Select Page

૮૦ ટકા કામ પુરા કરવાની કોશીશ કરીશ-ઋષિભાઈ પટેલ

વેપારી મહામંડળ આયોજીત સત્કાર સમારંભમાં કેબીનેટ મંત્રીનુ સન્માન કરવા લાઈન લાગી

૮૦ ટકા કામ પુરા કરવાની કોશીશ કરીશ-ઋષિભાઈ પટેલ

વિસનગર શહેરની ફરતે સરક્યુલર રૂટ બનાવવાની ઋષિભાઈ પટેલે સંકલ્પના વ્યક્ત કરી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર વેપારી મહામંડળ દ્વારા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો જાહેર સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમનુ સન્માન કરવા વિવીધ વેપારી મંડળો અને સમાજોના હોદ્દેદારોની લાઈન લાગી હતી. જેમાં ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ઘણા વર્ષ બાદ મોકો મળ્યો છે ત્યારે વિકાસ કામ પુરા થાય તેવી લોકોની આશાઓ છે. પ્રભુ પાસે પ્રાર્થના કરુ છું કે માગણીઓ પુરી કરવાની તાકાત આપે.
વિસનગરને ૨૪ વર્ષ બાદ સરકારમાં પ્રતિનિધિત્વ મળ્યુ છે. આ હોદ્દાને સ્વિકારી સન્માન કરવુ તે તમામની નૈતિક ફરજ છે. ત્યારે હજુ પણ કેટલાક લોકો કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનુ સન્માન કરવામાં મોટા સાહેબની શરમ અનુભવી રહ્યા છે. કામ કઢાવવા દોડી જતા હોઈએ તો સન્માન કરવા માટે કેમ નહી. કેબીનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળ સંપત્તી અને પાણી પુરવઠાના મંત્રી તરીકે હવાલો સંભાળ્યા બાદ ૧૪૩ દિવસે વિસનગર વેપારી મહામંડળ દ્વારા તા.૬-૨-૨૦૨૨ ને રવિવારના રોજ સાંજે ૫-૩૦ કલાકે રોટરી હૉલમાં ઋષિભાઈ પટેલનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમની સાથે માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, નવ નિયુક્ત શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ પટેલ તથા તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલનો પણ સત્કાર સમારંભ યોજાયો હતો. વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ, રોટરી ક્લબના પ્રમુખ ગજેન્દ્રભાઈ દોશી, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, વેપારી મહામંડળના હર્ષલભાઈ પટેલ એમ.જે.મેડિકલ, મહેશભાઈ પટેલ ઓમકાર પ્લાયવુડ, સિનિયર સિટીઝન્સ કાઉન્સીલના પ્રમુખ ર્ડા.જે.એન.ઝવેરી, જનરલ લાયબ્રેરીના પ્રમુખ પ્રતાપભાઈ ચૌધરી, ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ વિગેરેની ઉપસ્થિતિમાં ૩૨ સંસ્થાઓ અને સમાજો દ્વારા કેબીનેટ મંત્રીનુ પુષ્પગુષ્છ, શાલ તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. કોવીડ ગાઈડલાઈનના કારણે પ્રથમ વખત આ કેબીનેટ મંત્રીનો સત્કાર સમારંભ યોજાતા તેમનુ સન્માન કરવા લોકોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો.
સત્કાર સમારંભની શરૂઆતમાં વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યુ હતુ. જ્યારે સમગ્ર કાર્યક્રમનુ સંચાલન પટેલ ભરતભાઈ એકાઉન્ટન્ટે કર્યુ હતુ. તક મળી હતી ત્યારે ઈશ્વરભાઈ નેતાએ શહેરના બાકી વિકાસ કામોનો ચીતાર રજુ કર્યો હતો. જેમણે પથરા ખાઈને પણ દ્વેષભાવ રાખ્યા વગર વિકાસ કરનાર કેબીનેટ મંત્રીને અભિનંદન આપ્યા હતા. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે જવાબદારી મળ્યા બાદ પોતાના મત વિસ્તારમાં વાત, વિચાર અને વિષય મુકવા માટે પ્લેટફોર્મ પુરૂ પાડનાર કાળુભાઈ પટેલ, ગજેન્દ્રભાઈ દોષી અને ભરતભાઈ પટેલનો આભાર માન્યો હતો. ર્ડા.ગજેન્દ્રપ્રસાદ આચાર્ય સાહેબની પ્રતિમા મુકવાની મહેનત કરનાર દ્વારકેશભાઈ મણીયાર અને નિકેતુભાઈ મણીયારને અભિનંદન આપ્યા હતા. તેમના પ્રવચનમાં જણાવ્યુ હતું કે, પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કે માગણીઓ પુરી કરવાની તાકાત આપે. વર્ષ-૨૦૨૨ ના અંત સુધીમાં ૮૦ ટકા કામ પુરા કરવાની કોશીશ કરીશ. સિનિયર સિટીઝનોને ઘેર બેઠા જરૂરીયાત મુજબની દવાઓ મળી રહે તે માટે ટેલી મેડીશીનની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરતા હોવાનુ જણાવ્યુ હતુ.
કેબીનેટ મંત્રીએ લાગણી વ્યક્ત કરી હતી કે, વિસનગરમાંથી જે પ્રેમ મળ્યો છે તેનુ ઋણ ઉતારવાનો મોકો મળે તેવી પ્રાર્થના કરુ છું. એટલુ કામ કરવુ છેકે ભવિષ્યમાં કોઈ ધારાસભ્ય બને તો તેમના ભાગમાં કંઈ બાકી રહે નહી. મહેસાણા-વિસનગર નેશનલ હાઈવેના પ્રેઝન્ટેશનમાં અધિકારીઓ સાથે કરેલી ચર્ચાની વિગતો આપી હતી કે, કડાથી વડનગર બાયપાસ રૂટ માટેની પ્રપોઝલ છે. ત્યારે મહેસાણાથી વડનગરને જોડતો બાયપાસ રૂટ બનાવી શહેરનુ સરક્યુલર રૂટ બને તેવી સંકલ્પના છે. પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલે પણ પાલિકાની કામગીરીની વિગતો આપી હતી અને કોન્ટ્રાક્ટરોની હડતાલના કારણે ૧૦ કરોડના વિકાસ કામોનુ ટેન્ડરીંગ અટક્યુ હોવાનુ જણાવ્યુ હતુ. કાર્યક્રમમાં આભારવીધી એમ.જે.મેડીકલ વાળા હર્ષલભાઈ પટેલે કરી હતી.


BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts