વિસનગરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઈ
વિસનગરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઈ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાની પાંચ ગ્રામ પંચાયતની ચુંટણીની તા.૨૧-૧૨ના રોજ સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નૂતન હાઈસ્કુલના ઓડીટોરીયમ હોલમાં મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મત ગણતરી દરમિયાન પાંચ ગામોના સરપંચ અને વોર્ડના સભ્યોના ભાવિનો ફેસલો થવાનો હોઈ મત ગણતરી કેન્દ્ર બહાર ગ્રામજનો ભારે ભીડ ઉમટી હતી. જોકે મત ગણતરી દરમિયાન દરેક ગામના પંચાયતના વોર્ડના સભ્ય અને સરપંચનુ પરિણામ જાહેર થતા ગયા તેમ તેમ “કહી ખુશી કહી ગમના” દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે વર્ષો બાદ ઈ.વી.એમ.ને બદલે બેલેટ પેપરથી ચુંટણી યોજાતા મોડી સાંજ સુધી મત ગણતરીની પ્રક્રિયા ચાલી હતી. જોકે આ ચુંટણીમાં જવાબદાર મુખ્ય ચુંટણી અધિકારી દ્વારા ઉમેદવારો, એજન્ટો, મતગણતરી કરનાર કર્મચારીઓ તથા ચુંટણી કામગીરી કરનાર તાલુકા પંચાયત સ્ટાફ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં નહી આવતા તેમનો ભારે રોષ જોવા મળ્યો હતો. આ ચુંટણી પ્રક્રિયા લોકશાહી ની ઢબે શાંતિપુર્ણ રીતે થાય તે માટે વિસનગરના યુવા ટી.ડી.ઓ.રાકેશભાઈ પટેલના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ ચુંટણી અધિકારીશ્રીઓ પંકજભાઈ શ્રીમાળી, હરીશભાઈ મહેતા, મનહરભાઈ પરમાર, મદદનીશ ચુંટણી અધિકારી દિનેશભાઈ પ્રજાપતિ, ભાવિક પટેલ, હાર્દિક પટેલ, કોમ્પ્યુટર ઓપરેટર મનિષભાઈ નાયી, અજય કડીયા, સંજય પટેલ, ધ્રુવ પટેલ તેમજ દિક્ષિત પટેલ અને નિરવ નાયી રાત-દિવસ મહેનત કરતા હતા. મામલતદાર કચેરીના ચુંટણી અધિકારી બિપીનભાઈ પટેલ પણ પોતાના સેજાના ત્રણ ગામોની ચુંટણી પ્રક્રિયામા નિષ્ઠાપુર્વક ફરજ બજાવી હતી.આ ચુંટણીમા ક્યા ગામના સરપંચના અને પંચાયતના વોર્ડના ઉમેદવારને કેટલા મત મળ્યા તેની વિગત જોઈએ તો,(વિજેતા ઉમેદવારના મત પાછળ સ્ટાર(*)નુ નિશાન કરવામાં આવ્યુ છે)
ભાન્ડુ ગ્રામ પંચાયતની ચુંટણી
સરપંચના ઉમેદવાર – અમી જયંતિલાલ પટેલ-૧૫૨૨, રિન્કેશાબેન કલ્પેશકુમાર પટેલ-૨૬૯૨*, લખીબેન સુરેશજી ઠાકોર-૨૬૭ જ્યારે સભ્યના ઉમેદવાર વોર્ડ નં.૧ – કિરણબેન મુકેશભાઈ પટેલ-૨૦૮*, શોભનાબેન અરવિંદભાઈ પરમાર-૧૨૭, વોર્ડ નં.૨ – નિલમબેન સાગરકુમાર બારોટ-૧૪૬, ભારતીબેન સુરેશભાઈ પ્રજાપતિ-૧૮૮*, વોર્ડ નં.૩ – ગાયત્રીબેન ભાવેશકુમાર પટેલ-૨૩૬*, નિતુબેન રાજેન્દ્રકુમાર પટેલ-૧૨૬, વોર્ડ નં.૪ – જસ્મીન જેઠાલાલ પટેલ-૧૬૦*, દિનેશભાઈ હરજીભાઈ પટેલ-૧૪૪, વોર્ડ નં.૫ – પોપટજી બબુજી ઠાકોર-૧૩૫, ભૂપતજી જવરાજી ઠાકોર-૧૫૬, સંજયકુમાર માલાજી બારડ-૨૧૪*, વોર્ડ નં.૬ – અજય કુંવરજી ઠાકોર-૧૪૭, મયુરકુમાર મણીલાલ પટેલ-૨૫૪*, વોર્ડ નં.૭ – પાર્વતીબેન નરોત્તમભાઈ પરમાર-૨૨૫*, મિસાબેન ઉત્તમભાઈ સોજલિયા-૧૩૧, વોર્ડ નં.૮ – જ્યોત્સનાબેન ખેંગારજી રાજપૂત – બિનહરીફ, વોર્ડ નં.૯ – જ્યોત્સનાબેન દીપકજી ઠાકોર – બિનહરીફ, વોર્ડ નં.૧૦ – વિનુજી જોધાજી ઠાકોર-૩૮, વિનુજી પોપટજી ઠાકોર-૧૬૨, સંજયકુમાર રાયમલજી ઠાકોર-૨૭૯*, વોર્ડ નં.૧૧ – જીગરજી રાજુજી ઠાકોર-૧૮૫*, શૈલેષકુમાર અમૃતજી ઠાકોર-૧૮૩, વોર્ડ નં.૧૨ – રામજીભાઈ ગોવિંદભાઈ ચૌધરી – બિનહરીફ
કાંસા ગ્રામ પંચાયતની ચુંટણી
સરપંચના ઉમેદવાર – ગાયત્રીબેન ગીરીશકુમાર પટેલ-૨૮૬૧*, સવીતાબેન પ્રહલાદભાઈ પટેલ-૨૫૩૧ જ્યારે સભ્યના ઉમેદવાર વોર્ડ નં.૧ – અનિતાબેન હિતેશભાઈ પટેલ-૨૨૨, પ્રકાશબેન હિંમતસિંહ રાજપૂત-૨૯૪*, ભગવતીબેન મહેન્દ્રભાઈ પટેલ-૩૦, વોર્ડ નં.૨ – ગીતાબેન કનુજી ઠાકોર – બિનહરીફ, વોર્ડ નં.૩ – કિરીટકુમાર બાભઈદાસ પટેલ-૨૫૯*, દશરથભાઈ જોઈતારામ પટેલ-૪૩, વોર્ડ નં.૪ – નિકુલસિંહ પનાજી રાજપૂત-૧૬૯*, સેંધાભાઈ નરસિંહભાઈ પટેલ-૧૫૧, વોર્ડ નં.૫ – નરેન્દ્રભાઈ બબલદાસભાઈ પટેલ – બિનહરીફ, વોર્ડ નં.૬ – મનીષાબેન નવનીતભાઈ પટેલ – બિનહરીફ, વોર્ડ નં.૭ – કપીલાબેન હસમુખભાઈ મકવાણા – બિનહરીફ, વોર્ડ નં.૮ – આશાબેન અશ્વીનકુમાર પટેલ-૨૦૩*, ઝીલાબેન ગોવિંદભાઈ રાજપૂત-૧૯૩, વોર્ડ નં.૯ – કૃણાલકુમાર બાબુલાલ પટેલ-૧૫, મનોજકુમાર રમણલાલ પટેલ-૧૮૪*, મુકેશભાઈ બાબુભાઈ પટેલ-૩૪, વોર્ડ નં.૧૦ – વિપુલકુમાર નારાયણભાઈ પટેલ – બિનહરીફ, વોર્ડ નં.૧૧ – રાજેન્દ્રભાઈ બાબુભાઈ પટેલ – બિનહરીફ, વોર્ડ નં.૧૩ – અરૂણાબેન વીષ્ણુભાઈ પટેલ-૭૩, અશોકકુમાર શીવાભાઈ પટેલ-૨૬૦*, વોર્ડ નં.૧૪ – સવીતાબેન ગણપતભાઈ સોલંકી – બિનહરીફ
કાંસા એન.એ.ગ્રામ પંચાયતની ચુંટણી
સરપંચના ઉમેદવાર – નિમિષાબેન પ્રશાંતકુમાર પટેલ-૪૨૪૭*, પુષ્પાબેન દિનેશકુમાર પટેલ-૧૨, રીનાબેન મજેસ ભાંખરીયા-૨૪૩૯, સરોજબેન વાસુદેવ બારોટ-૧૨ જ્યારે સભ્યના ઉમેદવાર વોર્ડનં-૧ શિલ્પાબેન ભરતભાઈ પટેલ – બિન હરીફ, વોર્ડનં-ર શિલ્પાબેન આશિષકુમાર પંડયા – બિન હરીફ, વોર્ડનં-૩ અરૂણાબેન ચંદ્રેશકુમાર ભોજક-૨૪૩*, ચંદ્રીકાબેન કમલેશભાઈ રાવળ-૧૫૨, વોર્ડનં-૪ પવનકુમાર ચીમનભાઈ પ્રજાપતિ-૨૧૫, મુકેશભાઈ પ્રહલાદભાઈ સથવારા-૨૨૫*, વોર્ડનં-પ ચિંતનકુમાર રેવાભાઈ પટેલ-૨૭૮*, બાબુભાઈ નારણદાસ પટેલ-૧૨૨, વોર્ડનં-૬ જીજ્ઞેશકુમાર અંબાલાલ જોષી-૧૨૫, મુકેશકુમાર શંકરભાઈ પટેલ-૨૧૪*, રવિ વિનોદકુમાર પટેલ-૮૪, વોર્ડનં-૭ દિલીપકુમાર મફતલાલ પટેલ – બિન હરીફ, વોર્ડનં-૮ મોહીનીબેન રવિકુમાર પટેલ-૨૫૧, રમિલાબેન વિષ્ણુભાઈ પટેલ-૩૦૫*, વોર્ડનં-૯ ક્રિષ્ણાબેન હાર્દિકકુમાર પટેલ-૨૭૨*, હિનાબેન આશિષકુમાર પટેલ-૧૨૯, વોર્ડનં- ૧૦ પ્રતિમાબેન યશવંતકુમાર જયસ્વાલ-૧૯૮*, હસુમતીબેન નરેશભાઈ પટેલ-૧૮૯, વોર્ડનં-૧૧ કૃણાલ હીરાલાલ સુતરીયા-૨૩૯*, રાજેશકુમાર લક્ષ્મણભાઈ પરમાર-૧૪૧, વોર્ડનં-૧ર પંકજભાઈ રેવાભાઈ મકવાણા-૨૩, બિપિનચંદ્ર પુરૂષોત્તમદાસ રાઠોડ-૨૫૮*, વિજેન્દ્રકુમાર લક્ષ્મણભાઈ સેનમા-૧૪૨, વોર્ડનં-૧૩ મહેન્દ્રકુમાર જેઠાલાલ ચૌહાણ-૨૮૫*, મહેશભાઈ ડાહ્યાભાઈ પરમાર-૧૦૧, વોર્ડનં-૧૪ ધર્મિષ્ઠાબેન નરેન્દ્રકુમાર પરમાર-૨૦૫, મંજુલાબેન મફતલાલ પરમાર-૨૧૪*, વોર્ડનં-૧પ કૈલાસબેન નિખિલકુમાર મોદી- બિન હરીફ, વોર્ડનં-૧૬ કલ્પેશકુમાર જયંતિલાલ પટેલ-૪૮, મનોજકુમાર દિલીપસિંહ બારોટ-૨૪૪, રણજીતભાઈ નારાયણભાઈ બારોટ-૨૪૫*, રવિ કનૈયાલાલ પટેલ-૪૦
ગુંજા ગ્રામ પંચાયત ચુંટણી
સરપંચ પદે – માંઘીબેન બાબુભાઈ ચૌધરી-બિનહરીફ જ્યારે સભ્યના ઉમેદવાર વોર્ડ નં.૧ – દ્રષ્ટિબેન મનીષભાઈ ચૌધરી-૨૫૦*, મંજુલાબેન બળદેવભાઈ પ્રજાપતિ-૧૦૨, વોર્ડ નં.૨ – રેણુકાબેન રમેશભાઈ વણકર – બિનહરીફ, વોર્ડ નં.૩ – કિરનબેન ભરતજી ઠાકોર – બિનહરીફ, વોર્ડ નં.૪ – સમીનાબાનું અનવરખાન સિપાઈ – બિનહરીફ, વોર્ડ નં.૫ – દિલીપકુમાર સવજીભાઈ ચૌધરી-૭૨, ભીખાભાઈ પ્રેમજીભાઈ ચૌધરી-૧૪૪, વાજીદઅલીખાન અમાનુલ્લાખાન પઠાણ-૧૬૭*, વોર્ડ નં.