રોટરી કલબ વિસનગરનું ૧૦ એવોર્ડથી સન્માન
અનેક સેવા યજ્ઞો કરવાની કદરરૂપે રોટરી ડીસ્ટ્રીક્ટ ૩૦પ૪ દ્વારા
રોટરી કલબ વિસનગરનું ૧૦ એવોર્ડથી સન્માન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરની વિવિધ સંસ્થાઓમાં રોટરી કલબ ઓફ વિસનગર એવી સંસ્થા છે કે જે સંસ્થા દ્વારા વર્ષ દરમ્યાન અનેક સેવાકીય કાર્યો કરવામા આવે છે. જેમા કોરોના મહામારીમાં કલબના પ્રમુખ અલકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં આ સંસ્થા દ્વારા જે સમાજ સેવા કરવામાં આવી રહી છે તે ખરેખર અવિસ્મરણીય અને બીરદાવનારી છે. રોટરી કલબની આવા સેવા પક્ષોની નોંધ લઈ રોટરી ડીસ્ટ્રીક્ટ ૩૦પ૪ના ડીસ્ટ્રીક ગર્વનર રોટે. બિના દેસાઈ દ્વારા તા.ર૮-૬-ર૦ર૦ને રવિવારે રોટરી કલબને ૧૦ એવોર્ડથી સન્માન આપવામા આવ્યુ તે આપણા માટે ગૌરવની બાબત છે. જેમા મહત્વની બાબતો એ છે કે રોટરી કલબના પ્રમુખ પ્રકાશ મોબાઈલવાળા અલકેશભાઈ પટેલને આઉટ સ્ટેન્ડીંગ પ્રેસીડન્ટનો શ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
રોટરી ક્લબ વિસનગર દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન ઉત્સાહી અને સેવાભાવી પ્રમુખ રોટે.અલ્કેશભાઈ પટેલ (પ્રકાશ મોબાઈલવાળા) ના વડપણ હેઠળ વર્ષ-૨૦૧૯-૨૦ દરમિયાન ટીમ રોટરી દ્વારા વિવિધ પ્રોજેક્ટ જેવાકે વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, પ્રાથમિક શાળાઓમાં બાળકોને ગણવેશ, સ્વેટર, પૌષ્ટીક આહાર તેમજ શૈક્ષણિક સામગ્રીનું વિતરણ, શિયાળાની કડકડતી ઠંડીમાં ગરીબોને ધાબળા વિતરણ, મેડીકલ કેમ્પ દ્વારા અંબાજી પદયાત્રીઓને દવાઓનું વિતરણ, વિવિધ વિસ્તારોમાં જઈને કીડની બચાઓ અભિયાન અંતર્ગત ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર ચેક અપ કેમ્પ, ઈરૂઈ ચેક અપ કેમ્પ, જનની ઉર્જા કીટ વિતરણ, વિસનગરની જનતા માટે ધ્યાન શિબિર, બેટી બચાઓ કાર્યક્રમ, પોલીયો રસીકરણ, ઘુંટણ- મણકાથી પિડીત વિસનગરની જનતા માટે સુપર સ્પેશ્યાલીસ્ટ મેડીકલ કેમ્પ, વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતી, શાળામાં હેન્ડ વોશીંગ સ્ટેશનની સુવિધા, પાણીની પરબ, બાળકોના માનસિક વિકાસ માટે બુધ્ધી કસોટી વગેરે અનકેવિધ પ્રોજેક્ટ કરી વિસનગર તાલુકાની જનતાની તન, મન, ધનથી સેવા કરી હતી. આ ઉપરાંત પણ જ્યારે જ્યારે કોઈ કુદરતી કે માનવ સર્જીત મહામારી રૂપી મુસીબત આ સમાજ ઉપર આવી પડી છે ત્યારે રોટરી ક્લબ વિસનગર હંમેશા સેવામાં અગ્રેસર રહી છે. અને આ વર્ષે આવી પડેલી કોરોના મહામારી દરમિયાન કોરોના રીલીફ પ્રોજેક્ટ જેવાકે નિઃશુલ્ક અન્નદાન કીટ વિતરણ, પરપ્રાંતિઓ અને મજુરવર્ગ માટે રાહત દરે અન્નદાન કીટ વિતરણ, ખીચડી કઢી શાકનું ભોજન વિતરણ, માસ્ક વિતરણ, રેશન અનાજ વિતરણ દરમિયાન સરકારશ્રી સાથે તકેદારી- કોરોના બચાવ જાગૃતી, રોગ પ્રતિકારક શક્તિ વધારવા હોમીયોપેથી ટેબલેટ વિતરણ, તેમજ ઁસ્/ઝ્રસ્ કેરમાં રૂા.૬,૦૦,૦૦૦/- જેટલી માતબર રકમ જમા કરાવી હતી. જેના માટેડીસ્ટ્રીક્ટ ગવર્નર રોટે. બિના દેસાઈ દ્વારા વિવિધ એવોર્ડ અર્પણ કરી રોટરી ક્લબ વિસનગરનું સન્માન કરવામાં આવ્યું હતું.
