Select Page

વિસ ઈન્ડિયા લી.ના સભાસદને મહત્તમ રૂા.૬,૫૦,૦૦૦ જેટલુ વિમાસુરક્ષા કવચ મળશે

વિસ ઈન્ડિયા લી.ના સભાસદને મહત્તમ રૂા.૬,૫૦,૦૦૦ જેટલુ વિમાસુરક્ષા કવચ મળશે

કોરોના વચ્ચે કુદરતી મૃત્યુમાં મહત્તમ ૩,૫૦,૦૦૦/- અને અકસ્માતે મૃત્યુમાં ૩,૦૦,૦૦૦/-ની વિમા સુરક્ષા કવચનો નિર્ણય

વિસ ઈન્ડિયા લી.ના સભાસદને મહત્તમ રૂા.૬,૫૦,૦૦૦ જેટલુ વિમાસુરક્ષા કવચ મળશે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેરમાં પાટીદાર સમાજ સેવા હેતુસર વીસ ઇન્ડિયા – વિશ્વ પાટીદાર ગ્રુપ દ્વારા જુદી જુદી સેવા યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં વિસ ઇન્ડિયા ક્રેડિટ કોં-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ દ્વારા વિમા સુરક્ષાની નવી મહત્તમ વિમા સુરક્ષાની જાહેરાત કરવામાં આવી છે. વિસ ઇન્ડિયાની સ્થાપના કીર્તિભાઈ(કલાનીકેતન), નટુભાઈ(તિરૂપતિ) અને તેમની સમગ્ર ટીમના નેતૃત્વ નીચે કરવામાં આવી હતી. જે દિન પ્રતિદિન સતત પ્રગતિ કરી રહીં છે. ઉપરાંત સમાજ સેવાની પ્રવૃતિમાં વધારો કરી રહ્યાં છે. તાજેતરમાં સંસ્થાની કારોબારી સભાએ કોરોના મહામારી વચ્ચે પરિવારોને મદદરુપ થવા હેતુસર વિમા સુરક્ષામાં વધારો કરતી નવીન જાહેરાત કરવામાં આવી છે.
જેમાં કીર્તિભાઈ અને નટુભાઇ દ્વારા સંયુક્ત યાદીમાં જણાવેલ કે મૃત્યુ સહાય યોજનામાં જો સભાસદનું મૃત્યુ અકસ્માતે થશે તો ઉંમર પ્રમાણે મહત્તમ રૂપિયા ૬,૫૦,૦૦૦/- જેટલી રકમ વારસ દારને મળવા પાત્ર બનશે અને કુદરતી મૃત્યુમાં ઉંમર પ્રમાણે મહત્તમ રૂપિયા ૩,૫૦,૦૦૦/- જેટલી રકમ તેમનાં વારસદારને મૃત્યુ સહાય તરીકે ચુકવવામાં આવશે. આ નવીન યોજના તા.૦૧/૦૯/૨૦૨૦ થી અમલી બનશે. જેમાં દરેક સભાસદ માટે ૧૮ વર્ષ થી ૭૦ વર્ષ સુધીના દરેક માટે રૂપિયા ત્રણ લાખ સુધીનું અકસ્માત વિમા સુરક્ષા કવચ કરવામાં આવેલ છે. અકસ્માત મૃત્યુમાં ત્રણ લાખ વિમા કવચ ઉપરાંત સભાસદ મૃત્યુ સહાય પણ ચુકવશે. મૃત્યુ સહાયની રકમ અકસ્માત અને કુદરતી મૃત્યુ બન્ને માં મૃત્યુ સહાય સભાસદની ઉંમર પ્રમાણે ચુકવાશે. જે રકમ જે તે સ્વર્ગસ્થ સભાસદની ઉંમર પ્રમાણે રહેશે. જેમાં ૧૮ વર્ષ થી ૪૫ વર્ષ સુધી કુદરતી મૃત્યુમાં રૂપિયા ૩,૫૦,૦૦૦/- જેટલી અને ૪૫ વર્ષથી ૫૫ વર્ષ સુધી રૂા.૨,૫૦,૦૦૦/- જેટલી અને ૫૫ વર્ષથી ૬૦ વર્ષ સુધી રૂા.૧,૨૫,૦૦૦/- અને ૬૦ થી ૬૫ સુધી રૂા.