ્લામાં ચોરી-છુપીથી પ્રવેશનાર લોકો સામે સખ્ત પગલાં લેવાશે

અન્ય જિલ્લા કે રાજ્યમાંથી આવેલ વ્યક્તિઓને આશ્રય આપનાર વ્યક્તિ જાણ નહિ કરેતો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે-જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલ

મહેસાણા
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના મોલીપુર ગામ,સતલાસણા તાલુકાના સુદાસણા ગામ અને મહેસાણા તાલુકાના છઠીયારડા ગામોમાં કોવિડ-૧૯ના પોઝીટીવ કેસો મળી આવેલ છે.આવા કેસોના કોન્ટેક્ટ સર્વેલન્સ તેમજ વિગતવાર સંશોધનમાં માલુમ પડ્યુ છે કે લોકડાઉનના સમયગાળા દરમિયાન મહેસાણા જિલ્લાની હદમાં બહારના જિલ્લામાંથી ચોરીછુપીથી પ્રવશેલા ચેપગ્રસ્ત ઇસમો તેમના પરીવારજનો તેમજ નજીકના વ્યક્તિગત સંપર્કવાળા વ્યક્તિઓ થકી કોરોના વાયરસ ફેલાયો છે.
મહેસાણા જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલે કડકપણે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાની હદમાંથી પ્રવેશેલા ચેપગ્રસ્ત ઇસમો તેમજ તેમના પરીવારજનો કે જેમને લોકડાઉન દરમિયાન અવર-જવર ઉપર મુકાયેલા પ્રતિબંધોનો ભંગ કરી આશ્રય લીધો છે અને તંત્રને જાણ કરી નથી તેવા લોકો સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે.
જિલ્લા કલેકટરશ્રીએ સ્પષ્ટતા કરી હતી કે અન્ય જિલ્લામાંથી કે અન્ય રાજ્યમાંથી મહેસાણા જિલ્લામાં પ્રવેશતી વ્યક્તિઓની જાણ આશ્રય લેતા હોય તેઓએ નજીકના પોલીસ સ્ટેશન,નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સંબધિત મામલતદારશ્રીને અચુક કરવાની રહેશે.જો આવી જાણ નહિ કરવાના કિસ્સામાં બહારથી ગેરકાયદેસર રીતે પ્રવેશેલા ચેપગ્રસ્ત વ્યક્તિઓ મળી આવશે તો તેઓની સામે ફોજદારી કાર્યવાહી સાથે આશ્રય આપનારી વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી કરાશે.આ પ્રકારની જાણ નહિ કરનાર ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૮૮ તેમજ ધી એપેડેમિક ડીસીઝીસ એક્ટ ૧૮૯૭ તથા તે હેઠળ ઘડવામાં આવેલ ધ ગુજરાત એપીડેમિક ડીસીઝીસ કોવિડ-૧૯ નિયમો ૨૦૨૦ અનુસાર શિક્ષાને પાત્ર થશે.
જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલે ભારપૂર્વક અપીલ કરી કાયદેસર રીતે મહેસાણા જિલ્લાની હદમાં અન્ય રાજ્યમાંથી કે અન્ય જિલ્લામાંથી પ્રવેશેલા વ્યકિતિઓએ ફરજીયાત ૧૪ દિવસ માટે ચુસ્તતાપુર્વક હોમ ક્વોરન્ટાઇન અને સોશ્યલ ડિસ્ટન્સ સહિત સરકારે જાહેર કરેલ માર્ગદર્શિકાનું પાલન કરવા અનુંરોધ કર્યો છે. જિલ્લામાં ગેરકાયદેસર રીતે પ્રવેશલી વ્યક્તિઓની જાણ જે ઘરમાં આશ્રય લીધો હોય તેવી વ્યક્તિઓ દ્વારા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમ નંબર ૦૨૭૬૨-૨૨૨૨૨૦,જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના ટેલીફોન નંબર ૦૨૭૬૨-૨૨૨૩૨૪ તથા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૬૨-૨૨૨૧૩૩ તેમજ ૧૦૦ ઉપર કરવાની રહેશે. જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલે ઉમેર્યું હતું કે ૦૪ મે ૨૦૨૦ થી અમલમાં આવેલ લોકડાઉન મેઝર્સ દરમિયાન ગૃહમંત્રાલયની માર્ગદર્શિકા મુજબ ૬૫ વર્ષથી ઉપરની વ્યક્તિઓ,૧૦ વર્ષથી નીચેના બાળકો,સગર્ભા બહેનો તથા હયાત રોગથી પીડાતા વ્યક્તિઓને ઘરની બહાર નીકાળવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે .જેનું પાલન કરવાનું રહેશે.માત્ર ઇમરજન્સી કે તબીબી કારણો સિવાય ઘરની બહાર નીકળે નહિ તેમજ કાયદાનું પાલન કરી કોરોનાના સંક્રમણથી બચીએ તેમ જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us