Select Page

હરિહર સેવામંડળે રથયાત્રામાં સહકાર આપનારનો આભાર માન્યો જગન્નાથજી બંધ દરવાજા ખોલોની આજીજી સાથે ભક્તોએ દર્શન કર્યા

હરિહર સેવામંડળે રથયાત્રામાં સહકાર આપનારનો આભાર માન્યો જગન્નાથજી બંધ દરવાજા ખોલોની આજીજી સાથે ભક્તોએ દર્શન કર્યા

હરિહર સેવામંડળે રથયાત્રામાં સહકાર આપનારનો આભાર માન્યો
જગન્નાથજી બંધ દરવાજા ખોલોની આજીજી સાથે ભક્તોએ દર્શન કર્યા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીએ ભગવાન જગન્નાથજીની નગર પરિક્રમા ઉપર પણ પાબંદી લાવી દીધી હતી. બીજી બાજુ ભગવાન જગન્નાથજી પણ એ લાગણીએ મંદિરમાંથી બહાર નીકળ્યા નહોતા કે મારા બાળકો વેકેશનમાં કોરોનાના કારણે મોસાળે જઈ શક્યા નહોતા તો મારે પણ મોસાળે જવુ નથી. વિસનગરમાં વર્ષ પરંપરાગત ૪૦ મી રથયાત્રાએ ભગવાન નીજ મંદિરમાંજ દર્શન આપતા ‘ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ’ ભજન જેવી આજીજી સાથે દર્શન કર્યા હતા. હરિહર સેવામંડળના ગેટની અંદર રથ મુકવામાં આવ્યો હતો અને ગેટની બહારથી દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મંદિર આગળ ભીડ ન થાય અને કોરોના સંક્રમણ ન ફેલાય તેમજ લોકો ઘેર બેઠા દર્શન કરી શકે તે માટે લાઈવ પ્રસારણનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. રથયાત્રા નીકળે ત્યારે સાંકડીશેરીના નિતાબેન ઈન્દ્રવદન પંડીત દ્વારા થાળ ચડાવવામાં આવે છે. આ વર્ષે ભગવાન બહાર નહી નીકળતા સામે ચાલીને થાળ અર્પણ કરવામાં આવ્યો હતો. સંક્રમણના કારણે મંદિરમાં પ્રસાદ વિતરણમાં પાંબદી હોવાથી મહાકાળી મિત્રમંડળ દ્વારા પ્રસાદની અલગથી વ્યવસ્થા કરવામાં આવી હતી.
રથયાત્રામા સહકાર આપનારનો હરિહર સેવામંડળે જાહેર આભાર માનતા જણાવ્યુ હતું કે, આ વખતે કોરોના મહારોગ અને મહામારીને ધ્યાનમાં રાખી હરિહર સેવામંડળની કારોબારી સમિતિએ ખૂબજ મહત્વનો નિર્ણય કર્યો કે, દર સાલની જેમ ભગવાનને નગરચર્યા કરાવવી નહી. ભગવાનને રથમાં બિરાજમાન કરી સંસ્થામાંજ દર્શન કરાવવા. કારણ કે, કોરોનાનુ સંક્રમણ વધે નહી. જો સંક્રમણ વધે તો વિસનગરમાં સારવાર મળતી નથી. મધ્યમ વર્ગ તથા સામાન્ય વર્ગને અમદાવાદ મોટી હોસ્પિટલોનો ખર્ચ પોષાય તેમ નથી. રથયાત્રાથી સંક્રમણ વધે તો કોઈનો ઘરનો મોભી, કોઈનો વ્હાલસોયો દિકરો, કોઈ સભ્ય આ મહામારીનો ભોગ ન બને.
આ બધી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી સંસ્થાએ રથયાત્રા મોકુફ રાખવાનો નિર્ણય કરવો પડ્યો હતો. આવો આકરો નિર્ણય લેતાં ટ્રસ્ટીઓની પણ ધાર્મિક લાગણી દુભાઈ હતી. આ સંસ્થાનો ઉદ્‌ભવ “રડતાના આંસુ લુછવા માટે થયો છે કોઈને રડાવવા માટે નહી.”
“સર્વ ધર્મ સમાન”ના પાયા ઉપર સ્થાપેલ આ સંસ્થામાંથી દર સાલ નીકળતી રથયાત્રા એક દિવસ માટે નગર મહોત્સવ બની જાય છે. સર્વ ધર્મના લોકો ઉત્સાહભેર ભાગ લઈ ઉત્સવને પોતાનો ઉત્સવ બનાવી દે છે. આ સમયે પ.પૂ.બ્રહ્મલીન સંત શ્રી ડોંગરેજી મહારાજનું એક સુંદર વાક્ય યાદ આવે છે કે “ભગવાનની ઈચ્છામાં આપણી ઈચ્છા મેળવી દેવામાં જ મનુષ્યનું સાચુ કલ્યાણ છે.”
સંસ્થાના નિર્ણયને સર્વે નગરજનોએ વધાવ્યો અને માન્ય રાખ્યો એ બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આવતી સાલ મોટા પાયે ખુબ ધામધૂમથી રથયાત્રા કાઢી ભગવાનને લાડ લડાવીશું.
સંસ્થા તરફથી શુભમૂહુર્તે ભગવાનને શણગારેલા રથમાં સવારે ૯-૦૦ કલાકે પધરાવ્યા હતા. તથા વિદ્વાન બ્રાહ્મણો શ્રી રાજુભાઈ મહારાજ તથા શ્રી અંકિતભાઈ મહારાજ દ્વારા મંત્રોચ્ચારથી પૂજા કરી હતી. ધારાસભ્યશ્રી ઋષિકેશભાઈ પટેલ તથા શેઠ કમલેશભાઈ જીવાભાઈ પટેલ દ્વારા સવારે ૧૧-૦૦ કલાકે આરતી ઉતારી ભગવાનના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભરતભાઈ પટેલ (એકાઉન્ટન્ટ), ગોવિંદભાઈ પટેલ (નગરપાલિકા પ્રમુખ), બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ-તંત્રી પ્રચાર સાપ્તાહિક, ચીફ ઓફીસર, પી.આઈ.પી.કે. પ્રજાપતિ, ડી.વાય.એસ.પી.એમ.બી. વ્યાસ, રૂપલભાઈ પટેલ, જે.કે.ચૌધરી, રાજેન્દ્રભાઈ ગાંધી (ઉત્સાહી કાર્યકર), મહેશભાઈ ઓમકાર પ્લાયવુડ, અતુલભાઈ બ્રહ્મભટ્ટ, તળ કડવા પાટીદાર ઉત્તેજક કેળવણી મંડળ, બ્રહ્મભટ્ટ સમાજ, શ્રી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ લાલજીભાઈ ઠાકોર, ભારત વિકાસ પરિષદના સભ્યો, રબારી સમાજના સભ્યો, રણછોડભાઈ દેસાઈ, લાલાભાઈ દેસાઈ, યુટ્યુબ દ્વારા સર્વ જગ્યાએ મોબાઈલમાં દેખાય તેની વ્યવસ્થા કરનાર લલિતભાઈ તથા તેમની ટીમ, પ્રકાશભાઈ સોની વિસનગર કે ન્યુઝ, હરિહર સત્સંગ મંડળ સ્વયંસેવક સમિતિ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, સંસ્થાના કારોબારી સભ્યો તથા કર્મચારી સ્ટાફ, સંતશ્રી સવૈયાનાથ સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી બિપીનભાઈ ડાહ્યાભાઈ (લાટીવાળા), વિજયભાઈ બળદેવભાઈ(શહેર પ્રમુખ), સતિષભાઈ પટેલ તાલુકા પ્રમુખ એપીએમસી ડાયરેક્ટર એલ.કે.પટેલ, પ્રિતેષભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ(સુંશી), મુકેશભાઈ ચૌધરી (મગરોડા), જશુભાઈ ચૌધરી(ગુંજા), ગિરીશભાઈ પટેલ(નવદુર્ગા), બકુલભાઈ ત્રિવેદી, વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ તથા સભ્યો, કીર્તિભાઈ રાવલ, જયંતિભાઈ પટેલ (રંગવાળા), ઈશ્વરભાઈ પટેલ(ટી.એમ. બીડીવાળા) હાજર રહ્યા હતા.
અત્યંત ઉત્સાહી અને ધર્મનિષ્ઠ સાચા કાર્યકરો જે દર સાલ રથયાત્રાને ચાર ચાંદ લગાવી દે છે અને ભગવાનની શોભાયાત્રામાં અભિવૃધ્ધિ કરવાવાળા, શ્રી હરિહર સત્સંગ મંડળના ભગવાન પ્રેમી કાર્યકરો, શ્રી હરિહર સેવામંડળ હોય કે હરિહરલાલજીનું મંદિર હોય સદાયે સારા કર્મ કરવા તત્પર એવાશ્રી હરિહર સ્વયંસેવક સમિતિના સભ્યોને, શ્રી ભગવાનને રથયાત્રા માટે વસ્ત્ર પરિધાન તથા આભુષણથી સજાવનારશ્રી યોગીનીબેન કંસારા, શ્રી હીનાબેન કંસારા તથા શ્રી રાજેશ્વરીબેન સહીત તમામનો હરિહર સેવામંડળે આભાર માન્યો હતો.
તેમજ સ્વયંસેવકોમાં ભરત રાણા, અનિલ ઠાકોર, જીગર મોદી, ભાવેશ મોદી, રાહુલ કંસારા, જયેશભાઈ પટણી, નિરવ વૈદ્ય, અનુજ દેસાઈ, હેમલ પટેલ, ભરત (મારુતિ), આશિષ પટેલ, ઘનશ્યામ ભાવસાર, વસંત પટેલ, જગદીશ નાયી, પાર્થ દરજી, હાર્દિક પટેલ, કેદાર કંસારા, ઋત્વિક પટેલ, જીતુ ઓડ, જનક કડિયા, ભરત સથવારા, સચિન નાયી, શ્રીનાથ મોરે, પ્રમોદભાઈ મિસ્ત્રી, રાજુ કડિયા, ઘનશ્યામ ગુપ્તા, ભાર્ગવ પટેલ, વેદાંત રાણા, મુકેશભાઈ પ્રજાપતિ, કાર્તિક મોદી, સચિન પટેલ, મિતુલ રાવલ, હિતેષ પટેલ, માખણ પટેલ, જીગો નાયી, નિરવ કંસારા, પ્રકાશ ઠાકોર, જનક હસમુખલાલ પંચાલ, સંજયકુમાર નટવરલાલ પટેલ(ઉમિયા વૉચ), હિતેષભાઈ ગોવિંદભાઈ પટેલ (સ્વામી), હિતેષ દરજી, માહિત પટેલ, પ્રકાશ ઓડ, શૈલેષ પટેલ, વિપુલ પટેલ, આકાશ દેસાઈ, સુખરામ કડિયા, સુનિલભાઈ ભટ્ટ, મૃગેશભાઈ મણીઆર, સુજલ ચોક્સી, નિતિનભાઈ બારોટ, સુરેશકાકા મણીઆર, રાજુ દેસાઈ, સંજય પટેલ, કેતુલ પટેલ, નિરવ પટેલ, નીલ પટેલ, જૈમિન પટેલ, પાર્થ પરાગભાઈ પટેલ, અરવિંદ ઓડ, કેવિન પટેલ, ગોવર્ધન, હર્ષ પટેલ, ઓમ પ્રજાપતિ, અનિલ ચેનલ વિગેરેનો હરિહર સેવામંડળ ખુબખુબ આભાર માને છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us