૬૨,૫૦૦/- અને ૬૫ વર્ષ થી ૯૦ વર્ષ દરમ્યાન ભરેલી રકમ+વ્યાજ+૧૦૦૦૦/- + બોનસ અને ૯૦ વર્ષ ઉપર માટે ભરેલી રકમ+વ્યાજ+ ૨૦૦૦૦/- + બોનસ પ્રમાણે મૃત્યુ સહાય ચુકવવામાં આવશે.આમ ૧૮ થી ૪૫ વર્ષ માટે ના સભાસદ માટે અકસ્માતમાં મૃત્યુ દરમ્યાન મહત્તમ કુલ રૂપિયા ૬,૫૦,૦૦૦/- મળવા પાત્ર થશે.આમ છતાં બોર્ડ ઓફ ડિરેક્ટર સમય અને સંજોગો પ્રમાણે કુદરતી મૃત્યુ માં મૃત્યુ સહાયની રકમમાં વધારો કે ઘટાડો કરવા સ્વતત્ર નિર્ણય લઈ શકે છે. જે દરેક સભાસદ માટે બંધન કર્તા રહેશે.અકસ્માત વીમો જે તે કંપનીના નીતિ નિયમોને આધારે ચુકવાશે. જ્યારે મૃત્યુ સહાય રકમ વિસ ઇન્ડિયાના પેટા કાયદા અને જે તે નીતિ નિયમોના આધારે ચુકવાશે. આ વિમા સુરક્ષા યોજના સભાસદ પરસ્પર મૃત્યુ સહાય યોજના છે જેમાં નિયમો અને મૃત્યુ પામનાર સભાસદની ઉમર પ્રમાણે રૂા.૧૦૦/- ,રૂા.૫૦/- અને રૂા.૨૫/- પ્રમાણે દરેક સભાસદ ના વિમા સુરક્ષા બચત ખાતા માં કપાત થાય છે. આ કપાત રકમ માં કોઈ ફરફાર નથી થયેલ જેની નોંધ લેવી.અને ૬૫ વર્ષ થી ઉપરના કોઈ સભાસદ નું મૃત્યુ થાય તો કોઈ સભાસદ ના ખાતે કપાત થતી નથી. જે રકમ મૃત્યુ સહાય ફંડ માં થી ચૂકવાય છે.
નટુભાઇ અને કીર્તિભાઈની સાથે તેમની ટીમ અન્ય ડિરેક્ટર રાજુભાઇ (આરકે), એ.કે.પટેલ,રતિલાલ પટેલ બેંકર, ગોવિંદભાઈ(સમર્થ), યૉગીનભાઈ GIDC, નરસિંહભાઈપટેલ, મોરારભાઈ, ડો.શંકર લાલ પટેલ,સંજયભાઈ ગુદીખાડ(એસકે), રમણલાલ પટેલ, હર્ષદભાઈ GD, મહેશભાઈ LIC, કમલેશભાઈ GD, કનુભાઈ બેંકર અને મેનેજર બિપિન ભાઈ સુંદર સેવા આપી રહયા છે. સંસ્થા દ્રારા વિમા સુરક્ષા ની મૃત્યુ સહાય યોજના ની સાથે સાથે શેક્ષણિક ધિરાણ માટે અને વિદેશ જવા માટે ની ત્રીસ લાખ સુધી ની લૉન આપવાની સેવા ઓ પણ સભાસદ માટે ઉપલબ્ધ છે. તાજેતર માં સરકાર દ્વારા જાહેર થયેલ ઍક લાખ વાળી આત્મનિર્ભર ની લૉન ૫૧ જેટલા નાના મોટા બિઝનેશ મેન ને આપેલી છે.જે હાલ ટારગેટ પુર્ણ થતાં બંધ કરેલ છે. સંસ્થા દ્રારા દરેક સભાસદ માટે સુચના જાહેર કરેલ છે કે દરેક સભાસદ માટે વિમા સુરક્ષામાં ૬૦૦૦/- જેટલું બેલેન્સ રાખવું ફરજીયાત છે. જો તેનુ પાલન થયેલું નહીં હોય તો તે સભાસદના મૃત્યુ બાદ તેમનાં વારસદારનેં મૃત્યુ સહાય મળવા પાત્ર રહેતી નથી અને સભાસદ પદે થી તમામ હક્કો ગુમાવા પાત્ર બને છે. તથા સભાસદ પદે થી રદ બાતલ થવા પાત્ર પણ બને છે.જુના સભાસદ કે નવા સભાસદ માટે સભાસદ વિમા સુરક્ષા યોજના માં જોડાવવું ફરજીયાત છે.જે સોસાયટી ના પેટાકાયદા ની કલમ પ્રમાણે ફરજીયાત છે. જેની દરેકે નોંધ લેવી.
