Select Page

લોકડાઉનમાં ૩ પોઝીટીવ – અનલોકમાં ૨૭ પોઝીટીવ વિસનગર કોરોના હોટસ્પોટ તરફ-અઠવાડીયામાં ૧૦ કેસ

લોકડાઉનમાં ૩ પોઝીટીવ – અનલોકમાં ૨૭ પોઝીટીવ વિસનગર કોરોના હોટસ્પોટ તરફ-અઠવાડીયામાં ૧૦ કેસ

લોકડાઉનમાં ૩ પોઝીટીવ – અનલોકમાં ૨૭ પોઝીટીવ
વિસનગર કોરોના હોટસ્પોટ તરફ-અઠવાડીયામાં ૧૦ કેસ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં કોરોના પોઝીટીવના કેસ અસાધારણ ગતિથી વધી રહ્યા છે. વધુ સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા તકેદારીના પગલા ભરવામાં આવે છે. પરંતુ લોકોમાં હજુ કોરોના સંક્રમણની જાગૃતિ નહી હોવાથી વિસનગર કોરોના હોટસ્પોટ બનવા તરફ જઈ રહ્યુ છે. જેમાં એકજ દિવસમાં કોરોના પોઝીટીવના પાંચ કેસ નોંધાતા કુલ પોઝીટીવની સંખ્યા ૩૦ એ પહોચી છે. જ્યારે કોરોનાથી મૃત્યુની સંખ્યા ૩ થઈ છે. કોરોના પોઝીટીવના સંપર્કમાં આવવાના કારણે ધારાસભ્ય ઋષિભાઈ પટેલને પણ ૧૪ દિવસ કોરોન્ટાઈન રહેવાની ફરજ પડી છે. શહેર અને તાલુકામાં જ્યાંથી કોરોના પોઝીટીવ કેસ નોધાયો ત્યાં વિસનગર તાલુકા કોરોના નોડલ ઓફીસર ર્ડા.આર.ડી. પટેલ સહીતની આરોગ્ય વિભાગની ટીમ તાબડતોડ પહોચી પોઝીટીવ પરિવારને કોરોન્ટાઈન કરવાની કામગીરી કરી હતી. સંક્રમણ ન ફેલાય તે માટે શુ સાવચેતી રાખવી તેનુ માર્ગદર્શન આપી દવાઓનુ વિતરણ કર્યુ હતુ.
પંચશીલમાં કોલેજમાં સંજયભાઈ પટેલનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સેલ્ફ કોરોન્ટાઈન થયા
કોરોના વાયરસ સંપર્કથી ફેલાતો રોગ છે. ત્યારે આ બાબતે સાવચેતી રાખવામાં નહી આવતા વિસનગરમાં પોઝીટીવ સંખ્યામાં નોધપાત્ર વધારો થઈ રહ્યો છે. લોકડાઉન દરમ્યાન વિસનગરમાં કોરોના પોઝીટીવના કુલ ૩ કેસ હતા. પરંતુ અનલોકમાં અવરજવર વધતા ૨૭ કેસ વધ્યા છે. ગત અઠવાડીયામાં વિસનગર શહેર અને તાલુકામાં કોરોના પોઝીટીવના ૧૦ કેસ નોધાયા છે. માયાબજાર પીપળાવાળી પોળમાં રહેતા મોદી કાન્તીલાલ ગુલાબચંદ ઉં.વ.૭૧ તા.૨૦-૬ ના રોજ સિધ્ધપુર અને પાલનપુર ગયા હતા. જેઓ પરત ફર્યા બાદ તાવ અને ઉધરસની બીમારી થઈ હતી. જેમનું સિવિલ હોસ્પિટલમાં સેમ્પલ લેવામાં આવતા પોઝીટીવ આવતા વડનગર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તાલુકાના કુવાસણા ગામના પટેલ કાર્તિકકુમાર રમણભાઈ ઉં.વ.૩૦ વિસનગર માર્કેટયાર્ડમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. જેઓ ધારાસભ્ય ઋષિભાઈ પટેલના મામાના દિકરા સંજયભાઈ પટેલના સંપર્કમાં આવ્યા હતા. માર્કેટયાર્ડના આ ઓપરેટરની પંચશીલ કોલેજમાં અવરજવર હોઈ કોરોના પોઝીટીવ સંજયભાઈ પટેલના કારણે આ ઓપરેટર પણ કોરોના સંક્રમીત થયા હતા. જેમનો પોઝીટીવ રીપોર્ટ આવતા વડનગર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સંજયભાઈ પટેલ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ પણ સંજયભાઈ પટેલના સંપર્કમાં આવ્યા હોવાથી સેલ્ફ હોમ કોરોન્ટાઈન થયા હતા. કાંસા એન.એ. સત્યમેવ સોસાયટીમાં રહેતા પટેલ મીનાબેન નટવરભાઈ ઉં.વ.૨૭ વિસનગર જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. જેઓ મહેસાણા કોવીડ-૧૯ હોસ્પિટલમાં ફરજ બજાવવા ગયા હતા. પરત ફર્યા બાદ તાવ અને ઉધરસ શરૂ થતા વિસનગર સિવિલમાં ટેસ્ટ કરાવતા રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેમને સારવાર માટે દાખલ કરાયા છે. સવાલા ગામમાં કમાણા રોડ ઉપર આવેલ સ્ટાર રોલીંગ શટર્સના કમ્પાઉન્ડમાં રહેતા નાગોરી મહંમદશબ્બીર અબ્દુલસલીમ ઉં.વ.૨૮ પાલનપુર ગયા હતા. જેઓ ઘરે પરત ફરતા તાવની અસર જણાતા મહેસાણા ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. જેમને કોરોના શંકાસ્પદ જણાતા સાંઈક્રીષ્ણા હોસ્પિટલમાં સારવાર્થે દાખલ કરાયા હતા. જ્યાં સેમ્પલ લેતા રીપોર્ટ પોઝીટીવ આવતા સાંઈક્રીષ્ણા હોસ્પિટલમાં દાખલ કરેલ છે.
કાંસા નાનો માઢમાં રહેતા રાજપુત ગોવિંદસિંહ અરવિંદસિંહ ઉં.વ.૩૨ તથા તેમના પત્ની રાજપુત વિલાસબા ગોવિંદસિંહ ઉં.વ.૨૯ બન્ને સુરતથી કાંસા આવ્યા હતા. બન્નેને તાવની અસર જણાતા પ્રથમ સુર્યાબા હોસ્પિટલમાં ર્ડા.વિરેન્દ્રસિંહ રાજપુતના પાસે ચેકઅપ કરાવેલ. જ્યાંથી વધુ સારવાર અર્થે ક્રિષ્ણા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં મેલીરીયાનુ નિદાન થયેલ. જે દરમ્યાન પ્રાઈવેટ લેબોરેટરીમાં તપાસ કરતા કોરોના પોઝીટીવ આવતા આ દંપત્તીને સારવાર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તાલુકાના દેણપ ગામના કાચલાપુરા રહેતા પટેલ વિરેનકુમાર દિલીપભાઈ ઉં.વ.૨૪ છત્રાલ ટોરેન્ટ ફાર્મામાં નોકરી કરે છે. જેઓ અપડાઉન કરવાના કારણે સંક્રમીત થતા તાવ આવ્યો હતો. જેમનુ દેણપ પ્રા.આરોગ્ય કેન્દ્ર દ્વારા એ.આર.આઈ. દર્દિ તરીકે વિસનગર સિવિલમાં સેમ્પલ લેવામાં પોઝીટીવ રીપોર્ટ આવતા વડનગર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તાલુકાના મહંમદપુરા ગામના દેવીપૂજક વીકીભાઈ ચંદુભાઈ ઉં.વ.૨૪ ગામમાં છુટક મજુરી કરે છે. જેમને માથુ દુખાવાની ફરિયાદ કરતા વિસનગર સિવિલમાં સેમ્પલ લેવામાં આવ્યુ હતુ. પોઝીટીવ રીપોર્ટ આવતા વડનગર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વીકીભાઈ દેવીપૂજકને લોકલ સંક્રમણ થયુ છે. જે ચીંતાનો વિષય છે.
તાલુકાના ગુંજાળા ગામના વારાહી સોસાયટીમાં રહેતા ચૌધરી મહેન્દ્રભાઈ માવજીભાઈ ઉં.વ.૪૮ ને સામાન્ય શરદી-ખાંંસી અને તાવના લક્ષણો જણાયા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરવડા ખાતે સારવાર લીધા બાદ વિસનગર સિવિલમાં સેમ્પલ લેવામાં આવતા કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા વડનગર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રાલીસણા ગામના પઠાણ ઈમરાનખાન દિલાવરખાન ઉં.વ.૪૨ મરચન્ટ બી.એડ. કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. જેમને ગળામાં દુખાવો તથા તાવની તકલીફ થતાં મહેસાણા ખાનગી લેબોરેટરીમાં રીપોર્ટ કરાવ્યો હતો. જે રીપોર્ટ પોઝીટીવ આવતા વડનગર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વિસનગરની શક્તિનગર સોસાયટીમાં રહેતા મનોજકુમાર આસનદાસ અમરવાણી(સીંધી) ઉં.વ.૪૪ કાપડ બજારનો હોલસેલનો વેપાર કરે છે. જેમની અમદાવાદ અવરજવર હોવાથી સંક્રમીત થતા તાવ અને ઉધરસની તકલીફ થઈ હતી. જેમનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા વડનગર હોસ્પિટલમાં સારવાર્થે દાખલ કરવામાં આવ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us