Select Page

આયુષ્યમાન કાર્ડમાં તમામ રોગના ઓપરેશનનો સમાવેશ

આયુષ્યમાન કાર્ડમાં તમામ રોગના ઓપરેશનનો સમાવેશ

ભાજપના આગેવાન દિનેશભાઈ પ્રજાપતિ દ્વારા આરોગ્ય મંત્રી સમક્ષ કરાયેલ રજુઆતનો જવાબ

આયુષ્યમાન કાર્ડમાં તમામ રોગના ઓપરેશનનો સમાવેશ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ આરોગ્ય મંત્રી બન્યા બાદ શહેરના ભાજપ અગ્રણી દિનેશભાઈ પટેલ દ્વારા આયુષ્યમાન કાર્ડમાં તમામ રોગના ઓપરેશનનો સમાવેશ કરવા રજુઆત કરી હતી. જેમાં આરોગ્ય મંત્રીની ભલામણથી અધિક નિયામક(ત.સે) દ્વારા પ્રત્યુત્તર આપવામાં આવ્યો છેકે આયુષ્યમાન કાર્ડમાં તમામ રોગમાં ઓપરેશનની સારવાર આપવામાં આવે છે.
વિસનગર બક્ષીપંચ સમાજના આગેવાન ભાજપ અગ્રણી દિનેશભાઈ હરગોવિંદદાસ પ્રજાપતિ દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને રજુઆત કરવામાં આવી હતી કે, માઁ અમૃતમ કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ યોજનામાં હૃદયના અને ઘુંટણના ઓપરેશન કરવામાં આવે છે. દેશની કુલ વસ્તીમાં ૩૦ ટકા સુખી સંપન્ન, ૪૦ ટકા મધ્યમવર્ગ અને ૩૦ ટકા ગરીબ વર્ગ છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગ મસા તથા ભગંદર, કેન્સર, કરોડરજ્જુના મણકાના, નશ દબાતી હોય તેવા, ગાદીના, સારણ ગાંઠ, એપેન્ડીક્ષ, શરીરના અન્ય ભાગો જઠર, લીવર, આંખ, હાડકાના વિગેરે ઓપરેશન કરવા જાય ત્યારે ઓછામાં ઓછો રૂા.૫૦,૦૦૦ કે તેથી વધુ ખર્ચ થતો હોય છે. આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો દેવુ કરીને ઓપરેશન કરાવતા હોય છે. ત્યારે પ્રજાની સુખાકારી તથા તમામ લોકોને આરોગ્ય સેવાનો લાભ મળે તે માટે માઁ અમૃતમ તથા આયુષ્યમાન કાર્ડમાં તમામ રોગના ઓપરેશનનો સમાવેશ કરવો જોઈએ. આ ઓપરેશનમાં માન્ય સરકારી તથા ખાનગી હોસ્પિટલોનો સમાવેશ કરવો જોઈએ. તમામ ઓપરેશનની યોજના અમલમાં ન હોય તો વિધાનસભામાં બીલ પાસ કરી ગરીબ અને મધ્યમ વર્ગને મદદરૂપ બનવા વિનંતી કરવામાં આવી હતી.
તા.૧૧-૧૧-૨૦૨૧ ના રોજ દિનેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ રજુઆત સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે તા.૧-૧૨-૨૦૨૧ ના રોજ આરોગ્ય કમિશ્નરને પત્ર લખી રજુઆત પરત્વે નિયમાનુસાર યોગ્ય કાર્યવાહી કરવા સુચન કર્યુ હતુ. જે પત્ર વ્યવહાર બાદ તા.૨૭-૧-૨૦૨૨ ના રોજ અધિક નિયામક(ત.સે) ર્ડા.એચ.કે.ભાવસારે નં.પી.એમ.જે.વાય.-મા/રોગોના જા.નં.૭૨ ઓપરેશનોનો સમાવેશ/જી.મહેસાણા/ઝ્ર/૨૦૨૨ દ્વારા દિનેશભાઈ પ્રજાપતિને જાણ કરવામાં આવી છેકે, “પી.એમ.જે.વાય.-મા” યોજના અંતર્ગત પથરીના ઓપરેશન, મસા તેમજ ભગંદર, કેન્સર, કરોડરજ્જુના મણકાના ઓપરેશન, નશ દબાતી હોય તેવા ઓપરેશન તેમજ શરીરના અન્ય ભાગો જઠર, લીવર, આંખ તેમજ શરીરના હાડકાના ઓપરેશનોનો લાભ આ યોજના સાથે સંકળાયેલ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં લાભાર્થીઓને વિનામુલ્યે સારવાર આપવામાં આવે છે. જેની વિગતો યોજનાની વેબસાઈટ http://www. magujarat.com/Package Rates.html ઉપરથી મેળવી શકાશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us