વેપારી મહામંડળે કોરોના યોધ્ધાની જવાબદારી નીભાવી કોરોના યોધ્ધાઓને સન્માન્યા
મહામારીમાં વેપારીઓના પ્રશ્નોનુ નિરાકરણ ઉપરાંત્ત કીટ વિતરણથી માડી પરપ્રાન્તીઓને વતન મોકલવા સુધીની
વેપારી મહામંડળે કોરોના યોધ્ધાની જવાબદારી નીભાવી કોરોના યોધ્ધાઓને સન્માન્યા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીમાં વિસનગર વેપારી મહામંડળ દ્વારા સમાજ સેવાના જે વિવિધ કાર્યો કરવામાં આવ્યા છે તેની સમગ્ર સમાજમાં સરાહના થઈ રહી છે. મહામારીમાં અનેક સેવાઓ કરવા છતાં સન્માનની કોઈ આશા રાખી નહી અને કોરોના યોધ્ધાઓને સન્માન્યા તેજ બતાવે છેકે, વેપારી મહામંડળ નિઃસ્વાર્થ સેવામાં માને છે.
કોરોના મહામારીમાં લોકોને સંક્રમણનો ડર સતાવતો હતો. ત્યારે મંડળી અને સંસ્થાઓ ડરના માર્યા બેસી રહે તો લોકોની મુશ્કેલીઓમા કોણ મદદરૂપ બનશે તેવી ભાવનાથી વિસનગર વેપારી મહામંડળના હોદ્દેદારો લોકડાઉન-૧ ના પ્રથમ દિવસથીજ સમાજ સેવાની શરૂઆત કરી દીધી હતી. રાશન કીટ બનાવવી અને વિતરણ કરવુ, શાકભાજી વિતરણ, ખીચડી કીટનુ વિતરણ, ભુખ્યાને ભોજન પીરસતી સંસ્થાઓને મદદ, બહારગામ જવુ હોય તો મંજુરીના પાસ મેળવવાની મદદ, વેપારીઓના પ્રશ્નોની રજુઆત અને તેનુ નિરાકરણ, પરપ્રાન્તીઓનુ રજીસ્ટ્રેશન અને વતન મોકલવાની વ્યવસ્થા, કન્ટેન્મેન્ટ ઝોનમાં ફસાયેલાઓને મદદ, રેશનીંગ વિતરણ જેવી અનેક વિધ કામગીરી કરી ખુદ કોરોના યોધ્ધા બનનાર આ સંસ્થા દ્વારા તા.૧-૬-૨૦૨૦ ને સોમવારના રોજ માર્કેટયાર્ડ હૉલમાં શહેરના કોરોના વોરિયર્સનુ સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તરભ વાળીનાથ અખાડાના મહંતશ્રી, ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, પ્રાન્ત ઓફીસર સી.સી.પટેલ, મામલતદાર બી.જી.પરમાર, પ્રચારના તંત્રી બાલમુકુંદભાઈ બ્રહ્મભટ્ટ, વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજયભાઈ પટેલ, ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક, પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી વિગેરેની ઉપસ્થિતિમાં કોરોના મહામારીમાં સંક્રમણની ચીંતા રાખ્યા વગર સમાજ સેવાની મહત્વની કામગીરી કરનાર કોરોના યોધ્ધાઓનો સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફીસર શુકલાબેન રાવલ, નોડલ ઓફીસર કોરોના ર્ડા.આર.ડી.પટેલ, તાલુકાના મેડિકલ ઓફીસર ર્ડા.કૌશીકભાઈ આર. ગજ્જર વાલમ, ર્ડા.દિપકભાઈ પી.પટેલ ખરવડા, ર્ડા.સી.જે.ભોજક ઉમતા, ર્ડા.જે.ડી. ઉપાધ્યાય દેણપ, ર્ડા.જે.કે.પટેલ કાંસા, ર્ડા.કેયુર ડી.પટેલ ગોઠવા, રોટરી ક્લબ, રોટરી ક્લબ રાઉન્ડ ટાઉન, સંતશ્રી સવૈયાનાથ ટ્રસ્ટ, વાળીનાથ અખાડા તરભ, ગાયત્રી પ્રજ્ઞાપીઠ, વિસનગર જૈન સંઘ, સેવા ભારતી વિસનગર કેન્દ્ર, પાલિકા સભ્ય રાજુભાઈ ગાંધી, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, દ્વારકેશભાઈ મણીઆર, કમલેશભાઈ વૈદ્ય માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટ, કમલેશભાઈ જીવાભાઈ પટેલ, જે.કે.ચૌધરી, હિમાંશુભાઈ રાવલ, રાજુભાઈ પટેલ (આર.કે.), જે.એમ.ચૌહાણ, માર્ગીન પટેલ, કિન્નલ વ્યાસ, પાર્થ પટેલ, પંકજભાઈ દાળીયા, શાર્દુલભાઈ બારોટ, મનિષભાઈ બારોટ, જયશ્રીબેન આર.રાવલ (ટી.એલ.એમ.), બકુલભાઈ ત્રીવેદી, હિમાંશુભાઈ ભાવસાર દલાલ સ્ટોક, ભરતભાઈ બી.પટેલ (ચોક્સી), શ્યામભાઈ બ્રહ્મભટ્ટ પ્રચાર સાપ્તાહિક, રોનકભાઈ પંચાલ ઈ-ટીવી ન્યુઝ, અશ્વીનભાઈ પંચાલ નિર્માણ ન્યુઝ, ઈન્દ્રવદનભાઈ ભટ્ટ દૈનિક ભાસ્કર, પ્રકાશભાઈ સોની વિસનગર કે ન્યુઝ વિગેરે સન્માનપત્ર આપી કોરોના યોધ્ધા તરીકે સન્માન કરાયુ હતુ. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન વેપારી મહામંડળના મહામંત્રી ભરતભાઈ પટેલ એકાઉન્ટન્ટ દ્વારા કરાયુ હતુ.