Select Page

તંત્રી સ્થાનેથી…ભારતીયોનો વિરોધ કરનાર અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અમેરિકન ભારતીયોના ૨૦ લાખ મતો માટે નરેન્દ્રભાઈ મોદીનો ઉપયોગ કરવા માગે છે !

તંત્રી સ્થાનેથી…ભારતીયોનો વિરોધ કરનાર અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અમેરિકન ભારતીયોના ૨૦ લાખ મતો માટે નરેન્દ્રભાઈ મોદીનો ઉપયોગ કરવા માગે છે !

તંત્રી સ્થાનેથી…ભારતીયોનો વિરોધ કરનાર અમેરિકન પ્રમુખ ટ્રમ્પ

અમેરિકન ભારતીયોના ૨૦ લાખ મતો માટે નરેન્દ્રભાઈ મોદીનો ઉપયોગ કરવા માગે છે !

કોરોનાની મહામારીની વચ્ચે આગામી નવેમ્બર માસમાં અમેરિકાના પ્રમુખપદની ચુંટણી આવી રહી છે. અમેરિકાના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે દાવેદારી કરી છે. જે ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આમંત્રણને માન આપી ભારત આવી ભારતની સમૃધ્ધિ જોઈ ભારતીયોને હવે અમેરિકામાં રહેવાની જરૂર નથી તેવુ મનોમન નક્કી કરનાર ડોનાલ્ડ ટ્રમ્પે ભારત આવ્યા બાદ અમેરિકા જઈ ભારતીય વિરોધી અનેક હુકમ કર્યા છે. જેને લઈને ૨૦ લાખ અમેરિકન ભારતીયોને થોડા ઘણા અંશે અસર પહોચે છે. અમેરીકામાં વસતા ૨૦ લાખ એવા ભારતીયો છે કે જે એચ-૧ વીઝા ઉપર નોકરીઓ કરે છે અને ૨૦ લાખ ભારતીયો ડીપેન્ડન્ટ એચ-૧-બી વીઝા ઉપર છે. તેમને અત્યારે ટ્રમ્પના તાજેતરના હુકમને લઈ નોકરી વિહોણા બનવાનો વારો આવ્યો છે. ટ્રમ્પે આ એચ-૧ બી વીઝા કેન્સલ કરવાના પરિપત્ર ઉપર સહી કરતા જણાવ્યુ હતુ કે, આ નિર્ણય એટલા માટે લઈ રહ્યો છું કે બહારથી આવી નોકરી મેળવી નોકરીઓની તંગી ઉભી કરતા લોકો નહી હોય તો અમેરિકન લોકોને વધારેમાં વધારે નોકરીનો લાભ મળશે. ત્યારબાદ ઓનલાઈન અભ્યાસ કરતા પરદેશી વિદ્યાર્થીઓને અમેરિકા છોડવુ પડે તેવો હુકમ કર્યો. આ હુકમથી અનેક ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકા છોડવુ પડતુ હતુ. તે હુકમ પાછળથી પાછો ખેંચી લીધો પણ ચુંટાઈને આવ્યા બાદ ટ્રમ્પ આ નિર્ણય લઈ શકે છે. આવા ભારત વિરોધી ટ્રમ્પ આગામી ચુંટણી જીતવા માટે હ્યુસ્ટનમાં યોજાયેલ “હાઉડી મોદી”, અમદાવાદ આયોજીત “નમસ્તે ટ્રમ્પ”ના વિડીયોનો ચુંટણી પ્રચારમાં ઉપયોગ કરી ૨૦ લાખ ભારતીય મતદારોને આકર્ષવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ભારતીયોને વધારેમાં વધારે નુકશાન કરી હવે ટ્રમ્પને ભારતીયો યાદ આવ્યા છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ કોઈ સંબંધીના ઘેર જાય તેની જાહોજલાલી જોઈ ખુશ થવાની જગ્યાએ સંબંધીની જાહોજલાલીની ઈર્ષા કરે તેવુ, ટ્રમ્પે કહ્યુ છે કે ભારતીયોને હવે અમેરિકામાં રહેવાની જરૂર નથી તેમ ભારતીયોને નુકશાન થાય તેવા હુકમ કર્યા બાદ ટ્રમ્પને ચુંટણી ટાઈમે ભારતીયો યાદ આવ્યા છે. ટ્રમ્પના આ હુકમોને લઈને ભારતીય આઈ.ટી.કંપનીઓ પણ મુશ્કેલીમાં આવી ગઈ છે. આવા ભારત વિરોધી ટ્રમ્પ ભારતના વડાપ્રધાનનુ નામ વટાવી ભારતીય મતો મેળવવા નીકળ્યા છે. ટ્રમ્પના તાજેતરના હુકમોને લઈ અમેરિકામાં વસતા ૨૦ લાખ ભારતીયોને થોડી ઘણી અસર થાય છે. ૨૦ લાખ કરતા વધારે ભારતીયો એચ-૧ વીઝા ઉપર છે. તેમના એચ-૧ વીઝા રીન્યુ ન થાય તો તેમને તમામને ભારત પરત આવવુ પડે. ચુંટણી પછી ટ્રમ્પ આવુ કરી શકે છે. ૨૦ લાખ એચ-૧-બી વીઝાના ડીપેન્ડન્ટના વીઝા કેન્સલ કર્યા છે. જેથી તે અત્યારે નોકરી વિહોણા છે. એટલે અમેરિકા સાથે સંકળાયેલા સાઈઠ લાખ લોકોના કુટુંબના પાંચ માણસ ગણીએ તો ત્રણ કરોડ ભારતીયોને આડકતરી રીતે નુકશાન પહોંચે છે. આવુ ભારતીયોને નુકશાન કરનાર ટ્રમ્પ હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આડકતરી મદદ માટે નીકળ્યા છે. નરેન્દ્રભાઈ મોદી કદાચ અમેરિકા મહાસત્તા હોવાથી તેના પ્રમુખનો સીધો વિરોધ ન કરી શકે પણ ટ્રમ્પને મદદ થાય તેવા વક્તવ્યો ન આપે તે યોગ્ય ગણાશે. અમેરિકામાં નરેન્દ્રભાઈ મોદીનું મોટુ નેટવર્ક ભારતીયોમાં છે. તેના માધ્યમથી ટ્રમ્પનો વિરોધ કરે તેવો સંદેશો પહોંચતો કરવો જોઈએ. ટ્રમ્પ કોરોના મહામારી અટકાવવામાં નિષ્ફળ જવાના કારણે અમેરિકામાં તેમની ચાહના ઓછી થઈ છે. જો ભારતીય મતોથી ટ્રમ્પ ફરીથી આવી જશે તો ભારતીયોને વધારેમાં વધારે નુકશાન કરશે. કદાચ નરેન્દ્રભાઈ મોદી ટ્રમ્પને મદદ કરશે તો ત્રણ કરોડ ભારતીયોની નારાજગીનો ભોગ બનશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us