Select Page

વિસનગર પાલિકા દ્વારા રૂા.૪૫૧ લાખના વિકાસ કામનો વર્ક ઓર્ડર અપાશે

વિસનગર પાલિકા દ્વારા રૂા.૪૫૧ લાખના વિકાસ કામનો વર્ક ઓર્ડર અપાશે

વિસનગર પાલિકા દ્વારા રૂા.૪૫૧ લાખના વિકાસ કામનો વર્ક ઓર્ડર અપાશે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીના લોકડાઉન બાદ વિસનગર પાલિકા દ્વારા વિકાસ કામનો ધમધમાટ શરૂ થયો છે. પાલિકા દ્વારા ટેન્ડરીંગ કરવામાં આવતા રૂા.૪૫૧ લાખનો વર્કઓર્ડર આપવામાં આવશે. પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ જણાવ્યુ છેકે, આ વિકાસ કામથી તમામ વિસ્તાર અને તમામ સમાજના લોકોને લાભ મળશે.
કોરોના મહામારીના લોકડાઉનના કારણે છેલ્લા ત્રણ માસથી વિસનગર પાલિકાની તમામ વહીવટીય કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. લોકડાઉન બાદ હવે અનલોક-૧ અને અનલોક-૨ માં પાલિકામાં વિકાસ કામનો ધમધમાટ શરૂ થયો છે. પાલિકા દ્વારા રૂા.૧૯૫.૨૯ લાખનુ ટેન્ડર પાડવામાં આવ્યુ હતુ. જે ટેન્ડર ૧૫.૮૫ ટકા બીલો સાથે શ્રી ધોરમનાથજી કન્સ્ટ્રક્શન કંપનીને ટેન્ડર લાગતા વર્ક ઓર્ડર આપવામાં આવશે. પાલિકા દ્વારા ૧૪ મુ નાણાંપંચમાંથી ૩૯ કામનુ ૧૯૫.૩૫ લાખનુ ટેન્ડરીંગ કરવામાં આવતા ૧૭.૮૬ ટકા બીલો સાથે સરસ્વતિ કન્સ્ટ્રક્શન વિસનગરને વર્ક ઓર્ડર આપવામાં આવશે. ૧૪ મુ નાણાંપંચનુ એસ.બી.આઈ. બીલ્ડીંગ રિનોવેશન કામગીરીનુ રૂા.૩૫.૧૦ લાખનુ ટેન્ડર ૧૫.૯૧ ટકા બીલો ખુલતા તૃષાલ એન્જીનીયરીંગ મુ.અભરામપુરાને વર્ક ઓર્ડર આપવામાં આવશે. જ્યારે ૧૫ ટકા જીલ્લા વિકેન્દ્રીત ગ્રાન્ટમાંથી રેડચીલી હોટલની બાજુમાં કેનાલ, ફતેહ દરવાજા વણકર સમાજમાં સીસી રોડ, જવાહર સોસાયટીથી કાંસા ચાર રસ્તા તરફ ગટર તથા આઈ.ટી. આઈ.ચાર રસ્તા કેનાલના કામનુ રૂા.૨૫.૪૮ લાખની રકમનુ ટેન્ડર પાડવામાં આવ્યુ હતુ. જે ૧૧.૫૧ ટકા બીલો ટેન્ડરનો વર્ક ઓર્ડર તૃષાલ એન્જીનીયરીંગ મુ.અભરામપુરાને વર્ક ઓર્ડર આપવામાં આવશે.
રૂા.૪૫૧ લાખના આ ચાર ટેન્ડરોમાં કયા મોટા કામ કરવામાં આવશે તે જોઈએ તો, રૂા.૧૩.૬૧ લાખમાં રામરોટી પાસે ગંજી ઉકરડાની જગ્યામાં ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવાશે. રૂા.૧૪.૪૪ લાખના ખર્ચે ઝાંપલીપોળથી પટણી દરવાજા સીસી રોડ બનાવવામાં આવશે. રૂા.૧૬.૮૬ લાખમાં તિરૂપતિના અંદરના ગેટથી જલદીપ સોસાયટી સુધી સીસી રોડ, રૂા.૧૧.૪૯ લાખમાં સલાટવાડાના નાકેથી દુધાજીના કેબીન સુધી સીસી રોડ, રૂા.૧૨.૮૫ લાખમાં ગંજબજાર સુખડીયા સ્વીટથી ભોજનાલયના ગેટ સુધી વરસાદી પાણીની કેનાલ, રૂા.૧૯.૪૬ લાખમાં અંબીકા, આશિષ, ગાયત્રીનગરના વહેળાના ભાગે ખુલ્લી જગ્યામાં કમ્પાઉન્ડ વૉલ તથા પેવર બ્લોક, રૂા.૧૩.૪૦ લાખના ખર્ચે ફતેહ દરવાજા ચર્મકુંડની જગ્યાએ પેવરબ્લોક તથા કમ્પાઉન્ડ વૉલ ઉંચી કરવાની, રૂા.૩૫.૮૫ લાખના ખર્ચે આશીષનગરના નાળાથી શાસ્ત્રીનગરના નાળા સુધી પાકી કેનાલ, રૂા.૧૧.૭૮ લાખમાં આશાપુરી મંદિરની ફરતે તથા વહેળાના ભાગે દિવાલ, રૂા.૧૦.૧૬ લાખમાં સવગુણ સોસાયટીના નાળાથી સુંશી ચોકડી સુધી સીસી રોડ, રૂા.૨૨.૧૭ લાખમાં શાસ્ત્રીનગર નાળાથી મહેસાણા ચોકડી તરફ વહેળાના ભાગે અધુરી કેનાલ પાર્ટ-૧, રૂા.૨૨.૧૭ લાખના ખર્ચે શાસ્ત્રીનગર નાળાથી મહેસાણા ચોકડી તરફ વહેળાના ભાગે કેનાલ પાર્ટ-૨, રૂા.૧૧.૭૯ લાખના ખર્ચે ફતેહ દરવાજા ચોરાથી કોમ્યુનીટી હૉલ સુધી સીસી રોડ, રૂા.૧૮.૦૩ લાખના ખર્ચે પંડ્યાના નાળાથી ખેરાલુ અંબાજી હાઈવે સુધી તુટી ગયેલ ધરોઈ કોલોની રોડની કામગીરી હાથ ધરાશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us