Select Page

વિસનગર તાલુકા સંઘની તિજોરીઓ તોડી રેકર્ડ જપ્ત કરવાના મામલે કરાયેલ રીટમાં હાઈકોર્ટે જીલ્લા રજીસ્ટ્રાર સહિત પાંચ અધિકારીઓને રૂા.૧ લાખનો દંડ ફટકાર્યો

વિસનગર તાલુકા સંઘની તિજોરીઓ તોડી રેકર્ડ જપ્ત કરવાના મામલે કરાયેલ રીટમાં હાઈકોર્ટે જીલ્લા રજીસ્ટ્રાર સહિત પાંચ અધિકારીઓને રૂા.૧ લાખનો દંડ ફટકાર્યો

વિસનગર તાલુકા સંઘની તિજોરીઓ તોડી રેકર્ડ જપ્ત કરવાના મામલે કરાયેલ રીટમાં
હાઈકોર્ટે જીલ્લા રજીસ્ટ્રાર સહિત પાંચ અધિકારીઓને રૂા.૧ લાખનો દંડ ફટકાર્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘનું રિ-ઓડીટ કરાવવા માટે જીલ્લા રજીસ્ટ્રારના હુકમથી તાલુકાના વહીવટીતંત્રએ સંઘની તિજોરીઓની ડુપ્લીકેટ ચાવી બનાવડાવી તાળા તોડી રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. ત્યારે સંઘના હોદ્દેદારોએ સંઘનું રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી સામે નામદાર હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી. જેમાં હાઈકોર્ટે અરજદારના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી જીલ્લા રજીસ્ટ્રાર સહીત પાંચ અધિકારીઓને લોકડાઉનમાં સત્તાનો દુરઉપયોગ કરવા બદલ રૂા.૧ લાખનો દંડ ફટકાર્યો છે.
વિધાનસભાની ચુંટણીમાં ચૌધરી સમાજની લાગણીઓ ઉભી કરવા ધારાસભ્ય ઋષિભાઈ પટેલના ઈશારે રાજુભાઈ ચૌધરી ઉપર પથ્થર ફેંકાયો હતો-મહેશભાઈ પાલડી
મહેસાણા જીલ્લા રજીસ્ટ્રાર પ્રતિક ઉપાધ્યાયના હુકમથી તા.૨૬-૫-૨૦૨૦ના રોજ વિસનગર મામલતદાર એવમ્‌ તાલુકા મેજીસ્ટ્રેટના આદેશથી પોલીસ બંદોબસ્ત સાથે રજીસ્ટ્રારના કર્મચારીઓએ સંઘની તીજોરીઓની ડુપ્લીકેટ ચાવી બનાવડાવી તાળા તોડી રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. આ મુદ્દે નારાજગી વ્યક્ત કરતા તાલુકા ખરીદ વેચાણ સંઘે નામદાર હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી. જે રીટમાં ખરીદ વેચાણ સંઘના એડવોકેટે એવી રજુઆત કરી હતી કે સંઘના રિ-ઓડીટના આદેશ સામેની અરજીઓ પેન્ડીંગ હોવા છતાં જીલ્લા રજીસ્ટ્રારે તાલુકા ખરીદ વેચાણ સંઘને કોઈ નોટીસ આપ્યા વગર સંઘની તિજોરીઓની ડુપ્લીકેટ ચાવી બનાવડાવી પોલીસ બંદોબસ્ત સાથે સંઘના તમામ રેકર્ડ જપ્ત કર્યા હતા. આમ પોલીસની મદદથી રાજ્ય સરકાર અને જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા ગેરબંધારણીય કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હાઈકોર્ટના જસ્ટીસશ્રી બિરેન વૈષ્ણવે બંન્ને પક્ષકારોની રજુઆતો સાંભળ્યા બાદ સંઘની અરજીને ગ્રાહ્ય રાખી જીલ્લા રજીસ્ટ્રાર પ્રતિક ઉપાધ્યાય, મામલતદાર બી.જી. પરમાર, પી.આઈ.પી.કે .પ્રજાપતિ, ક્લાર્ક કે.પી.લીંબાચીયા અને સ્પેશ્યલ ઓડીટર મહેસાણાના કે.ટી.તુરીને લોકડાઉનમાં સત્તાનો દુરઉપયોગ કરવા બદલ રૂા.૧ લાખનો દંડ ફટકાર્યો છે.
