Select Page

વિસનગર પાલિકાની નિષ્કાળજીથી ચાર રસ્તાઓ તબેલામાં ફેરવાયા

વિસનગર પાલિકાની નિષ્કાળજીથી ચાર રસ્તાઓ તબેલામાં ફેરવાયા

વિસનગર પાલિકાની નિષ્કાળજીથી ચાર રસ્તાઓ તબેલામાં ફેરવાયા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં અત્યારે રોડ ઉપર રખડતી ગાયોનો ખુબ જ ત્રાસ છે શહેરના દરેક માર્ગો ઉપર ગાયોના ધાડેધાડા જોવા મળી રહ્યા છે. રખડતી ગાયોના લીધે વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. અગાઉ પાલિકાના પ્રથમ ટર્મના પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે ચોમાસામાં રખડતી ગાયોના ત્રાસમાંથી લોકોને મુક્ત કરાવવા માલધારીઓ સાથે મીટીંગ કરી રખડતી ગાયોને પુરવાની કાર્યવાહી કરી હતી. ત્યારે હાલના પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી અને ચિફ ઓફીસર અશ્વિનભાઈ પાઠક હાથ ઉપર હાથ ધરી લોકોની હેરાનગતીનો તમાશો જોતા વિસનગર શહેરના ચાર રસ્તાઓ ગાયોના તબેલા બની ગયા છે.
અત્યારે ચોમાસામાં વિસનગર શહેરના દરેક માર્ગો ઉપર રખડતી ગાયોનો ખુબજ ત્રાસ વધી ગયો છે. પરંતુ હિન્દુ સંસ્કૃતીમાં ગાયને માતાનુ સ્થાન આપ્યુ હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ રખડતી ગાયોનો ત્રાસ સહન કરી રહ્યા છે. ત્યારે ગોપાલકો હિન્દુ સમાજની લાગણીનો દુર ઉપયોગ કરી ગાયોને રખડતી છોડી રહ્યા છે. અત્યારે શહેરના દરેક ચાર રસ્તાઓ ઉપર રખડતી ગાયોના ધાડેધાડા જોવા મળી રહ્યા છે. શહેરના ચાર રસ્તાઓ જાણે તબેલા હોય તેમ રખડતી ગાયો અડીંગો જમાવીને રોડ વચ્ચે બેસી જાય છે. રખડતી ગાયોના લીધે રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. જેમા વાહનચાલકોને નાની-મોટી ઈજાઓ પણ થાય છે. વાહનચાલકો અને રાહદારીઓના હિતમાં રોડ ઉપર રખડતી ગાયોને પકડીને પુરવાની કાર્યવાહી કરવા નામદાર હાઈકોર્ટ તંત્રને આદેશ પણ કર્યો છે. પરંતુ વિસનગર નગરપાલિકાના પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી અને ચિફ ઓફીસર અશ્વિનભાઈ પાઠક શહેરની પ્રજાના હિતમાં હાઈકોર્ટના આદેશનુ પાલન કરી રખડતી ગાયોને પુરવાની કાર્યવાહી કરવાને બદલે પ્રજાને થતી હેરાનગતીનો તમાશો જોઈ રહ્યા છે. પાલિકાના સત્તાધિશો પોતાનો હોદ્દો સાચવવા શહેરમાં ધૃતરાષ્ટ્ર બનીને ફરી રહ્યા છે. અગાઉ પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે ચોમાસામાં શહેરના જાહેર માર્ગો ઉપર રખડતી ગાયોનો ત્રાસ દુર કરવા શહેરના માલધારીઓ સાથે મીટીંગ યોજી રખડતી ગાયાને ડબ્બામાં પુરવા એક એજન્સીને કોન્ટ્રાક આપી હિંમતભરી કાર્યવાહી કરી હતી. આ સમયે શહેરના નાગરિકોએ પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેનની કામગીરીને બિરદાવી હતી. ત્યારે હાલના પ્રમુખ સહિતના સત્તાધિશો મતોનું રાજકારણ રમવા રખડતી ગાયોને પુરવાની કોઈ કાર્યવાહી ન કરતા પ્રજામાં ભારોભાર રોષ ફેલાયો છે. અત્યારે લોકો પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલના શાસનને યાદ કરી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us