Select Page

કોપરસીટી મરચન્ટ એસોસીએશન, સ્વસ્તિક મિત્રમંડળ અને વોલન્ટરી બ્લડબેંકના ઉપક્રમે યોજાયેલ કેમ્પમાં વિસનગરમાં વિક્રમ સર્જાયો-એકજ કલાકમાં ૧૫૦ રક્તદાતાઓની નોંધણી

કોપરસીટી મરચન્ટ એસોસીએશન, સ્વસ્તિક મિત્રમંડળ અને વોલન્ટરી બ્લડબેંકના ઉપક્રમે યોજાયેલ કેમ્પમાં વિસનગરમાં વિક્રમ સર્જાયો-એકજ કલાકમાં ૧૫૦ રક્તદાતાઓની નોંધણી

કોપરસીટી મરચન્ટ એસોસીએશન, સ્વસ્તિક મિત્રમંડળ અને વોલન્ટરી બ્લડબેંકના ઉપક્રમે યોજાયેલ કેમ્પમાં
વિસનગરમાં વિક્રમ સર્જાયો-એકજ કલાકમાં ૧૫૦ રક્તદાતાઓની નોંધણી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં રથયાત્રાના દિને યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં એક વિક્રમ સર્જાયો હતો. એકજ કલાકમાં ૧૫૦ ઉપરાંત્ત રક્તદાતાઓએ રક્તદાન માટે નોંધણી કરાવી હતી. આ કાર્યક્રમમાં ૧૭૪ રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતુ. રક્તદાતાઓનો ઘસારો એટલો બધો હતો કે, જે ઉત્સાહ જોઈ આયોજકોએ સ્થળ ઉપરજ તા.૧૫-૭-૨૦૨૦ ના રોજ બીજો રક્તદાન કેમ્પ કરવાનો નિર્ણય કર્યો હતો. સુનિયોજીત અને સુઆયોજીત કોપરસીટી મરચન્ટ એસોસીએશન, સ્વસ્તિક મિત્રમંડળ તથા વોલન્ટરી બ્લડબેંકના આ રક્તદાન કેમ્પને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ હતી.
નિઃસ્વાર્થ ભાવથી સમાજ સેવાનુ કાર્ય હોઈ તેમાં ક્યારેય નિષ્ફળતા મળતી નથી. કોપરસીટી મરચન્ટ એસોસીએશન, સ્વસ્તિક મિત્રમંડળ તથા વોલન્ટરી બ્લડબેંકના સંયુક્ત ઉપક્રમે અષાઢી બીજના રથયાત્રાના પવિત્ર દિવસે તા.૨૩-૬-૨૦૨૦ ને મંગળવારના રોજ ગોવિંદચકલા પટેલવાડીમાં રક્તદાન કેમ્પનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. કોરોના લોકડાઉનના કારણે બ્લડબેંકમાં બ્લડની તંગી સર્જાતા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પનો સમય સવારે ૮-૦૦ થી બપોરે ૧-૦૦ સુધી રાખવામાં આવ્યો હતો. કોરોના મહામારીના કારણે ૧૦૦ જેટલાજ રક્તદાતાઓ કેમ્પમાં આવશે તેવી ધારણા હતી. ત્યારે અષાઢી બીજ હોવાથી ભગવાન જગન્નાથજીના દર્શન સાથે સમાજ સેવાનુ કાર્ય હોવાથી સવારથીજ રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા. પ્રથમ એક કલાકમાંજ ૧૫૦ ઉપરાંત્ત રક્તદાતાઓએ રક્તદાન માટે નોંધણી કરાવી હતી. કેમ્પ દરમ્યાન ૩૫૦ ઉપરાંત્ત રક્તદાતાઓએ રક્તદાન માટે નોંધણી કરાવી હતી. પરંતુ ૧૦૦ બોટલોનુજ આયોજન હોવા છતાં આયોજકોની ત્વરીત તૈયારીઓના કારણે કેમ્પમાં ૧૭૪ રક્તદાતાઓએ રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતુ. બાકીના રક્તદાતાઓનુ વેઈટીંગમાં નામ લખી કેમ્પના સ્થળેજ તા.૧૫-૭-૨૦૨૦ ના રોજ ગોવિંદચકલા પટેલવાડીમાં બીજો રક્તદાન કેમ્પ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.
તા.૧૫-૭ ના રક્તદાન કેમ્પમાં કોપરસીટી મરચન્ટ એસોસીએશન, સ્વસ્તિક મિત્રમંડળ સાથે લાયન્સ ક્લબ ઓફ વિસનગરે પણ કેમ્પમાં જોડાવાની જાહેરાત કરી હતી. લાયન્સ ક્લબ દ્વારા પણ પ્રોત્સાહક ભેટ આપવામાં આવશે. મહત્વની બાબત તો એ છેકે, આ કેમ્પમાં સોશિયલ ડીસ્ટન્સ જોવા મળ્યુ હતુ. લોકો સ્વયંભુ અંતર રાખી લાઈનમાં ઉભા હતા. રક્તદાતાઓને કોપરસીટી મરચન્ટ એસો દ્વારા ૧ નંગ છત્રી, વોલન્ટરી બ્લડ બેંકના પ્રમુખ રાજુભાઈ પટેલ(આર.કે.) તરફથી શોપીંગ બેગ, રાજુભાઈ ગાંધી લક્ષ્મી પ્રેસ તરફથી આયુર્વેદિક ઉકાળાના બે પેકેટ, વિસ ઈન્ડીયા ગૃપ તરફથી એક સેનેટાઈઝર બોટલ, પ્રવિણભાઈ ચૌધરી તરફથી એક બોલપેન અને માસ્ટર ટેલર્સવાળા દિનેશભાઈ હિંગુ તરફથી બે માસ્ક એમ રક્તદાતાઓને કુલ છ પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. ગોવિંદચકલા પટેલવાડી ટ્રસ્ટી મંડળે કેમ્પ માટે વિનામુલ્યે જગ્યા આપી હતી. સંત સવૈયાનાથ ટ્રસ્ટના ચંદ્રકાન્તભાઈ પરમાર દ્વારા મીનરલ પાણીની સેવા આપવામાં આવી હતી. કોપરસીટી મરચન્ટ એસો.ની મેનેજમેન્ટ કમીટીએ સર્વ રક્તદાતા તથા પ્રોત્સાહક ભેટ આપનાર દાતાઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો. રક્તદાન કેમ્પની સફળતા બદલ કેમ્પના મુખ્ય આયોજક રાજુભાઈ પટેલ(આર.કે.), કિર્તિભાઈ પટેલ કલાનિકેતન અને કોપરસીટી એસો.ના પ્રમુખ પરેશભાઈ પટેલે રક્તદાનમાં ભાગ લીધેલ વિવિધ મિત્રમંડળો, તમામ જ્ઞાતિ સંગઠનો તથા કોપરસીટી એસો.ના સભાસદોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. જે લોકો રક્તદાન કરી શક્યા નહી તેમને ક્ષમાયાચના વ્યક્ત કરી જણાવ્યુ હતું કે, આગામી રક્તદાન કેમ્પ તા.૧૫-૭-૨૦૨૦ ને બુધવારના રોજ ગોવિંદચકલા પટેલવાડીમાં યોજવામાં આવશે. જેમાં દરેક રક્તદાતાને આકર્ષક ગીફ્ટ આપવામાં આવશે. આગામી કેમ્પમાં છત્રી, શોપીંગ બેગ, સેનેટાઈઝર બોટલ, આયુર્વેદિક ઉકાળાના બે પેકેટ, બે નંગ માસ્ક, ૧ બોલપેન તથા બીજી આકર્ષક ગીફ્ટ આપવામાં આવશે. કોપરસીટી એસો.ના મહામંત્રી નિમેષભાઈ શાહ, રમેશભાઈ પટેલ સાયકલવાળા, મહેન્દ્રભાઈ પટેલ કમાણા, પ્રવિણભાઈ ચૌધરી, કરસનભાઈ પટેલ લાછડી, નટુભાઈ પટેલ સદુથલા, પી.સી.પટેલ, ભરતભાઈ પટેલ એબી ફાયનાન્સ, કનૈયાલાલ પટેલ, દિનેશભાઈ માસ્ટર, જયંતિભાઈ પટેલ રાજા સ્ટીલ, ભરતભાઈ ચોક્સી, અનીલભાઈ હેપ્પી, કાન્તીભાઈ પટેલ અંબીકા, કનુભાઈ પટેલ, સુભાષભાઈ પટેલ વી.જી.આર., જશુભાઈ પટેલ કોર્પોરેટર, બાબુભાઈ, દિપકભાઈ, મનોજભાઈ, રાધેભાઈ ગુપ્તા, શૈલેષભાઈ ચોક્સી, અજીતભાઈ બારોટ, કમલેશભાઈ, મુકેશભાઈ વિગેરે કાર્યકરોએ કેમ્પની સફળતા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us