Select Page

ચિમનાબાઈ સરોવરમાં ત્રણે બાજુથી પાણી આવતા આનંદ

ચિમનાબાઈ સરોવરમાં ત્રણે બાજુથી પાણી આવતા આનંદ

કુડા ફિડર અને વરસંગ તથા ડભોડા તળાવ દ્વારા

ચિમનાબાઈ સરોવરમાં ત્રણે બાજુથી પાણી આવતા આનંદ

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ વિધાનસભા ક્ષેત્રની પ્રજા રપ વર્ષ ઉપરાંતથી વરસંગ તળાવ અને ચિમનાબાઈ સરોવર છલોછલ ભરાવવાના સપના જોતી હતી. ૧૯૯૬ થી ર૦ર૦ સુધી રપ વર્ષ દરમિયાન વિધાનસભા જીતેલા તમામ ધારાસભ્યોએ ચિમનાબાઈ સરોવર અને વરસંગ તળાવ ભરવા પ્રયત્નો કર્યા પરંતુ તમામ લોકોના પ્રયત્નનો જશ હાલના વર્તમાન ધારાસભ્ય અજમલજી ઠાકોરને મળ્યો છે. ગુજરાત સરકાર જે રીતે ધારાસભ્ય અજમલજી ઠાકોરને સપોર્ટ (મદદરૂપ) થઈ રહી છે તે રીતે એક પણ ધારાસભ્યને મદદરૂપ થઈ નથી. જેથી ચિમનાબાઈ સરોવરને સંપુર્ણ છલોછલ જોવાનું સ્વપ્ન ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા પુરુ કરાયુ કહેવાશે. સાથે સાથે વરસંગ તળાવ અને ડભોડા તળાવ પણ ઓવરફલો થતા તેના પાણી પણ તમે આ સમાચાર વાંચતા હશો ત્યાં સુધીમાં ચિમનાબાઈ સરોવરમાં પહોંચી ગયા હશે.
સતલાસણા તાલુકાની જીવાદોરી સમાન વરસંગ તળાવમાં સુજલામ સુફલામ કેનાલનું પાણી પાઈપ લાઈન મારફત ભરવાની શરૂઆત થઈ ત્યારે લોકોમાં ભારે આનંદ હતો. માત્ર રપ ક્યુસેક પાણીથી ૧ર દિવસમાં વરસંગ તળાવ ઓવરફ્લો થયુ છે. ત્યારે ધારાસભ્ય અજમલજી ઠાકોરે રૂપેણ નદીમાં પાણી ઝડપથી વહે તે માટે રપ ક્યુસેકના બદલમાં ૩૦ ક્યુસેક પાણી છોડવા સિંચાઈ મંત્રીને તેમજ મુખ્ય ઈજનેરોને વિનંતી કરી છે. કુડા ફિડર દ્વારા હાલ સરકાર પ૦ ક્યુસેક પાણી છોડી રહી છે. તે સંપુર્ણ પાણી ચિમનાબાઈ સરોવરમાં પહોંચી રહ્યુ છે.
ડભોડા તળાવમાં રપ ક્યુસેક પાણી છોડતા ડભોડા તળાવ ભરાઈ ગયુ છે. જેનું ઓવરફ્લો પાણી મહેકુબપુરા થઈ ચિમનાબાઈ સરોવરમાં પહોચ્યુ છે. મહેકુબપુરા આસપાસ તળાવમાં પાણી પહોચ્યુ તેવા સમાચારો વહેતા થતા સિંચાઈ વિભાગના ઈજનેરએ તપાસ કરી કે આ કયુ તળાવ છે ત્યારે હકીકતમાં ચિમનાબાઈ સરોવરના વહેળામાં પાણી છોડવાને બદલે પાણી ખુલ્લી પડતર જમીનમાં છોડી દેવામાં આવ્યુ હતુ. સિંચાઈ વિભાગના ઈજનેરોએ યુધ્ધના ધોરણે વહેળામાં પાળા બનાવી પાણી ચિમનાબાઈ સરોવરમાં પહોચાડવાનો પ્રયત્ન કર્યો હતો. છેવટે પાણી ચિમનાબાઈ સરોવરમાં પહોેચ્યુ હતુ. કેટલાક રાજકીય આગેવાનોના ઈશારે ચિમનાબાઈ સરોવરમાં જતુ પાણી મહેકુબપુરાની પડતર ખરાબાની જમીનમાં છોડાયું હતુ જ્યાં ખરેખર તળાવ હયાત જ નથી તેવુ ઈજનેરો જણાવતા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે કુડા ફિડરનું પ૦ ક્યુસેક પાણી. વરસંગ તળાવનું ૩૦ ક્યુસેક પાણી અને ડભોડા તળાવનું રપ ક્યુસેક પાણી આમ કુલ ૧૦પ ક્યુસેક પાણી ચિમનાબાઈ સરોવરમાં પહોચી ગયુ છે. હાલ ચોમાસા પહેલા ગુજરાત સરકારે તમામ તળાવો ભરી નાંખતા જેટલો વરસાદ પડશે તેનું વધારાનું તળાવોનું ઓવરફ્લો પાણી સીધુ ચિમનાબાઈ સરોવરમાં પહોચશે. છેલ્લા રપ વર્ષના ઈતિહાસમાં ખેરાલુ અને સતલાસણા તાલુકામાં પાણીના પ્રશ્ને સોનાનો સુરજ ઉગ્યો છે. ત્યાં વરસંગ તળાવનું ઓવરફ્લો પાણી સતલાસણા તાલુકાની કાપણી નદીમાં છોડવા રજુઆતો પણ શરુ થઈ ગઈ છે. વરસંગત તળાવ ઓવરફ્લો થાય ત્યારે બન્ને બાજુ પશ્વિમે રૂપેણનદી અને ઉત્તરે કાંપણી નદીમાં સરખુ જાય તેવો નિર્ણય સરકારે લેવો પડશે નહી તો વિરોધનો વંટોળ શરૂ થશે. જે હોય તે પણ હવે ચિમનાબાઈ સરોવર વરસંગ તળાવ અને ડભોડા તળાવ હવે આગામી વર્ષોમાં પાણીથી ભરેલા વર્ષો વર્ષ રહેશે. જેના કારણે ખેરાલુ-સતલાસણા તાલુકામાં પાંચ દસ વર્ષ પછી પહેલાની જેમ શેરડી પાકતી જોવા મળશે. ભુગર્ભ જળ પણ ગુજરાત સરકાર અને ધારાસભ્ય અજમલજી ઠાકોરના પ્રયત્નોથી ઉંચા આવશે આખો વિસ્તાર આગામી વર્ષોમાં નંદનવન બનશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts