Select Page

જુના સેવાલીયા રોડના નેળીયામાં ત્રણ ફૂટ પાણી પીંડારીયાના આડેધડ વિકાસથી ૫૦૦ વીઘા ખેતી નિષ્ફળ

જુના સેવાલીયા રોડના નેળીયામાં ત્રણ ફૂટ પાણી પીંડારીયાના આડેધડ વિકાસથી ૫૦૦ વીઘા ખેતી નિષ્ફળ

જુના સેવાલીયા રોડના નેળીયામાં ત્રણ ફૂટ પાણી
પીંડારીયાના આડેધડ વિકાસથી ૫૦૦ વીઘા ખેતી નિષ્ફળ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાની નિષ્કાળજીથી કોન્ટ્રાક્ટર દ્વારા પીંડારીયા તળાવનો આડેધડ વિકાસ કરવામાં આવતા સેવાલીયાના જુના રોડના નેળીયામાં ત્રણ ફૂટ પાણી ભરાયુ છે. કાચા નેળીયામાં વાહન લઈને કે ચાલતા જઈ શકાય તેમ નહી હોવાથી નેળીયા આસપાસની ૫૦૦ વીઘા ખેતી નિષ્ફળ જતા પાલિકા તથા કોન્ટ્રાક્ટરના પાપનો ભોગ ખેડૂતોને બનવુ પડ્યુ છે. પાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલે ચીમકી આપી છેકે, વરસાદી પાણીના નિકાલનો કાયમી ઉકેલ લાવવામાં નહી આવે તો પાલિકાને કોર્ટમાં લઈ જઈશ. જ્યારે કૈલાસ ટેકરીના ગંગારામભાઈ પટેલ ગળીયાએ જણાવ્યુ છેકે સમાધીઓની જવાબદારી નહી સ્વિકારે ત્યા સુધી તળાવ વિકાસનુ કામ પૂર્ણ થશે નહી.
પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલની ચીમકી – પાલિકા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહી કરે તો કોર્ટ સુધી કાર્યવાહી કરતા ખચકાઈશ નહી
વિસનગરના પીંડારીયા તળાવનો વિકાસ પાલિકા સત્તાધીશોને ફળ્યો છે. જ્યારે આ વિસ્તારના ખેડૂતોને નડ્યો છે. તળાવ વિકાસમાં તળાવની ફરતે લોખંડની જાળી વાળો વરંડો બનાવવામાં આવ્યો છે. જમીન લેવલથી એક ફૂટ ઉંચી દિવાલ બનાવી ઉપર જાળી લગાવવામાં આવી છે. અગાઉ દિવાલ નહોતી ત્યારે પીંડારીયાથી સેવાલીયા તરફના જુના રોડના નેળીયાનુ વરસાદી પાણી ખુલ્લામાં જતુ હતુ. પરંતુ વરંડો બનાવવાના કારણે વરસાદી પાણીના નિકાલ માટે પાઈપો નેળીયાથી બે ફૂટ ઉંચાઈએ નાખવામાં આવતા અત્યારે સેવાલીયાના જુના રોડના કાચા નેળીયામાં ત્રણ ફૂટ પાણી ભરાયુ છે. આ સીવાય તળાવના પાણીની આવકના આવરા પછીના વહેળામાં રસ્તા માટે જે પાઈપો નાખવામાં આવી છે તેનુ લેવલ પણ ઉંચુ છે. તળાવના પાછળના ભાગે હુહુ તળાવ તરફ પાણીનો નિકાલ થાય છે તે દિવાલ પણ એક ફૂટ ઉંચી બનાવવામાં આવતા વરસાદી પાણી ભરાયેલુ રહે છે. તળાવ વિકાસની કામગીરીમાં પાલિકા દ્વારા
પાલિકા સમાધીઓના વિકાસની જવાબદારી નહી સ્વિકારે તો વિકાસ કામ પુર્ણ નહી થાય પીંડારીયા તળાવની પાસેની કૈલાસ ટેકરી ઉપર પટેલ ગંગારામભાઈ ગળીયા છેલ્લા ૩૦ વર્ષથી રહે છે. તળાવની ફરતે વરંડો બનાવતા કૈલાસ ટેકરી જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. કૈલાસ ટેકરી જવા માટે વરંડો કુદીને અત્યારે જવુ પડે છે. કૈલાસ ટેકરી જવા ઝાંપો મુકવાનુ જણાવ્યુ હતુ. પરંતુ કોન્ટ્રાક્ટરે ઝાંપો મુક્યો નથી. ગંગારામ ગળીયાએ જણાવ્યુ છેકે, પીંડારીયા તળાવ વિસ્તાર સંતો અને શૂરાઓની સમાધીની ભૂમિ છે. વિસળદેવ રાજા વખતે વિરગતી પામેલા શૂરો અને પુરોની અહી સમાધી છે. રાજકોટ અને પોરબંદર રહેતા આ વિરોના વસંજો દર ત્રણ ચાર મહીને આવી સમાધીએ પૂજા કરે છે. તળાવ અને સમાધીઓ વચ્ચે વરંડો કરી પાલિકા સત્તાધીશોએ મોટી ભૂલ કરી છે. પાલિકા આ સમાધીઓની જવાબદારી નહી સ્વિકારે ત્યાં સુધી તળાવ વિકાસનુ કામ પૂર્ણ થશે નહી. ગત ચોમાસામાં લાલ બંગલા તરફથી ૨૦૦ ફૂટ જેટલી દિવાલ તુટી ગઈ હતી. આ વર્ષે વર્ષો જૂની ૫૦ ફૂટ જેટલી દિવાલ તુટી ગઈ છે. તળાવ વિકાસના કામ સાથે પાલિકા સમાધીઓ શણગારશે નહી ત્યાં સુધી તળાવ વિકાસનુ કામ પુર્ણ થશે નહી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us