કોરોનાના દર્દિઓ માટે સરકાર કોવીડ હોસ્પિટલો બનાવે છે ર્ડાક્ટરો ક્યાંથી મળશે?
કોરોનાના દર્દિઓ માટે સરકાર કોવીડ
હોસ્પિટલો બનાવે છે ર્ડાક્ટરો ક્યાંથી મળશે?
તંત્રી સ્થાનેથી
વિશ્વમા કોરોના મહામારીના વૈશ્વિક કેસનો આંક એક કરોડને પાર કરી ગયો છે. વિશ્વમાં પહેલા દશ લાખ લોકો મહામારીના ફેલાવાના શરૂઆતના ત્રણ મહિનામાં સંક્રમિત થયા હતા. જ્યારે છેલ્લા દશ લાખ લોકો આઠ દિવસમાંજ સંક્રમિત થયા છે. આ બધા આંકડા જોતા તથા ઉર્ૐં ના અહેવાલ અનુસાર આ રોગ નજીકના ભવિષ્યમાં જવાનો નથી. જેને લઈને વધારેમાં વધારે લોકો આ રોગના શિકાર બનવાના છે. ભારત સરકાર કોરોનાના દર્દિઓને સગવડ મળે તે માટે હજારોની સંખ્યામાં હોસ્પિટલો ઉભી કરી રહી છે. અનેક અન્ય ઉપયોગવાળા બિલ્ડીંગો કોવીડ હોસ્પિટલોમાં ફેરવાઈ રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે સાધનો વસાવાઈ રહ્યા છે. કોવીડ હોસ્પિટલોમાં દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. ભારત સરકાર માનવ સર્જીત જેટલા ઉપકરણો વિના સંકોચે ઉભા કરે જાય છે. પરંતુ આ દર્દિઓને સારવાર આપનાર ડાક્ટરોની ખોટ છે. જે પરદેશથી આયાત થઈ શકે તેમ નથી કે પૈસાથી એ ખોટ પુરી થાય તેમ નથી. કોલેજ બિલ્ડીંગો અને અન્ય બિલ્ડીંગોને કોવીડ હોસ્પિટલમાં રૂપાંતરીત કરી શકાય છે. આ બધુ સરકાર છુટથી નાણાંનો ઉપયોગ કરી શકે છે. ફક્ત સરકારની હાથની વાત નથી. ડાક્ટરો બનાવવા ચાલુ વર્ષે ભણતા એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓને કાયદાના દાયરામાં લાવી કોરોનાના દર્દીઓની ફરજીયાત ટ્રીટમેન્ટ કરવા મજબુર કરાયા છે. આવા ભણતા વિદ્યાર્થીઓ જ કોરોનાના દર્દીઓની સેવા કરે છે. જે તજજ્ઞ ડાક્ટરો છે તે તો કોરોના દર્દીના દશ ફુટના અંતરમાં પી.પી.કીટ પહેરીને જવા માંગતા નથી સરકાર હોસ્પિટલો પાછળ લાખો રૂપિયા ખર્ચે છે અને વિના મુલ્યે સેવા આપે છે. તે સામે ખાનગી હોસ્પિટલો ત્રણ થી માંડી આઠ લાખ રૂપિયા ચાર્જ કરે છે. ખાનગી હોસ્પિટલોમાં જે સારવાર થાય છે. તે તજજ્ઞ ડાક્ટરોની દેખરેખ નીચે થાય છે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં ઓછા તજજ્ઞ એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ અથવા કંમ્પાઉન્ડર કહ્યાના વ્યક્તિઓ દ્વારા કે વોટ્સએપ ઉપર કોરોનાના દર્દીની ટ્રીટમેન્ટ થાય છે. બંન્ને જગ્યાએ દવા સરખી જ અપાય છે. ખાનગી હોસ્પિટલમાં જેટલી સ્વચ્છતા છે તેના કરતા દશમા ભાગની સ્વચ્છતા સરકારી હોસ્પિટલોમાં નથી. સરકારી હોસ્પિટલોમાં ડાક્ટરો પુરા કરવા માટે સરકાર પાસે એક રસ્તો છે. આગામી ઓગષ્ટ માસમાં આવતી પરદેશમાં ભણીને આવતા ડાક્ટરોને આપવાની થતી એમ.સી.આઈ.ની પરીક્ષાનું ઉંચુ પરિણામ આપવામાં આવે તો એક સાથે તજજ્ઞ ડાક્ટરો મળી શકે છે. પરદેશમાં ભણેલા ડાક્ટરો કદાચ જોઈએ તેટલા હોશીયાર ન પણ હોય પરંતુ ૬ વર્ષ ડાક્ટરીનુ ભણ્યા છે એટલે હાલ જે સરકારી હોસ્પિટલોમાં ટ્રીટમેન્ટ કરે છે તે કંમ્પાન્ડરો કરતા તો સારી ટ્રીટમેન્ટ મળે ચાલુ વર્ષ એમ.બી.બી.એસ. પુરુ કરનાર ડાક્ટરોને પણ એમ.સી.આઈ.ની પરીક્ષા આપવાની છે. એમ.સી.આઈ.ની પરીક્ષા ઘણી ભારે હોવાથી સરકાર ઈચ્છે તેટલા ડાક્ટરો મળવાના નથી. સરકાર એમ.સી.આઈ.ની પાસીંગની ટકાવારી ઘટાડે અથવા ગત વર્ષની પરીક્ષા આપનાર ડાક્ટરોની ટકાવારી ઘટાડી એક સાથે અનેક ડાક્ટરો મળી શકે છે. કોરોનાની મહામારી ૨૦૨૦માં જતી રહેવાની નથી. ૨૦૨૧ સુધી લંબાઈ શકે છે. જેથી ડાક્ટરોની જરૂર ઉભી થવાની છે. અનેક ગરીબ લોકોના પ્રાણ બચાવવા માટે સરકાર એમ.સી.આઈ.ની પાસીંગ ટકાવારી ઘટાડો કરે તો જ વધારે ર્ડાક્ટરો મળી શકશે અને કોરોના સામે પરીણામ મળી શકશે.