ઉત્તરાયણ નિમિત્તે એનીમલ હેલ્પલાઈન
વિસનગરમાં જૈન એલર્ટ ગ્રૃપ દ્વારા સંચાલિત
ઉત્તરાયણ નિમિત્તે એનીમલ હેલ્પલાઈન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થનાર પશુ-પક્ષીઓની સ્થળ ઉપર સારવાર તથા સલાહ મળે તે ઉમદા હેતુ થી વિસનગર પાંજરાપોળ આયોજીત તથા જૈન એલર્ટ ગ્રૃપ દ્વારા સંચાલિત એક એનીમલ હેલ્પલાઈન તા.૧૪-૧ અને ૧૫-૧-૨૧ દરમ્યાન આયોજીત કરવામાં આવી છે. વિસનગર શહેર તથા આસપાસના વિસ્તારના પતંગની દોરીથી ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરવા નમ્ર વિનંતી કરવામાં આવી છે. (૧) ડૉ.પરેશભાઈ જે.શાહ -૯૧૭૩૬ ૭૦૫૭૮ (૨) સુનિલભાઈ રાજપુત -૯૬૨૪૪ ૪૪૫૧૧ (૩) દિનેશ પ્રજાપતિ – ૯૯૭૪૬૬૪૫૦૬ (૪) ઋષિ પટેલ – ૮૧૫૪૦૦૬૬૧૮ (૪) અલ્પેશ શાહ – ૯૭૨૩૫૭૬૩૯૮ (૫) કેતનભાઈ પરીખ – ૯૪૦૮૭૪૧૦૨૧ (૬) પાંજરાપોળ, વિસનગર -૨૩૨૬૫૦ નો સંપર્ક કરી શકાશે. ર્ડા.પરેશભાઈએ પતંગ રસિકોને વિનંતી કરતા જણાવેલ કે ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાણના દિવસે વહેલી સવારે તથા મોડી સાંજે પતંગ ચગાવવા નહી. જેથી માળામાંથી સવારે નીકળતા તથા સાંજે માળામાં પરત ફરતા પક્ષીઓ પતંગની દોરીથી ઘવાય નહિ. કેમ્પનુ સ્થળ – પ્રભા ક્લીનીક, રાજેન્દ્ર કોલોની, મહેસાણા રોડ, વિસનગર.