મથુરદાસ ક્લબ દ્વારા કોરોના યોધ્ધાઓનુ સન્માન
હિમાંશુભાઈ રાવલે કોરોનામાં વિસનગરને કર્મભુમી બનાવી અન્ન સેવા કરી
મથુરદાસ ક્લબ દ્વારા કોરોના યોધ્ધાઓનુ સન્માન
(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં કોરોના મહામારીમાં સમાજની સેવા કરનાર કોરોના યોધ્ધાઓનુ મથુરદાસ ક્લબ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ક્લબના સ્થાપક રમણીકલાલ મણીઆરની પ્રતિમાનુ પણ અનાવરણ કરવામાં આવ્યુ હતુ.
કોરોના મહામારીમાં વિસનગરમાં ચુંટાયેલા પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, સેવાભાવી કાર્યકરો દ્વારા વિવિધ સેવા કાર્યો કરવાના કારણે કોઈ ભુખ્યુ રહ્યુ નથી. કોઈએ લાચારીનો અનુભવ કર્યો નથી. આ કોરોના યોધ્ધાઓના કારણે લોકડાઉનમાં કોઈને મુશ્કેલી નડી નથી. ફીલ્મ કલાકાર પરેશ રાવલના નાના ભાઈ હિમાંશુભાઈ રાવલની જન્મભુમી મુંબઈ છે. ત્યારે કોરોના મહામારીમાં વિસનગરને કર્મભુમી બનાવી સતત ૨૦ દિવસ સુધી ભુખ્યાને ભોજન પુરૂ પાડવાની જવાબદારી ઉપાડતા લોકડાઉનમાં અનેકના જઠરાગ્ની ઠાર્યા છે. હિમાંશુભાઈ રાવલે તેમના મામાના દિકરા મોટા ભાઈ કિર્તિભાઈ રાવલની પ્રેરણાથી આ અન્નસેવા કર્યાનુ જણાવ્યુ હતુ. કોરોનાની આફતને પડકારી સમાજ સેવામાં યોગદાન આપનાર આવા કોરોના યોધ્ધાઓનો સન્માન સમારંભ તા.૩-૬-૨૦૨૦ ના રોજ સાંજે ૫-૦૦ કલાકે મથુરદાસ ક્લબમાં યોજાયો હતો. જેમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અન્ન સેવાના દાતા હિમાંશુભાઈ રાવલ, પ્રાન્ત ઓફીસર સી.સી.પટેલ, ડી.વાય.એસ.પી. એમ.બી. વ્યાસ, મામલતદાર બી.જી.પરમાર, પી.આઈ.પી.કે.પ્રજાપતિ, પી.આઈ. આર.એલ.ખરાડી, ટીડીઓ બી.એસ. સથવારા, ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક, પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, સામાજીક કાર્યકર જે.કે.ચૌધરી, પ્રચાર સાપ્તાહિકના શ્યામભાઈ બ્રહ્મભટ્ટ, વિસનગર કે ન્યુઝના પ્રકાશભાઈ સોની, સતત ૨૦ દિવસ અન્ન સેવામાં વિતરણમાં મદદરૂપ બનનાર પાર્થ પટેલ, હર્ષ પટેલ, કિન્નલ વ્યાસ, નિકુલ પટેલ, રૂતુલ પટેલ, ભાવેશ પટેલ, પારસ પટેલ, વિનુભાઈ પટેલ, મીત પટેલ, ઉમિશ મહેતા, ધવલ પટેલ, જુબીન પટેલ વિગેરેનુ સાલ ઓઢાડી સન્માન પત્ર આપી કોરોના વોરિયર્સ તરીકે નવાજ્યા હતા.
કાર્યક્રમનુ સંચાલન પ્રો.જયંતિભાઈ શાહે કર્યુ હતુ. ક્લબના સભ્ય યોગેશભાઈ મણીઆર, કિર્તિભાઈ રાવલ, આર.ડી.પટેલ, જે.કે.પટેલ, નિકેતુભાઈ મણીઆર, ડાહ્યાભાઈ પટેલ, જે.કે.ચૌધરી, મનુભાઈ કડીયા, વી.ડી.પરીખ, કાન્તીકાકા વિગેરે દ્વારા કોરોના યોધ્ધાઓનુ સન્માન કર્યુ હતુ. આ પ્રસંગે ક્લબના સ્થાપક રમણીકલાલ ટી.મણીઆરની છબીનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ. નોંધપાત્ર બાબત છેકે મથુરદાસ ક્લબને ૧૦૦ વર્ષ પુરા થયા છે. આ ક્લબ દ્વારા અનેક સામાજીક સેવાકીય કાર્યો કરવામાં આવ્યા છે.