૬ – નિતાબેન પ્રહલાદજી ઠાકોર – બિનહરીફ, વોર્ડ નં.૭ – જયરામભાઈ પુંજાભાઈ ચૌધરી – બિનહરીફ, વોર્ડ નં.૮ – ભીખાભાઈ હરીભાઈ ચૌધરી-૨૨૫*, વિલ્તેશકુમાર દલજીભાઈ-૧૦૪, વોર્ડ નં.૯ દશરથભાઈ અભેરાજભાઈ ચૌધરી – બિનહરીફ જ્યારે વોર્ડ નં.૧૦ બાબુભાઈ દલાભાઈ ચૌધરી-૧૦૫, હરેશકુમાર વિરસંગભાઈ ચૌધરી-૧૦૬*
સુંશી ગ્રામ પંચાયતની ચુંટણી
સરપંચના ઉમેદવાર – જીજ્ઞેશકુમાર ભરતસિંહ પરમાર-૩૩૩, મહેશભાઈ રેવાભાઈ પટેલ-૫૩૨*, રમેશભાઈ મોહનભાઈ પટેલ-૧૪૪, રામસિંહ પ્રતાપસિંહ રાજપૂત-૧૬૨ જ્યારે સભ્યના ઉમેદવાર વોર્ડ નં.૧ – મંગુબેન કિશોરભાઈ વણકર – બિનહરીફ, વોર્ડ નં.૨ – જશીબેન કેશવલાલ વાઘરી-૪૨, ભારતીબેન દિપકજી ઠાકોર-૯૧*, વોર્ડ નં.૩ – ભરતકુમાર પ્રભુદાસ પટેલ-બિનહરીફ, વોર્ડ નં.૪ – ભરતકુમાર ઈશ્વરભાઈ પટેલ-૬૮*, રમેશભાઈ લીલાચંદ પટેલ-૫૫, વોર્ડ નં.૫ – અશોકભાઈ મંગળભાઈ દેવીપૂજક-૪૪, કેશવલાલ જયરામભાઈ દેવીપૂજક-૬૫*, વોર્ડ નં.૬ – નીતુબેન કનુભાઈ ચમાર- બિનહરીફ, વોર્ડ નં.૭ – ભીખાભાઈ ડાહ્યાભાઈ ચમાર – બિનહરીફ, વોર્ડ નં.૮ – પ્રેમીલાબેન લક્ષ્મણસિંહ રાજપૂત-બિનહરીફ
વાલમ ગ્રામ પંચાયતની ચુંટણી
સરપંચના ઉમેદવાર – અમિતકુમાર અમરતલાલ પટેલ-૨૩૬૩, ખુશ્બુબેન રમેશભાઈ પટેલ-૨૩, હાર્દિકકુમાર અમરતભાઈ પટેલ-૨૬૨૫* જ્યારે સભ્યના ઉમેદવાર વોર્ડનં-૧ કિન્નરીબેન વલ્લભભાઈ પટેલ-૩૨૧, ચંદ્રિકાબેન કિર્તિભાઈ પટેલ-૩૪૯*, વોર્ડનં-ર ટીનાબેન કેતનકુમાર પટેલ-૧૦૮*, શિલ્પાબેન પ્રકાશભાઈ પટેલ-૬૦, વોર્ડનં-૩ મીતલબેન સચીનકુમાર પટેલ બિન હરીફ, વોર્ડનં-૪ આશિષભાઈ જયંતીભાઈ પટેલ બિન હરીફ, વોર્ડનં-પ મહેન્દ્રભાઈ જોઈતાભાઈ પટેલ- બિન હરીફ, વોર્ડનં-૬ રતનબેન લવજીભાઈ પરમાર-૧૧૪, સવિતાબેન દિનેશભાઈ પરમાર-૧૮૧*, વોર્ડનં-૭ અલ્કેશ લવજીભાઈ પરમાર-૧૪૪, ભાવિનકુમાર મફતલાલ વાલમિંયા-૪૯૫, વોર્ડનં-૮- નીરૂબેન ભગવાનભાઈ પરમાર-૨૪૧*, વાલીબેન કાંતિભાઈ પરમાર-૧૦૩, વોર્ડનં-૯ કૈલાસબેન કિર્તીભાઈ પટેલ-૩૦૬*, હંસાબેન હસમુખગીરી બાવા-૧૮૧, વોર્ડનં-૧૦ દક્ષાબેન જયંતકુમાર પટેલ -બિન હરીફ, વોર્ડનં-૧૧ ચેતનાબેન દિનેશજી ઠાકોર-૩૪૦*, જયાબેન દિલીપજી ઠાકોર-૩૩૦, વોર્ડનં-૧ર ખેમચંદભાઈ વિઠ્ઠલભાઈ પરમાર-૧૦૪, નગીનભાઈ નારણભાઈ વણકર-૧૬૬*