Select Page

જીવન યોગ હોસ્પિટલમાં માતૃત્વ IVF સેન્ટરનો શુભારંભ

જીવન યોગ હોસ્પિટલમાં માતૃત્વ IVF સેન્ટરનો શુભારંભ

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે

જીવન યોગ હોસ્પિટલમાં માતૃત્વ IVF સેન્ટરનો શુભારંભ

જીવનયોગ નર્સિંગ હોમમાં માતૃત્વ IVF સેન્ટર નિઃસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિમાં સહાયરૂપ બનશે- મંત્રી ઋષિકેશભાઈ પટેલ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ગત રવિવારના રોજ જીવન યોગ ટ્રસ્ટ સંચાલિત જીવન યોગ નર્સિંગ હોમમાં “માતૃત્વ” IVF સેન્ટરનું લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે વડનગરના સામાજીક કાર્યકર સોમાભાઈ મોદી, ડી.એચ.ઓ.ડૉ.વિષ્ણુભાઈ પટેલ, જ્યોતિ હોસ્પિટલના ખ્યાતનામ ડૉ.મિહીરભાઈ જોષી, વિસનગરમાં ભામાશાનું બિરૂદ મેળવનાર સમાજ સેવક રાજુભાઈ પટેલ (આર.કે.), ડૉ.મહેશભાઈ ગાંધી, ડૉ.કેતનભાઈ જોષી, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ , તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અંકિતભાઈ પટેલ, શહેરના જાણીતા સેવાભાવી ડૉ.કેતનભાઈ જોષી, ડૉ.વિતાન જોષી, ડૉ.જયેશભાઈ શુકલ સહીત શહેરના અગ્રણીઓ, ટ્રસ્ટીશ્રીઓ અને હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
આ સૃષ્ટિમાં દરેક નિઃસંતાન દંપત્તીની સંતાન પ્રાપ્તિની ઝંખના હોય છે. નિઃસંતાન દંપતીઓ સંતાન પ્રાપ્તિ માટે પથ્થર એટલા દેવ કરે છે. છતાં કેટલાક દંપતીઓના ઘરે પારણુ બંધાતુ નથી. આવા નિઃસંતાન દંંપતીઓ જીવનભર માનસિક રીતે પીડાય છે. પરંતુ હવે આધુનિક IVF સારવારથી નિઃસંતાન દંપતીઓમાં સંતાન પ્રાપ્તિની આશા બંધાઈ છે. વિસનગર શહેરની જીવનયોગ ટ્રસ્ટ સંચાલિત જીવન યોગ નર્સિંગ હોમ, સ્ત્રી રોગ, પ્રસુતી, સોનાગ્રાફી, તથા લેપ્રોસ્કોપી ઓપરેશન માટે સમગ્ર પંથકમાં જાણીતુ છે. જેમાં હવે “માતૃત્વ” IVF સેન્ટર શરૂ થતા નવુ છોગુ ઉમેરાયુ છે. આ માતૃત્વ IVF સેન્ટરનું વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના જાગૃત આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે તા.ર૩-૧-ના રોજ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. આ લોકાર્પણ પ્રસંગે આરોગ્યમંત્રી
ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે જીવનયોગ નર્સિગ હોમ હોસ્પિટલ સ્ત્રી રોગ, પ્રસુતિ, સોનોગ્રાફી તથા લેપ્રોસ્કોપી ઓપરેશન માટે વર્ષોથી જાણીતી છે. આ હોસ્પિટલમા સુવિધા સાથે રાહત દરે લોકોને તબીબી સારવાર મળી રહી છે. ત્યારે આ હોસ્પિટલમાં માતૃત્વ IVF સેન્ટર નિઃસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માં સહાયરૂપ થશે. જે વિસનગર જેવા નાના શહેરમાં તબીબી ક્ષેત્રે સિધ્ધિનું ઉચ્ચ કદમ છે જો કે આ હોસ્પિટલના ટ્રસ્ટ દ્વારા છેવાડાના માનવી સુધી આધુનિક તબીબી સારવાર આપવામા આવી રહી છે. અને હવે નિઃસંતાન દંપતીઓને હોસ્પિટલમા રાહત દરે IVF સેન્ટરની સુવિધા મળશે. જેમા તબીબી ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા ડૉકટર્સની ટીમ સાથે કલાસ ૧૦૦ ઓપરેશન થિયેટર, ઈમ્પોર્ટેડ વર્ક સ્ટેશન, અત્યાધુનિક RI(Integra-3) ICSI System (સ્ત્રી બીજ તથા શુક્રાણુથી ગર્ભ બનાવવાનુ મશીન), Latest Laboratory, Latest bench top & C02 incubator(ગર્ભના વિકાસ માટે વાતાવરણ પુરુ પાડે તેવા સાધનો) તેમજ Andrology લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ કરવામા આવી છે. જેનો વિસનગર સહિત આજુબાજુના તાલુકાના લોકોને ફાયદો થશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us