ધારાસભ્ય ઋષિભાઈ પટેલ પોતાની સત્તાનો દુરુઉપયોગ કરી શહેરની સંસ્થાઓ પતાવવાનુ કામ કરી રહ્યા છે
આ અંગે વિસનગર તાલુકાના કડા જીલ્લા પંચાયત સીટના કોંગ્રેસના સદસ્ય અને ગત વિધાનસભાની ચુંટણી લડી ચુકેલા મહેશભાઈ પટેલ (પાલડી)એ જણાવ્યુ છે કે ગત વિધાનસભાની ચુંટણી ટાણે પાટીદાર સમાજ ધારાસભ્ય ઋષિભાઈ પટેલથી નારાજ હતો. ત્યારે આજ ચૌધરી સમાજના આગેવાનોએ ધારાસભ્યને ટેકો આપી તેમને જીતાડ્યા હતા. વિધાનસભાની ચુંટણી સમયે પાટીદાર સમાજની સાથે ચૌધરી તથા અન્ય સમાજ પણ મારી સાથે હતો. પરંતુ ચૌધરી સમાજની લાગણીઓ જીતવા માટે ભાજપના નેતા પુરૂષોત્તમભાઈ રૂપાલાની યોજાયેલ સભામાં તેમના નજીકના કહેવાતા પુર્વ તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ ચૌધરી ઉપર ધારાસભ્ય ઋષિભાઈ પટેલના ઈશારે પથ્થર ફેકાયો હતો. અને રાજુભાઈ ચૌધરીના માથા ઉપર પથ્થર વાગતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. આમ ધારાસભ્યએ કોંગ્રેસને બદનામ કરવાનું અને પ્રજાને ગુમરાહ કરવાનું નિમ્ન કક્ષાનુ ષડયંત્ર રચ્યુ હતું. જો વિધાનસભાની ચુંટણી ટાણે રાજુભાઈ ચૌધરીને પથ્થર વાગ્યો ન હોત તો વિધાનસભાની ચુંટણીમાં મારી જીત નિશ્ચિત હતી. વિધાનસભાની ચુંટણીની જેમ વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં પોતાનું એક હથ્થુ શાસન ચલાવવા માટે ધારાસભ્ય તથા તેમના ટેકેદારો સતત પ્રયત્નો કરી રહ્યા છે. ધારાસભ્ય પોતાની સત્તાનો દુરુઉપયોગ કરી સંઘના વહીવટમાં અધિકારીઓ પાસે કાયદા વિરૂધ્ધનું કામ કરાવી આ સંસ્થાને તોડવાનું કામ કરી રહ્યા છે. ધારાસભ્ય પોતાની સત્તાનો દુરુઉપયોગ કરી શહેરની વર્ષો જુની સંસ્થાઓ તોડવાનું કામ કરી રહ્યા છે. જો ધારાસભ્યએ પોતાની શક્તિનો ઉપયોગ તાલુકાના વિકાસ માટે અને છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી નાગરીક સહકારી બેંક ચાલુ કરવામાં કર્યો હોત તો આજે તાલુકામાં તેમની લોકચાહના વધી હોત. હાલમાં ધારાસભ્ય સરકારના ઈશારે મહેસાણા જીલ્લામાં સૌથી વધુ લોકોને રોજગારી આપતી દુધ સાગર ડેરીને હડપ કરવાનું કૃત્ય કરી રહ્યા છે. તેના ભવિષ્યમાં પશુપાલકો અને ખેડુતો ઉપર ઘેરા પ્રત્યાઘાતો પડશે. દુધસાગર ડેરીનો વહીવટ પડાવી લેવા માટે સરકારના કેટલાક નેતાઓ ડેરી પાછળ પડી ગયા છે. જે મહેસાણા જીલ્લાના પશુપાલકો અને ખેડુતો ક્યારેય ચલાવી લેશે નહી. સમય બળવાન છે માણસ નહી. તે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને ભાજપના નેતાઓએ સમજવાની જરૂર છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts