Select Page

તંત્રી સ્થાનેથી…ચાયનાનો વિરોધ ફક્ત કેન્દ્ર સરકાર જ કરી શકે છે

તંત્રી સ્થાનેથી…ચાયનાનો વિરોધ ફક્ત કેન્દ્ર સરકાર જ કરી શકે છે

તંત્રી સ્થાનેથી…

જીનપીંગના ફોટા ફાડી બાળવાથી કશું વળવાનું નથી

ચાયનાનો વિરોધ ફક્ત કેન્દ્ર સરકાર જ કરી શકે છે

ચાયના સરહદ ગલવાનમાં ૧૫ મી જૂનના દિવસે ચાયનીઝ સૈનિકોએ ૧૯૯૬ અને ૨૦૦૫ ના સમજૂતી કરાર અનુસાર ઘાતક હથિયારોનો ઉપયોગ ન કરી તીક્ષ્ણ ખીલા મારેલા ધોકા અને બોથડ પદાર્થોથી ભારતના ૨૦ સૈનિકોને રીતસર રહેંસી નાખ્યા છે. ત્યારથી સમગ્ર ભારતમાં જુવાળ જાગ્યો છે કે ચાઈનીઝ ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરો ચાયનાના લશ્કરે ભારતના જવાનો ઉપર કોઈપણ કારણ વિના જે હિચકારો હુમલો કર્યો છે તે સહેજ પણ ચલાવી લેવાય તેમ નથી. ભારત દેશે આત્મનિર્ભર બની ચાયનાનો બહિષ્કાર કરવો જોઈએ. પણ ચાયના ભારતમાં એટલી હદે ઘૂસી ગયું છે કે બહિષ્કાર લોકોથી કરવો શક્ય નથી. માનવ સહજ સ્વભાવ છે ક્યાં ફાયદો થાય ક્યાં સસ્તુ મળે, ભારતમાં ગરીબીના કારણે લોકોની દુઃખની નસ ચાયના જાણી ગયુ છે. ચાયના સસ્તી વસ્તુઓ ભારતમાં ઠલવે છે કે ભારત દેશનો એકપણ નાગરિક ચાયનાની ચીજ વસ્તુઓ વિનાનો ન હોય. બાળકોના રમકડાં, બુટ, કપડાં, ચાયનાના મોટેરાના જીન્સ, શર્ટ, મહિલાઓના લેગીન્ગઝ, ઘડીયાળો, મોબાઈલ ચાયનાના, ચશ્માની ફ્રેમો પણ ચાયનાની, ગામડાનો ખેડૂત પણ ચાયનાની ચીજવસ્તુથી બાકાત નથી. સસ્તો જીઓનો ટેલીફોન પણ ચાયનાનો, ઝભલાના બટન પણ ચાયનાના અને સીલાઈ પણ ચાઈનીઝ દોરીથી ચાયનાએ સમગ્ર ભારત દેશ ઉપર ભરડો લીધો છે તો કઈ રીતે વિરોધ કરાય અને શું ફળ મળે? ચાયનાનો માલ સસ્તો છે તેના પાછળનું કારણ છે સસ્તી વીજળી. ચોક્કસ પગારમાં મજુરીનો સમય વધારે, સસ્તુ ધીરાણ, વેલ્યુએડેડ ટેક્સ(વેટ) સીધો ઉત્પાદન ઉપર અને વેચાણમાં જ્યારે વૃદ્ધિ થાય ત્યારે વધારાની કિંમત ઉપર વેટ લાગે. નિકાલ કરતા માલને વેટ લાગતો નથી. ભારતમાં આવતો ચાયનાનો માલ વેટ વગરનો હોવાથી સસ્તો મળે છે. જ્યારે ભારતમાં ઉત્પાદિત તથા માલ ઉપર દરેક સ્ટેજે ટેક્સ એટલે સરકાર દરેક ઈન્ડસ્ટ્રીઝની ૫૦ ટકાની ભાગીદાર ગણી શકાય. ચાયનાનો માલ ભારત કરતાં ૧૦ થી ૭૦ ટકા સસ્તો છે. કોઈ કોઈ વખતે ઓછી ગુણવત્તા હોઈ શકે છે. ફક્ત ઉત્તરાયણની દોરીની વાત કરીએ તો ભારતના સાંકળ-૮ ના ૫૦૦૦ વાર રીલના ૬૦૦ રૂપિયા અને તેને કલર પીવડાવવાનો ખર્ચ અલગથી જ્યારે ચાયનાની પ્લાસ્ટીકની દોરી ૫૦૦૦ વારની કલર કરેલ ફીરકી રૂા.૨૦૦ થી ૨૫૦ માં મળે તો ગરીબો કઈ બાજુ ખેંચાય? ભારતમાં ચાયનાના માલને ખરીદવાની ફરજ પાડવામાં આવતી નથી. લોકો હસતા હસતા ચાયનાનો માલ ખરીદે છે. હવે ચાયનાના ભગવાનના ફોટા એટલા આકર્ષક હોય છેકે હિન્દુઓ જૂના શીવાકાશીના ફોટાને ભૂલી જાય છે. ભારતની આયાતની સ્થિતિ જોઈએ તો ભારત ચીનમાં જેટલો માલ નિકાસ કરે છે તેનાથી સાત ઘણી આયાત કરે છે. આ આયાત પણ એવી કે કેટલીક ચીજ વસ્તુઓ ભારતમાં ઉત્પાદિત થતી નથી. ચીનનો ભારત દેશ ઉપર એટલો બધો ભરડો છેકે જેની ચુંગાલમાંથી છૂટવું શક્ય નથી. હા એક છે સરકાર ધારે તો ચાયનાની આયાત અટકાવી શકે છે. સરકારે રેલ્વેનો કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યો તે રીતે સરકાર જ કરી શકે. લોકડાઉનમાં બે માસ ચાયનાની ચીજ વસ્તુ વગર ચાલ્યુ તેવું ચાયનાની ચીજવસ્તુ વગર ચાલશે. ચાયનાની ચીજવસ્તુઓ અટકશે તો જ ભારતમાં તેનું ઉત્પાદન થવાનું ચાલુ થશે. ભારતીયો મોંઘી વસ્તુઓ લેવા ટેવાશે, કોઈ બુમરાણ કરશે નહિ. અત્યારે ક્રુડના ભાવો સાવ નીચા છે છતાં ભારતમાં લોકો ફરજીયાત ડીઝલ પેટ્રોલ વધારેલા પૈસા ખરીદે છે. તે રીતે ચાયનાની વસ્તુની અવેજીમાં ભારતવાસીઓ મોંઘી વસ્તુઓ ખરીદવા ટેવાશે. ચાયના સામે પગલાં ફક્ત અને ફક્ત સરકાર જ લઈ શકે છે. ચીનના વડાપ્રધાનના ફોટા બાવલા સળગાવવાથી કે જીનપીંગને ગધેડા ઉપર બેસાડવાથી કોકના ૨૦ લાકડવાયા શહીદ થયા તે પાછા ફરવાના નથી. એક વાત ચોક્કસ છે કે ચાયનાએ જે અધમ કૃત્ય કર્યુ છે તેની સામે પગલાં લેવા જોઈએ તેવું ભારતના તમામ નાગરીકોની લાગણી છે. લોકોએ પણ સહકાર આપવો અનિવાર્ય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us