Select Page

વિસનગર ગૌરક્ષણ પાંજરાપોળની ઉત્તરાયણ નિમિત્તે દાતાઓને અપીલ

વિસનગર ગૌરક્ષણ પાંજરાપોળની ઉત્તરાયણ નિમિત્તે દાતાઓને અપીલ

૧૯૨ વર્ષથી નિરંત્તર અબોલ-નિર્દોષ, પશુ-પક્ષીઓની સેવા કરતી શાહ ખોડીદાસ ધરમચંદ પાંજરાપોળ

વિસનગર ગૌરક્ષણ પાંજરાપોળની ઉત્તરાયણ નિમિત્તે દાતાઓને અપીલ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સૌના સાથ અને સહકારથી શાહ ખોડીદાસ ધરમચંદ પાંજરાપોળ, વિસનગર ગૌરક્ષણ પાંજરાપોળ અબોલ-નિર્દોષ જીવોની સેવા-રક્ષા માટે સરાહનીય કામ કરી રહી છે. અત્યારે સંસ્થામાં ૧૦૦૦ થી વધુ પશુ પંખીઓની સાતાપુર્ણ સેવા અને જાળવણી કરવામા આવે છે. હાલમાં સંસ્થા પાસે પશુ આવાસ-ઘાસ સંગ્રહ માટેના ગોડાઉન,માંદા પશુ પંખીઓ માટે એ.સી.ઓપરેશન થિયેટર સાથેનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સોલાર લાઈટની સુવિધા ઉભી કરવામા આવેલ છે.
આપણા વિસનગર તાલુકાના ખમીરવંતા ખેડૂત મિત્રો, જીવદયાપ્રેમી દાતાઓ, સેવાકાર્યકરોના અમૂલ્ય સાથ અને સહકાર થકી સારા-નરસાં પ્રસંગે, વાર-તહેવારે અમૂલ્ય દાન-ભેટ મળ્યા કરે છે. સર્વે દાતાઓનો સંસ્થા સઃહૃદયે આભાર માને છે.
ચાલુ વર્ષે રોટરી ક્લબ વિસનગર અને સંસ્થા દ્વારા વિસનગર તાલુકાના મોટાભાગના ગામડામાં ઉત્તરાયણ પર્વના પવિત્ર પાવન દિવસે આપણી સંસ્કૃતિમાં ધાર્મિક મહીમાના કારણે અતિ મહાપુણ્ય સમાન દાન-ભેટ અને ઘાસચારો એકત્રીત કરી સંસ્થા સુધી પહોચાડી શકે તેવા ઉત્સાહી-જીવદયાપ્રેમી કાર્યકર આવકાર્ય છે. સેવા આપવા ઈચ્છતા પુણ્યશાળી શ્રી રાહુલભાઈ શાહ (મો.નં.૯૮૨૫૦ ૫૪૪૮૮) અથવા રોટરી પ્રમુખ શ્રી ગજેન્દ્રભાઈ દોશી(મો.નં.૯૩૨૮૨ ૯૧૩૨૧)નો સંપર્ક કરવા નમ્ર વિનંતી.
સંસ્થાની પ્રગતિમાં દાતાઓના અમૂલ્ય સાથ સહકાર મળી રહ્યો છે. ઉતરાયણ નિમિત્તે સંસ્થાને આર્થિક દાન-ભેટ તેમજ ઘાસ સ્વરૂપે દાન-ભેટ આપી-અપાવી સહયોગી થવા અપીલ કરવામાં આવી છે. સંસ્થાની પ્રગતિમાં દાતાઓનો અમૂલ્ય સાથ સહકાર મળેલ છે. ગત વર્ષે દાતા તરફથી મળેલ રોકડ, દાનભેટ અને ઘાસ-ચારા સ્વરૂપે મળેલ દાન બદલ સંસ્થા અંતઃકરણ પૂર્વક આભાર માને છે. ચાલુ વર્ષે અતિ વિષમ પરિસ્થિતિમાં આ સંસ્થાને આર્થિક દાનભેટ તેમજ ઘાસ સ્વરૂપે દાનભેટ આપી-અપાવી સહયોગી થશો તેવી સંસ્થાએ અપેક્ષા રાખી છે. વિસનગર જૈન એલર્ટ ગ્રૃપનો સંસ્થાને સાથ-સહકાર અવાર-નવાર મળતો રહે છે. સંસ્થા દ્વારા ઉત્તરાયણ પર્વના પવિત્ર પ્રસંગે નીચે જણાવેલ સ્થળે તા.