રોટરી ક્લબ વિસનગરને ર્‘ેંંજંટ્ઠહઙ્ઘૈહખ્ત ર્ઇંટ્ઠિઅ ઝ્રઙ્મેહ્વ’ અને પ્રમુખ રોટે. અલ્કેશભાઈ પટેલને ર્‘ેંંજંટ્ઠહઙ્ઘૈહખ્ત ઝ્રઙ્મેહ્વ ઁિીજૈઙ્ઘીહં’ નો શ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત સર્વશ્રેષ્ઠ સમાજ સેવા કરવા બદલનો પ્રતિષ્ઠિત એવોર્ડ ‘મ્ીજં ર્ઝ્રદ્બદ્બેહૈંઅ જીીદૃિૈષ્ઠી છુટ્ઠઙ્ઘિ’ પણ રોટરી ક્લબ વિસનગરને પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત વિવિધ એવોર્ડ જેવાકે ડ્ઢૈજિંૈષ્ઠં ર્ય્દૃીર્હિિ ઝ્રૈંટ્ઠર્ૈંહ, મ્ીજં ૐીટ્ઠઙ્મંર ષ્ઠટ્ઠિી જીીદૃિૈષ્ઠી છુટ્ઠઙ્ઘિ, મ્ીજં ઁર્િદ્ઘીષ્ઠં ઉૈંરર્ ંરીિર્ ંખ્તિટ્ઠહૈજટ્ઠર્ૈંહ, ર્ ેંંજંટ્ઠહઙ્ઘૈહખ્ત ડ્ઢૈજિંૈષ્ઠંર્ ંકકૈષ્ઠીિ ઁડ્ઢય્ ઇંહ.ત્નટ્ઠખ્તઙ્ઘૈજર ઁટ્ઠીંઙ્મ, ડ્ઢૈજૈંહખ્તેૈજરીઙ્ઘ છુટ્ઠઙ્ઘિ જીરિીી દૃ.દૃ.ાટ્ઠઙ્મટ્ઠ ૐીટ્ઠઙ્મંર ઝ્રટ્ઠિી છુટ્ઠઙ્ઘિ, ઇીર્ષ્ઠખ્તહૈર્ૈંહ ર્કિ મ્ીજં જીેજંટ્ઠૈહટ્ઠહ્વઙ્મી ઁીદ્બિટ્ઠહીં જીીદૃિૈષ્ઠી વગેરે પણ પ્રાપ્ત થયા હતા. અને ગર્વની બાબત એ પણ છે કે રોટરી ઈન્ટરનેશનલ દ્વારા પણ રોટરી ક્લબ વિસનગરને ખુબજ પ્રતિષ્ઠિત એવોર્ડ ‘ર્ઇંટ્ઠિઅ ૈંહીંહિટ્ઠર્ૈંહટ્ઠઙ્મ ઝ્રૈંટ્ઠર્ૈંહ ૨૦૧૯-૨૦ (ઁઙ્મટ્ઠૈંહેદ્બ ઁિીજૈઙ્ઘીહૈંટ્ઠઙ્મ ડ્ઢૈજૈંહષ્ઠર્ૈંહ)’ પણ પ્રાપ્ત થયો હતો. આમ રોટરી ક્લબ વિસનગરે સમગ્ર ગુજરાત અને રાજસ્થાન વિસ્તારમાં શ્રેષ્ઠત્તમ સેવાના કાર્યો દ્વારા સમગ્ર વિસનગર તાલુકાનું ગૌરવ વધાર્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છેકે રોટરી કલબની આપી પ્રિવેન્ટીવ હેલ્થ કલીનીક દ્વારા રાહત દરે વિવિધ મેડીકલ સેવાઓ આપવામા આવે છે. જે રાહતદરની સેવાઓની કારણે સેવાનો લાભ લેનાર જાહેર જનતાના રૂા.૪૩ લાખ બચ્યા છે. વિવિધ એવોર્ડથી સન્માન મળતા રોટરી કલબ ઓફ વિસનગર દ્વારા વર્ષ દરમ્યાન સહકાર આપનાર વિવિધ સંસ્થાઓ સરકારી અધિકારીઓ, સામાજીક કાર્યકરો નામી અનામી તમામનો આભાર માન્યો છે.