Select Page

વિસનગર પાલિકા દ્વારા રૂા.૧૦ કરોડના વિકાસ કામ ધમધમશે

વિસનગર પાલિકા દ્વારા રૂા.૧૦ કરોડના વિકાસ કામ ધમધમશે

રૂા.૪.૫ કરોડના કામની ટુંક સમયમાં મંજુરી મળશે

વિસનગર પાલિકા દ્વારા રૂા.૧૦ કરોડના વિકાસ કામ ધમધમશે

પ્રમુખ વર્ષાબેન પટેલે ગાંધીનગરના ધક્કા ખાઈ વિવિધ મંજુરીઓ મેળવી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના કાળની અસરોમાંથી બહાર આવેલ વિસનગર પાલિકા દ્વારા હવે વિકાસ કામોનો ધમધમાટ શરૂ થશે. રૂા.૪.૨૭ કરોડના ખર્ચના વિકાસ કામોની તાંત્રીક મંજુરી મળી છે. જ્યારે બીજા રૂા.૪.૫ કરોડના વિકાસ કામોની ટુંક સમયમાં મંજુરી મળશે. વિવિધ વિકાસ કામોની મંજુરી મેળવવામાં પ્રમુખ વર્ષાબેન પટેલ તથા ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક ગાંધીનગરના ધક્કા ખાઈ સતત સંપર્કમાં રહેતા તેનુ આ પરિણામ મળ્યુ છે. પાલિકાના તમામ સભ્યોના સહકારથી વિકાસ કામ શક્ય બનશે તેવુ પ્રમુખે જણાવ્યુ હતુ.
વિસનગર પાલિકાની ચુંટણીમાં ભાજપની સ્પષ્ટ બહુમતી બાદ વિકાસ કામો શરૂ થવા જોઈતા હતા. પરંતુ કોરોના મહામારીની બીજી લહેરના કારણે ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતા તમામ કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. જૂન-જુલાઈ-૨૦૨૧ માં કોરોનાની અસર ઓછી થતાની સાથેજ પ્રમુખ વર્ષાબેન પટેલ અને ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકે ગાંધીનગરના આટા ફેરા શરૂ કરી દીધા હતા. પ્રમુખને જ્યારે પણ ફોન કરીએ ત્યારે ગાંધીનગર છુ તેવો જવાબ મળતો હતો. ત્યારે એમ લાગતુ હતુ કે પ્રમુખના ગાંધીનગર આટલા આટા ફેરા કેમ? ગાંધીનગરના આ ધક્કાનુ પરિણામ હવે જોવા મળી રહ્યુ છે. સ્વર્ણિમ યોજના અંતર્ગત રૂા.૭૩ લાખના વિકાસ કામોની વહિવટી મંજુરી મળી છે. જ્યારે પંદરમાં નાણા પંચમાં રૂા.૩.૫૪ કરોડના કામોની તાંત્રીક મંજુરી મળી છે. આમ કુલ રૂા.૪.૨૭ કરોડના ખર્ચે ૯૮ વિકાસ કામ ટુંક સમયમાં શરૂ થશે. આ સીવાય બીજા રૂા.૪.૫ કરોડની રકમના કામોની મંજુરી પાઈપલાઈનમાં છે. જે મંજુરી આગામી સપ્તાહમાં મળી જવાની પુરેપુરી શક્યતા છે. આમ ઘણા લાબા સમય બાદ એકાદ માસમાં રૂા.૯ થી ૧૦ કરોડના ખર્ચે વિકાસ કામ શહેરમાં ધમધમતા થશે. વિકાસ કામોનો જશ એકલા લેવાની જગ્યાએ પ્રમુખ વર્ષાબેન પટેલે જણાવ્યુ છેકે પાલિકાના સાથી કોર્પોરેટરોના સાથ સહકારથી શહેરમાં વિકાસ કામ હાથ ધરવાનુ શક્ય બન્યુ છે.
