Select Page

દેળીયાની દેખરેખમાં નિષ્ફળ પાલિકા ધરોઈના વધામણામાં હરખપદુડુ

દેળીયાની દેખરેખમાં નિષ્ફળ પાલિકા ધરોઈના વધામણામાં હરખપદુડુ

ઉનાળામાં મેદાન બની ગયેલા તળાવમાં સફાઈ કરવાની સુજ પડી નહી

દેળીયાની દેખરેખમાં નિષ્ફળ પાલિકા ધરોઈના વધામણામાં હરખપદુડુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ધરોઈ ડેમ ઉત્તર ગુજરાતની જનતા માટે જીવાદોરી સમાન છે. જ્યારે વિસનગરનું ઐતિહાસિક દેળીયુ તળાવ શહેરના ટ્યુબવેલ માટે જીવતદાન આપનારૂ છે. ત્યારે દેળીયા તળાવની દેખરેખમા નિષ્ફળ નિવડનાર પાલિકા તંત્ર ધરોઈના વધામણા કરવા હરખપદુડુ થતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઘર આગણાનું તળાવ સ્વચ્છ નહી કરી શકનાર પાલિકાના વહીવટમાં નિષ્ફળ જનાર સત્તાધીશો કઈ પ્રસિધ્ધી માટે ધરોઈના વધામણા કરવા દોડી ગયા તેની ચકચાર જાગી છે.
વિસનગર દેળીયુ તળાવ ભરવા માટે કોઈ પ્રયત્ન નહી કરનાર પાલિકાના પ્રમુખ, ચિફ ઓફિસર તથા કેટલાક સભ્યો ધરોઈ ડેમમાં પાણીની આવક થતા ડેમ સુધી વધામણા કરવા દોડી જતા પાલિકા તંત્રની આ કાર્યવાહીની ભારે ટીકા થઈ છે. પાલિકા તંત્રની ધરોઈ ડેમની મુલાકાતથી લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે પાલિકાના ખર્ચે ધરોઈ ડેમ સુધી ફરવા જવાનો જેમની પાસે સમય છે તેમણે શુ વર્ષમા એક વખત શહેરના ઐતિહાસિક દેળીયા તળાવની મુલાકાત લીધી છે ખરી? પાલિકાના જવાબદારોની નિષ્કાળજી અને તળાવ પ્રત્યેની ઉપેક્ષાના કારણે ગત ઉનાળામાં દેળીયા તળાવની હાલત ખરાબ થઈ ગઈ હતી. તળાવમા પાણી સુકાતા મેદાન થઈ ગયુ હતું. તળાવમા પાણી સુકાતા તેમાં ઉગેલ વનસ્પતિ અને ઝાડી જાખરા સાફ કરી તળાવ સ્વચ્છ કરવાની તક હતી. પરંતુ ભરેલા તળાવમાં લીલ અને વેલ કાઢવાના ટેન્ડર પાડી ખોટા બીલો મંજુર કરવામાં રસ ધરાવનાર પાલિકા તંત્રને સુકાઈ ગયેલા તળાવની સફાઈ કરવામાં કોઈ રસ જોવા મળ્યો ન હતો. કારણકે સુકાયેલા તળાવની સ્વચ્છતામાં શુ લેવાનુ? કોઈ સેવા કરવા આવતુ નથી. લાભ વગર કામ કરવામા કોઈને રસ નથી.
ચોમાસા પહેલા પાલિકા દ્વારા દેખાવા પુરતા તળાવના આવરા સાફ કરવામાં આવ્યા હતા. પરંતુ પીડારીયાથી વડનગર હાઈવેને જોડતો રોડજ બનતા કોન્ટ્રાક્ટરોએ રોડની સાઈડમાં પાણીના આવરા રોકે તે રીતે માટી ઠલવતા આ માટી દુર કરવા માટે પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોતી. ૨૦ દિવસ પહેલા ધોધમાર વરસાદ પડતા પીંડારીયા થી વડનગર રોડ ઉપરનુ રેલ્વેનાળુ ભરાઈ ગયુ હતું. પાલિકાએ રોડ સાઈડની માટી સાફ કરી હોત તો તળાવ અત્યારે ભરાઈ ગયુ હોત. જેમના પાપે દેળીયુ ન ભરાયુ તે પાલિકા તંત્ર પછી ધરોઈના વધામણા કરવા જાય તો લોકોને અજુગતુ લાગે કે નહી? ગત અઠવાડીયે આવેલ ભારે વરસાદમાં માર્ગ મકાન પંચાયત વિભાગના મજુરો દ્વારા રેલ્વેનાળાની સાઈડો ખોદી પાણી માટેનો માર્ગ કરવામાં આવતા દેળીયા તળાવમા આ તરફના આવરામાં પાણી શરૂ થયુ હતું. દેળીયામાં પાણીની આવક થતા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી અને કેટલાક સભ્યો જોવા જરૂર ગયા હતા. જે પાણીની આવક જોઈ કદાચ મનથી વિચારતા હશે કે અમે તો કોઈ પ્રયત્ન કર્યો નથી પછી દેળીયામાં પાણી આવ્યુ ક્યાંથી?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts