ઋષિભાઈ પટેલની કેબીનેટ મંત્રીની વગથી વિકાસ થશે વિસનગર તાલુકાના ૨૨ પાકા રસ્તા માટે રૂા.૨૫ કરોડ મંજુર
ઋષિભાઈ પટેલની કેબીનેટ મંત્રીની વગથી વિકાસ થશે
વિસનગર તાલુકાના ૨૨ પાકા રસ્તા માટે રૂા.૨૫ કરોડ મંજુર
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના તથા ઋષિભાઈ પટેલ સાથેના રાજકીય દ્વેષભાવમાં વિકાસમાં આડખીલીરૂપ બનવાની વૃત્તીના કારણે વિસનગર તાલુકાનો વિકાસ અટકી ગયો હતો. ત્યારે ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બનતા તેમની રાજકીય વગથી તાલુકાના કાચા રસ્તા પાકા બનાવવા તથા રીસરફેસીંગ માટે રૂા.૨૫ કરોડ મંજુર થતા લાભાન્વીત ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બનતાજ તેનો લાભ વિસનગર તાલુકાની જનતાને મળવાનો શરૂ ગયો છે. ગામડામાં રહેતા ગ્રામજનોની માગણી પ્રમાણે કાચા રસ્તા પાકા બનાવવા તથા ખખડધજ બનેલા રોડ રીસરફેસ કરવા માટેની માગણી ઘણા સમયથી હતી પરંતુ યેનકેન પ્રકારે મંજુરી મળતી નહોતી. ત્યારે તાલુકાના વિકાસ કામ માટે હંમેશા તત્પર એવા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી ૫૬.૧ કિ.મી. રોડ બનાવવા રૂા.૨૫ કરોડ મંજુર થયા છે. આયોજન બહારના રસ્તાઓના બાંધકામની કામગીરી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજુર કરી જોબ નંબર આપવા માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા કાર્યપાલક ઈજનેરને સુચના આપવામાં આવી છે.
તાલુકાના કયા ગામના કેટલા કિ.મી.ના કાચા રોડ બનાવવા કેટલી રકમ મંજુર કરવામાં આવી તે જોઈએ તો, ૩.૫૦ કિ.મી. દેણપ બાબીપુરા રોડ માટે રૂા.૧૭૫ લાખ, ૬ કિ.મી. ત્રાંસવાડ ભાલક બીલીયા રોડ (ખરોડ ક્રોસ રોડ) માટે રૂા.૩૦૦ લાખ, ૧.૯૦ કિ.મી. મહંમદપુર દેણપ રોડ માટે ૯૫ લાખ, ૩ કિ.મી. તરભ લક્ષ્મીપુરા (વાલમ) રોડ જેતલવાસણા માટે ૧૫૦ લાખ, ૨ કિ.મી. થલોટા રામપુરા(કાંસા) રોડ માટે ૧૦૦ લાખ, ૧ કિ.મી. ધામણવા – કામલપુર (ખ) રોડથી આનંદપુરા સુધીના રોડ માટે ૫૦ લાખ, ૨.૪૦ કિ.મી. રંગાકુઈ ડાગલાપરા થઈ સ્ટેટ હાઈવેને જોડતા રોડ માટે ૧૨૦ લાખ, ૦.૪૦ કિ.મી. રામપુરા કાંસાથી કાજીઅલીયાસણાના અધૂરા સીસી રોડ માટે ૨૫ લાખ, ૧.૫૦ કિ.મી. કંસારાકુઈ બેચરપુરા રોડથી મોકાજીના ટેબા કંસારાકુઈ રાવળાપુરા રોડને જોડતો રોડ માટે રૂા.૭૫ લાખ, ૧.૫૦ કિ.મી. ઘાઘરેટ(ભુસીમાતાથી) વિસનગર ગાંધીનગર સ્ટેટ હાઈવેને જોડતો રોડ સ્ટ્રક્ચર સાથે રૂા.૧૫૦ લાખ, ૧ કિ.મી. સેવાલીયા વિસનગર રોડ જોઈનીંગથી નારોડાના છાપરા સુધીના રોડ માટે રૂા.૫૦ લાખ, ૩ કિ.મી. રાલીસણા સેવાલીયા રોડ જોઈનીંગ સુંશી સેવાલીયા રોડ માટે રૂા.૧૫૦ લાખ, ૩.૩૦ કિ.મી. ઈયાસરાથી ખંડોસણ રોડ સ્ટ્રક્ચર સાથે રૂા.૨૬૫ લાખ, ૨.૬૦ કિ.મી. ચીત્રોડા મોટાથી દેણપ રોડ માટે રૂા.૧૩૦ લાખ, ૧.૨૦ કિ.મી. સેવાલીયા સુંશી રોડથી ચેહરનગર રબારી વસાહતનો રોડ માટે ૬૦ લાખ, ૪.૮૦ કિ.મી. ઘાઘરેટ ગોઠવા રોડથી કૃષ્ણ બોરથી કડા રાઠોડીપુરા ગોઠવા રોડને જોડતા રોડ માટે રૂા.૨૪૦ લાખ તથા ૨.૪૦ કિ.મી. સુંશીથી કુવાસણા – રાલીસણા રોડને જોડતો પાટના નેળીયાવાળો રોડ માટે રૂા.૧૨૦ લાખ મંજુર કરવામાં આવ્યા છે.
જ્યારે નોન પ્લાન રીસરફેસીંગ રોડમાં ૪.૨૦ કિ.મી. ઉમતા કરલી રોડ માટે ૭૦ લાખ, ૧.૩૦ કિ.મી. ગોકળપુરા(તરભ) એપ્રોચ રોડ ૨૦ લાખ, ૫ કિ.મી. સવાલા રામપુરા કાંસા રોડ માટે ૮૫ લાખ, ૧.૮૦ કિ.મી. બાકરપુર વાઘાજીપુરા રોડ માટે ૩૨ લાખ તથા ૨.૩૦ કિ.મી. દઢિયાળ મગરોડા રોડ માટે રૂા.૪૦ લાખ મંજુર કરવામાં આવ્યા છે.