રૂા.૪.૨૭ કરોડના ખર્ચે જે વિકાસ કામોની તાંત્રીક મંજુરી મળી છે તેમાં મોટા કયા વિકાસ કામોનો સમાવેશ થાય છે તે જોઈએ તો, રૂા.૩૦ લાખના ખર્ચે ગોવિંદચકલાથી બહુચર માતાના મંદિર થઈ બાપુના ચોરા સુધી સી.સી. રોડ, રૂા.૩ લાખ ધુળીમાના પરામાં મંદિર ચોકમાં સી.સી.રોડ, રૂા.૩.૭૩ લાખમાં વસુંધરા સોસાયટીમાં જતો રોડ તોડી નવીન સી.સી.રોડ, રૂા.૩.૯૨ લાખ પીંડારીયા તળાવ સી.સી.રોડ, રૂા.૩.૪૨ લાખ દેળીયા તળાવ પાસે ભીમનાથ મહાદેવમાં પેવર બ્લોક, રૂા.૨૦.૬૧ લાખના ખર્ચે પીંડારીયા તળાવ આર.સી.સી. વૉલ, રૂા.૩.૨૦ લાખ માધવપાર્ક સોસાયટી તળાવ પાસે પ્રોટેક્શન વૉલ, રૂા.૫.૦૪ લાખ કડા દરવાજા પાસેની બે આંગણવાડીનો વરંડો ઉંચો કરી પેવર બ્લોક, રૂા.૨૦ લાખ ધરોઈ કોલોની રોડ ઉપર ગટરલાઈન, રૂા.૩.૪૧ જમાઈપરામાં નવીન ગટરલાઈન, રૂા.૪.૬૫ લાખ સવાલા દરવાજા બસ સ્ટેન્ડથી જમાઈપરા પાસે પે એન્ડ યુઝ સુધી તથા નવદુર્ગા ભાજીપાઉં સુધી વરસાદી પાણીની લાઈન, રૂા.૩.૧૪ લાખ કમાણા રોડ શ્રીનાથ સોસાયટીમાં ગટરલાઈન અને રોડ, રૂા.૬.૭૬ લાખ સતકૃપા સોસાયટીમાં ગટરલાઈન અને રોડ, રૂા.૨૩.૬૨ લાખ ફતેહ દરવાજા ઓવરહેડ ટાંકીથી ચામુંડાનગર સોસાયટી સુંશી રોડ સુધી પાઈપલાઈન તથા વાલ્વ સપ્લાય એન્ડ ફીટીંગ, રૂા.૫.૩૨ લાખ કડા દરવાજા દેવીપૂજકવાસ પાસેની બે આંગણવાડીનો વરંડો ઉંચો કરવો તથા પેવરબ્લોક, રૂા.૬.૧૦ લાખ પટણી દરવાજા રેલ્વે અંડરપાસ નીચે વરસાદી પાણી માટે ૩૦૫ ને જોડતી ઓપન કેનાલ, રૂા.૨૦.૩૭ લાખ ફતેહ દરવાજા પાણીની ટાંકીથી રામદેવપીર મંદિર સુધી સી.સી.રોડ, રૂા.૧૭.૬૧ લાખ વાલ્મીકી સમાજના સ્મશાનમાં ઓરડી, ચેચીસ, સી.સી.રોડ, બેઠક માટે શેડ, બાથરૂમ-સંડાસ, પેવર બ્લોક, વરંડાની દિવાલ ઉંચી કરવી તથા તાર ફેન્સીંગ, રૂા.૫.૯૮ લાખ સાકાર બંગ્લોઝમાં સી.સી.રોડ, રૂા.૫ લાખ ફતેહ દરવાજા બહાર સવગુણ સોસાયટી કેનાલ પછી રોડની સાઈડમાં બ્લોક, રૂા.૪૯.૭૨ લાખ ધરોઈ કોલોની રોડમાં સી.સી.રોડ વિગેરે કુલ ૯૮ નાના મોટા વિકાસ કામ કરવામાં આવશે. વિકાસ કામમાં નાતજાતના ભેદભાવ વગર તમામ વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us