મેનેજર બિપિનભાઈએ જણાવેલ કે સંસ્થાનું કાર્યક્ષેત્ર સમગ્ર વિસનગર તાલુકા ની મંજુરી પ્રાપ્ત હોવાથી હવે થી સમગ્ર વિસનગર શહેર અને તાલુકા ના કોઇપણ પાટીદાર સમાજ નો કોઇપણ વ્યક્તિ કે જે ૪૫ વર્ષ થી નાની ઉંમર ના અને ૪૫ થી ૫૫ સુધી પોતાના ફેમિલી ના બધાજ મેમ્બર સાથે હવે સભાસદ માટે અરજી કરી શકશે.અરજી કર્તા તંદુરસ્ત હોવો જોઈએ.હાલ માં પ્રવેશ અંગે જુના નિયમો અને ભરવા પાત્ર જૂની જ રકમ રહેશે.જે રકમ ૩૧/૧૨/૨૦૨૦ સુધી રહેશે અને તા ૦૧/૦૧/૨૦૨૧ થી નવીન સભાસદ માટે દાખલ થવા માટે વિવિધ પ્રવેશ ફી માં વધારો થઈ જશે જેની નોંધ લેવી.
જે પહેલા વિસ ઇન્ડિયામાં સભાસદ બની સંસ્થાની સેવાનો લાભ લઇ શકશે. કીર્તિભાઈ અને નટુભાઈ એ જણાવેલ કે અમે અને અમારી સમગ્ર ટીમ માત્ર અને માત્ર પ્રામાણિકતા થી આ સંસ્થા નું સંચાલન કરી રહ્યાં છીએ અને માઁ ઉમિયા ની કૃપા થી ઍક સમાજ સેવા ની પ્રવૃતિ કરી રહ્યાં છીએ.ટુંક સમય માં સંસ્થા ના સભ્યો માટે નવી મેડીકલ પોર્લીસિ લાવવાનું વિચારી રહ્યાં છીએ જેની ટુંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.જેમાં સભાસદ ને મેડીકલ ટ્રીટમેન્ટ ખર્ચ નો પણ લાભ મળવા પાત્ર બનશે. આ મેડીકલ પોલિસી ના નીતિ નિયમો અલગ થી બનશે જે ભવિષ્ય માં જાહેરાત કરવામાં આવશે. રાજુભાઇ (આરકે)અને એ.કે.પટેલ દ્રારા જણાવેલ કે વિસ ઇન્ડિયા સંસ્થા સભાસદો ના કલ્યાણકારી પ્રવૃતિ માટે બનાવેલ છે. ધિરાણ કરવું એટલો જ મુખ્ય ઉદેશ નથી.બીજુ કે સંસ્થા દ્રારા આજ સુધી કોઇપણ સભાસદ કે કોઈ વ્યક્તિની ૧ રૂપિયાની પણ ફિક્સ ડિપોઝીટ લેવામાં આવી નથી. અમે માત્ર ડિપોઝીટ અને ધિરાણ બાબતને પ્રાધાન્ય આપેલ નથી. જેની ખાસ નોંધ લેવી જરૂરી છે. અત્રે એક બાબત નોંધનીય છે કે વિસઇન્ડિયા ના ચેરમેન પદે કીર્તિભાઈ જે પટેલ છે અને તેમની કોપરસીટી મરચન્ટ એસોસિએશન માટે ની વિમા સુરક્ષા યોજના ના પ્રોજેક્ટ ચેરમેન તરીકે કોપરસીટી ગ્રુપે નિમણૂક કરી છે. જે ભવિષ્ય માં વિસઇન્ડિયા ની જેમ કોપરસીટીને ઍક નવી દિશા આપશે તેમાં કોઈ શંકા લાગતી નથી.આ ઍક ચમત્કાર નથી પણ સહકારી ક્ષેત્રના અર્થશાસ્ત્ર નો સફળ પ્રયોગ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us