Select Page

ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બન્યા બાદ વિસનગરના વિકાસને લગતુ પ્રથમ કાર્ય પાલિકાની ડમ્પીંગ સાઈટ માટે પાંચ હેક્ટર જમીન મંજુર

ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બન્યા બાદ વિસનગરના વિકાસને લગતુ પ્રથમ કાર્ય પાલિકાની ડમ્પીંગ સાઈટ માટે પાંચ હેક્ટર જમીન મંજુર

ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બન્યા બાદ વિસનગરના વિકાસને લગતુ પ્રથમ કાર્ય
પાલિકાની ડમ્પીંગ સાઈટ માટે પાંચ હેક્ટર જમીન મંજુર
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં સુંશી રોડ ઉપરના કચરા સ્ટેન્ડની આસપાસ રહેણાંક વિસ્તાર વધ્યો છે. ત્યારે કચરા સ્ટેન્ડની ગંદકીથી રોગચાળાનો સતત ભય રહેતો હતો. કચરા સ્ટેન્ડ માટે નવી જગ્યાની મંજુરી માટેના છેલ્લા ઘણા સમયથી પ્રયત્નો થતા હતા. ત્યારે ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બન્યા બાદ વિસનગરના વિકાસને લગતા કામમાં પ્રથમ સફળતા મળી છે. જે જગ્યાની મંજુરી માટે પ્રમુખ વર્ષાબેન પટેલના સતત પ્રયત્નોથી કલેક્ટર દ્વારા ૮ લેન્ડફીલ સાઈટ માટે ૫ હેક્ટર જમીનની પાલિકાને ફાળવણી કરવામાં આવી છે.
વિસનગર પાલિકાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવા ખૂબ ઓછા વિકાસ કામ થયા છે. ત્યારે પ્રમુખ વર્ષાબેન પટેલના શાસનમાં ઘન કચરાના નિકાલ માટે લેન્ડફીલ સાઈટની મંજુરી મળી તે પાલિકાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લેખાશે. જોકે આ મંજુરી મળવા પાછળ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની વગ તથા સરકારના એક જવાબદાર મંત્રીની શેહની અસરો કારણભૂત છે. સુંશી રોડ ઉપરનુ પાલિકાનુ કચરા સ્ટેન્ડની જગ્યા બદલવાની માગણી છેલ્લા ઘણા સમયથી હતી. વર્ષો પહેલા અહી કચરા સ્ટેન્ડની જગ્યાની ફાળવણી થઈ ત્યારે આ વિસ્તાર શહેરનો બીનઉપયોગી છેવાડાનો વિસ્તાર હતો. આસપાસ રહેણાંક વિસ્તાર ઓછો હતો અને લોકોની અવરજવર પણ નહિવત હતી. શહેરનો વિકાસ થતા કચરા સ્ટેન્ડની આસપાસ રહેણાંક વિસ્તાર વધ્યો ઉપરાંત્ત વાહનોની અવરજવર પણ વધી.
પાલિકા દ્વારા સમગ્ર શહેરનો રોજે રોજનો કચરો ઠલવાતો હતો. પરંતુ કચરાના નિકાલની કોઈ વ્યવસ્થા નહી હોવાથી ડમ્પીંગ સાઈટમાં કચરાના ઢગ ખડકાયા હતા. વારંવાર કચરામાં આગ લાગવાના બનાવથી આ સમગ્ર વિસ્તારમાં ધુમાડાનુ પ્રદુષણ થતુ હતુ. કચરા સ્ટેન્ડથી રોગચાળાનો ભય રહેતા તેમજ એકઠી થયેલ ગંદકીથી લોકોની મુશ્કેલીઓ વધતા ઘન કચરાના નિકાલ માટે નવી જગ્યાની ફાળવણી માટે કલેક્ટરમાં માગણી કરવામાં આવી હતી.
ઋષિભાઈ પટેલની સુચનાથી પાલિકા ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક દ્વારા શહેરના આગામી ૨૫ થી ૩૦ વર્ષના વિકાસને અનુલક્ષીને તા.૨૫-૧૧-૨૦૨૦ ના રોજ વિસનગરના ઈંટવાડા સદરના રીસર્વે નં.૨૧૧૯ (જુનો સર્વે નં.૧૪૪૪) ની હે.આરે.૧૪-૬૪-૨૫ ચો.મી. પૈકી હે.આરે.૮-૦૦-૦૦ ચો.મી. જમીન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના ભાગરૂપે લેન્ડફીલ સાઈટ વિકસિત કરવા સારૂ નીમ કરવા માગણી કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા જીલ્લા સંકલનમાં લેન્ડફીલ સાઈટ માટે જમીન નીમ કરવા વારંવાર રજુઆત કરવામાં આવતી હતી. પરંતુ ઋષિભાઈ પટેલની ઈમેજ વધી ન જાય તેવા પ્રયત્નોના ભાગરૂપે જગ્યાની મંજુરી મળતી નહોતી.
વિસનગર પાલિકાના પ્રમુખ પદે વર્ષાબેન પટેલે ચાર્જ સંભાળ્યો કે તુર્તજ ઘન કચરાના નિકાલ માટે લેન્ડફીલ સાઈટ માટે જમીન ફાળવવા કલેક્ટર સમક્ષ વારંવાર રજુઆત કરવામાં આવી હતી. એવામાં ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બન્યા અને વિસનગરના વિકાસના જાણે દ્વાર ખુલ્યા. ઋષિભાઈ પટેલ મંત્રી બનતા સરકારી તંત્રના અધિકારીઓ ઉપર વગનુ વજન વધ્યુ. બીજી બાજુ પ્રમુખ વર્ષાબેન પટેલ દ્વારા કચરા સ્ટેન્ડ માટે નવી જગ્યાની ફાળવણી માટે સતત પ્રયત્નો શરૂ કરાયા. જેના ફળ સ્વરૂપ જીલ્લા કલેક્ટર દ્વારા પાંચ હેક્ટર જમીન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના ભાગરૂપે લેન્ડફીલ સાઈટ વિકસીત કરવા કેટલીક શરતોને આધિન નીમ કરવામાં આવી છે.
કચરા સ્ટેન્ડ માટે નવી જગ્યાની મંજુરી મળતા પ્રમુખ વર્ષાબેન પટેલે જણાવ્યુ છેકે ટુંક સમયમાં પાલિકા દ્વારા પ્રથમ જગ્યાની ચારેબાજુ વરંડો કરવામાં આવશે. ત્યારબાદ નવી જગ્યામાં કચરો ઠલવાશે. જ્યા કચરાનુ શોર્ટીંગ કરવા મશીન મુકવામાં આવશે. જેથી નવી જગ્યામાં પણ હવે કચરાના ઢગલા જોવા મળશે નહી. નોધપાત્ર બાબત છે કે, વોર્ડ નં.૯ ના કોંગ્રેસના સભ્ય હિરેનભાઈ પટેલે પણ કચરા સ્ટેન્ડની જગ્યા બદલવા તથા એકઠા થયેલા કચરાનો નિકાલ કરવા પાલિકામાં વારંવાર રજુઆત કરી હતી. જે બાબતે હિરેનભાઈ પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે પણ પત્ર વ્યવહાર કર્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts