Select Page

સ્વર્ણિમ શહેર વિકાસ યોજના અંતર્ગત સરકાર દ્વારા વિસનગર પાલિકાને શહેરના વિકાસ માટે રૂા.૧.૫૦ કરોડનો ચેક અર્પણ

સ્વર્ણિમ શહેર વિકાસ યોજના અંતર્ગત સરકાર દ્વારા વિસનગર પાલિકાને શહેરના વિકાસ માટે રૂા.૧.૫૦ કરોડનો ચેક અર્પણ

સ્વર્ણિમ શહેર વિકાસ યોજના અંતર્ગત સરકાર દ્વારા
વિસનગર પાલિકાને શહેરના વિકાસ માટે રૂા.૧.૫૦ કરોડનો ચેક અર્પણ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની તમામ નગરપાલિકાને શહેરના સર્વાગી વિકાસ કામો કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે શુક્રવારે બપોરે વિડીયો કોન્ફરન્સથી ઓનલાઈન ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના પોલીસ આવાસ નિગમના ચેરમેન ડી.ડી.પટેલના હસ્તે વિસનગર નગરપાલિકાને શહેરના વિકાસકામો માટે પ્રથમ હપ્તાના રૂા.૧.૫૦ કરોડનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.
ગુજરાત સરકારે રાજ્યના તમામ શહેરના સર્વાગી વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે. સરકારના પ્રયત્નોથી ગુજરાતના દરેક શહેરનો અભુતપુર્વ વિકાસ થયો છે અને થઈ રહ્યો છે. પરંતુ કોરોનાની મહામારીના લીધે હવે શહેરી વિસ્તારમાં વિકાસકામો થશે નહીં તેવું લોકો માનતા હતા ત્યારે સરકારે મુખ્યમંત્રી સર્વાગી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યના તમામ શહેરના વિકાસકામો કરવા માટે શહેરની જરૂરીયાત પ્રમાણે વિડીયો કોન્ફરન્સની (ઓનલાઈન) ફંડ ફાળવવાનું આયોજન કર્યુ હતું. જેમાં ગત શુક્રવારે બપોરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિડીયો કોન્ફરન્સથી તમામ નગરપાલિકાને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્યના પોલીસ આવાસ નિગમના ચેરમેન ડી.ડી.પટેલના હસ્તે મહેસાણા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં વિસનગર નગરપાલિકાને રોડ રસ્તા સહીત શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રથમ હપ્તાના રૂા.૧.૫૦ કરોડનો ચેક આપવામાં આવ્યો હતો. ચેક વિતરણના કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોર, જીલ્લા સાંસદ શારદાબેન પટેલ, જીલ્લા કલેક્ટર એચ.કે. પટેલ, પાલિકાના ચિફ ઓફિસર અશ્વિનભાઈ પાઠક, પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, પાલિકાના કારોબારી ચેરમેન જશુભાઈ પટેલ સહિત પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us