ફીલ્મ અભિનેતા પરેશ રાવલનો ભાઈ તથા ફોઈનો દિકરો જુગારધામમાં ઝડપાયા મથુરદાસ ક્લબનુ હાઈપ્રોફાઈલ જુગારધામ શહેર માટે કલંકરૂપ
ફીલ્મ અભિનેતા પરેશ રાવલનો ભાઈ તથા ફોઈનો દિકરો જુગારધામમાં ઝડપાયા
મથુરદાસ ક્લબનુ હાઈપ્રોફાઈલ જુગારધામ શહેર માટે કલંકરૂપ
(પ્ર.ન્યુ. સ.) વિસનગર,રવિવાર
સિનિયર સીટીઝન્સ સભ્યોના મનોરંજન માટેની ૧૦૦ વર્ષ જુની સંસ્થા મથુરદાસ ક્લબમા સંસ્થાના પ્રમુખ દ્વારાજ સભ્યોની જાણ બહાર જુગારધામ ચલાવાતુ હતું. જે હાઈપ્રોફાઈલ જુગારધામ પકડાતા શૈક્ષણીક નગરી માટે કલંકરૂપ છે. જીલ્લાની બે પોલીસ એજન્સીએ બાતમી આધારે રેડ કરતા ફીલ્મ કલાકાર ભાજપના પુર્વ સાંસદ પરેશ રાવલનો નાનો ભાઈ હિમાશું રાવલ તથા સંસ્થાના પ્રમુખ તેમજ પરેશ રાવલનો ફોઈનો દિકરો કિર્તીભાઈ રાવલ જુગારધામ ચલાવતા ઝડપાતા રાજકીય ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પોલીસે કુલ રૂા.૬,૩૩,૫૪૦/-ની રકમનો મુદ્દામાલ જપ્ત કરી જુગાર રમતા ઝડપાયેલા ૨૦ જુગારીયા સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
સિનિયર સીટીઝન્સના મનોરંજન માટેના આ સંસ્થામાં સભ્યોની જાણ બહાર સંસ્થાના પ્રમુખ જુગારધામ ચલાવતા હતા
વિસનગર સિનિયર સીટીઝન્સ સાથે ટેબલ ટેનીસ, બેડમીન્ટન, ચેસ, કેરમ જેવી રમતો રમી સમય પસાર કરે તેવા ઉમદા હેતુથી ૧૯૧૯માં મથુરદાસ ક્લબની શરૂઆત કરવામાં આવી હતી. આવી ક્લબો અમદાવાદમાં પણ છે. પરંતુુ કિર્તીભાઈ રાવલ ક્લબના પ્રમુખ બન્યા બાદ ક્લબના સમય પછી જુગારધામ ચલાવતા ૧૦૦ વર્ષ જુની સંસ્થા અને શૈક્ષણિક સંસ્કારી નગરીને નીચા જોવા પણુ આવ્યુ છે. તા. ૨૦-૭-૨૦૨૦ને સોમવારની રાત્રે મહેસાણા પેરોલ ફરલો સ્કોડના પી.એસ.આઈ. એસ.બી.જ્હા, એલ.સી.બી. પી.એસ.આઈ. આર.જી.ચૌધરી વિગેરે સ્ટાફ સાથે એલ.સી.બી. ઓફીસે હાજર હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે, વિસનગર શક્તીનગર સોસાયટીમા રહેતા કિર્તીભાઈ રમણીકલાલ રાવલ તથા હિમાંશુ ડાહ્યાલાલ રાવલ બંન્ને મથુરદાસ ક્લબમાં બહારથી જુગારીયા બોલાવી તીન પત્તીનો જુગાર રમાડી રહ્યા છે બાતમી મળતાંજ પોલીસે વિસનગરમા ચાલતા હાઈપ્રોફાઈલ જુગારના અડ્ડા ઉપર રેડ કરવા પોલીસ અધિક્ષકનું વોરંટ મેળવ્યુ હતું. પોલીસે રેડ બાબતે ખુબજ ચુપકીદી જાળવી રાત્રે ૧-૦૦ વાગે રેડ કરતા ક્લબની લાઈટ ચાલુ હતી. ક્લબનો દરવાજો ખોલી અંદર તપાસ કરતા ત્રણ મોટા ટેબલો ઉપર બાજી પત્તાથી જુગાર રમાતો હતો. પોલીસ આ હાઈપ્રોફાઈલ જુગારનો અડ્ડો જોઈ આવાક બની ગઈ હતી. જ્યારે પોલીસને જોઈ જુગારીયાઓના પગ નીચે જમીન સરકી ગઈ હતી. રેડમાં કોઈ અડચણ ન થાય અને ભલામણો શરૂ ન થાય તે માટે પોલીસે તમામના મોબાઈલ પડાવી લીધા હતા.
જુગારની આ રેડમાં પોલીસે (૧) રાવલ કિર્તિકુમાર રમણીકલાલ જયશંકર રહે.વિસનગર(પરેશ રાવલના ફોઈનો દિકરો) (૨) લાલવાણી(સીન્ધી) નરેન્દ્રભાઈ પ્રિતમદાસ હેમંતદાસ રહે.અમદાવાદ (૩) ઠાકોર ભુપતજી જવાનજી બેચરજી રહે. પુંદ્રાસણ (૪) ઠાકોર ભરતજી શકુજી બેચરજી રહે.પુંદ્રાસણ (૫) પરમાર રમેશભાઈ ગણેશભાઈ નાથાભાઈ રહે.વાવોલ (૬) પટેલ કેતનકુમાર ભાયચંદભાઈ શંકરદાસ રહે. ગોઝારીયા (૭) પરમાર અલ્પેશકુમાર ગાભાભાઈ શંકરલાલ રહે.ગાંધીનગર (૮) વાઢેર(રાજપૂત) પરીમલભાઈ બાબુભાઈ નારણભાઈ રહે.ગોઝારીયા (૯) પરીખ (વૈષ્ણવ વાણીયા) નિલેષ જયંતિલાલ મણીલાલ રહે.અમદાવાદ સેટેલાઈટ (૧૦) કુરેશી મહેબુબમીયા ભાઈમીયા જભુમીયા રહે.અમદાવાદ સરખેજ (૧૧) પટેલ કનુભાઈ પ્રહેલાદભાઈ માધવદાસ રહે. લાંઘણજ (૧૨) શાહ રાજુભાઈ નંદલાલ મણીલાલ રહે.અમદાવાદ ઈસનપુર (૧૩) રાવલ હિમાંશુ ડાહ્યાલાલ હરગોવનદાસ (પરેશ રાવલનો નાનો ભાઈ) રહે.વિસનગર (૧૪) પટેલ બળદેવભાઈ મગનભાઈ ત્રીભોવનદાસ રહે.લાંઘણજ (૧૫) પટેલ વિનુભાઈ ગોકળદાસ પ્રભુદાસ રહે.દિપરા દરવાજા વિસનગર (૧૬) પટેલ અજયકુમાર ચંદુભાઈ ગણેશભાઈ રહે.લાંઘણજ (૧૭) સોની ગીરીશભાઈ બાબુભાઈ પરષોત્તમભાઈ રહે. વાડજ અમદાવાદ (૧૮) પટેલ પ્રવિણકુમાર જયંતિભાઈ ઈશ્વરભાઈ રહે.દિપરા દરવાજા વિસનગર (૧૯) કોળી(ભૈયા) પરશુરામ ઉર્ફે કિશન બરખુરામ રહે.વિસનગર તથા (૨૦) નાયી ભાણજીભાઈ પશાભાઈ ત્રીભોવનભાઈ રહે.વિસનગર એમ કુલ ૨૦ જુગારીયાઓની ધરપકડ કરી હતી. જુગારની આ રેડમાં રૂા.૧,૯૪,૦૪૦ની રોકડ રૂા.૬૪,૫૦૦ની કિંમતના ૧૬ મોબાઈલ એક એક્ટીવા, બે ઈકો ગાડી એમ કુલ રૂા.૬,૩૩,૫૪૦/-ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ક્લબમા મોડી રાત્રે વાહનોની અવર જવરથી કોઈને શંકા ન જાય તે માટે બહારથી જુગારીયાઓને લાવવા અને લઈ જવા બે ઈકો ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. ભાજપના પુર્વ સાંસદનો ભાઈ જુગારધામમા ઝડપાતા રાજકીય ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મથુરદાસ ક્લબના પ્રમુખ કિર્તીભાઈ રાવલ દ્વારા સંસ્થામા જુગારધામ ચલાવવાની પ્રવૃતીથી ૧૦૦ વર્ષ જુની શહેરની આ પ્રતિષ્ઠીત સંસ્થાને બદનામીનો સામનો કરવો પડ્યો છે.