૧૪-૧-ર૦ર૨ને શુક્રવાર સવારે ૮-૩૦થી ૧-૩૦ સુધી દાન ભેટ સ્વીકારવામાં આવશે. (૧) બજાર ટાવર- બાલાજી ગૃપ, ગણપતિ મિત્ર મંડળ, એક ટાવર – ૯૮૯૮૪૪૧૮૭૬, (ર) ત્રણ દરવાજા ટાવર- શ્રી કાળુભાઈ એમ.પટેલ – સુભાષ ઈલેક્ટ્રીક કંપની- ૯૪ર૬૦૪૮૦ર૬, હસમુખભાઈ એસ.પટેલ(જનસંઘ)- ૯૯ર૪૦ ૧પપ૯૩, હેમેન્દ્રભાઈ એ.પટેલ, અજીતભાઈ શંકરભાઈ ચૌધરી- ૯૪૨૬૧૭૪૫૯૯, (૩) ર્ડા.પરેશભાઈ જે.શાહ- ૯૮૯૮પર૯૮૦૪, અલ્પેશભાઈ શાહ- ૯૭ર૩પ૭૬૩૯૮, કેતનભાઈ પરીખ- ૯૪૦૮૭૪૧૦ર૧, (૪) કાંસા ચાર રસ્તા- રાહુલ એન.શાહ – ૯૮૨૫૦ ૫૪૪૮૮, હિમાંશુભાઈ શાહ-૯૯૦૯૪ ૬૭૯૯૧, પ્રવિણભાઈ એમ.પટેલ – ૯૮૯૮૬ ૦૩૧૩૮, હર્ષદભાઈ પારેખ- ૯૪૨૮૭ ૫૪૦૧૨ (૫)સાત ચકલી- દેવાંગભાઈ રાવલ-૭૦૧૬૪પપ૧૭૦, પિયુષભાઈ મોદી- ૯૪ર૭૪૮૮પ૪પ, વિપુલભાઈ પટેલ- ૯૭ર૭૩૭૧૧૯૭, (૬) માય ન્યુ ઈન્ડીયા ટ્રસ્ટ- રતનપોળ પાસે, સાત ચકલી વિસનગર કમલેશ વૈદ્ય-૮૧૬૦૬૦૧૧૦૭, શિવરામભાઈ પ્રજાપતિ-૯૪૨૬૪૨૬૩૧૯, (૭) વિસનગર ગંજબજાર(તા.૧૩-૧-ર૦ર૨ ને ગુરૂવારે સવારે ૯-૦૦થી ૧-૩૦) કરશનભાઈ છ.પટેલ- ૯૮રપ૦ર૧પ૪૩, પંકજભાઈ સી.પટેલ- ૯૮ર૪૩૦૧૮૩૭, રાહુલભાઈ એન. શાહ-૯૮રપ૦પ૪૪૮૮, અલ્કેશભાઈ વી.શાહ- ૯૯રપ૧ પ૦૩૧૧, વાસુદેવભાઈ મોદી – ૯૨૨૮૪ ૫૦૭૪૨, (૮) મહેસાણા ચાર રસ્તા- રાજેન્દ્રભાઈ ગાંધી- ૯૯ર૪૦ ર૬ર૯૪, પ્રવિણભાઈ નવનીતભાઈ પટેલ (બિલ્ડર)-૯૮૨૫૧ ૫૦૧૩૮, ભરતભાઈ પટેલ (લાછડી)- ૯૮૨૪૩૨૫૦૭૧,(૯) આઈ.ટી. આઈ.ચાર રસ્તા- રશ્મીનભાઈ પટેલ-૯૮૯૮૯૪૦૪૦૦, ધર્મેશભાઈ પટેલ-૯૯૨૫૦ ૧૯૩૯૧, રાજુભાઈ પટેલ – ૯૯૭૮૩૮૭૫૬૫, (૧૦) હેરીટેજ ટાઉનશીપ, કડા રોડ- હસમુખભાઈ કે. પટેલ – ૯૪૨૯૫ ૨૯૦૦૪, પ્રવિણભાઈ પટેલ – ૬૩૦૬૦ ૦૪૬૯૩, અશોકભાઈ પી.પટેલ – ૭૩૫૯૧ ૦૪૪૮૨ (૧૧) સંસ્થાની ઓફિસ- ઝાંપલી પોળ, વિસનગર (સમય સવારે ૮-૩૦થી ૬-૦૦ કલાક સુધી) અશ્વિનભાઈ સોમપુરા- ૯૪ર૯પ૩૮૩૯૦, (૧૨) સંસ્થાની વિડની ઓફિસ- દેણપ રોડ, વિસનગર (સમય સવારે૮-૩૦થી ૬-૦૦ કલાક સુધી), જયેશભાઈ મિસ્ત્રી-૯૮ર૪૬૭૬૭૪૪ નો દાન આપવા સંપર્ક કરી શકાશે. દાન આપનારે રૂબરૂ આવી શકે તેમ ન હોય તો ફોન કરી નોંધાવશો તો રૂબરૂ આવી પાવતી આપી દાન લઈ જવામાં આવશે. ધર્માદા ઘાસ આપવા સારૂ- અશ્વિનભાઈ સોમપુરા- ૯૪ર૯પ ૩૮૩૯૦, જયેશભાઈ મિસ્ત્રી-૯૮ર૪૬ ૭૬૭૪૪નો સંપર્ક કરવો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us