Select Page

વિસનગરને એપ્રિલ સુધીમાં નર્મદાનુ પાણી મળતુ થશે-ઋષિભાઈ પટેલ

વિસનગર પાલિકા દ્વારા ૧૨૯ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાયો

વિસનગરને એપ્રિલ સુધીમાં નર્મદાનુ પાણી મળતુ થશે-ઋષિભાઈ પટેલ

પાલિકાના કર્મચારીઓને ગરીબોનો રૂપિયો પોતાના ઘરમા ન આવે તેનુ ધ્યાન રાખવા મંત્રી ઋષિકેશભાઈ પટેલની ટકોર

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર નગરપાલિકા દ્વારા રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતીમા તા.૬-૨ના રોજ એ.પી.એમ.સી. હોલમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧૨૯ લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા હતા. આ કાર્યક્રમમા પાલિકા ચિફ ઓફિસર અશ્વિનભાઈ પાઠક, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયા, પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, જીલ્લા મંત્રી નેહાબેન દવે, શહેર ભાજપ મહામંત્રી રણછોડભાઈ એચ.દેસાઈ (આર.ડી.), પ્રકાશભાઈ એમ.પટેલ, આવાસ યોજનાના ચાર્મીબેન પટેલ, અમાજી ઠાકોર, કિરીટભાઈ પરમાર, પાલિકા એસ.ઓ. સુધિરભાઈ કંસારા, પાલિકાના ભાજપના સભ્યો, કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમા ઉપસ્થિત કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે ભાજપ અને કોંગ્રેસના શાસનમાં ગરીબો માટે થયેલા કાર્યોનો તફાવત સમજાવતા જણાવ્યુ હતુ કે, વર્ષ ૧૯૭૨મા વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ ગરીબોને રોટી, કપડા, અને મકાન આપવાની જાહેરાત કરી હતી. પરંતુ તેમને ગરીબોને કંઈ આપ્યુ ન હતુ. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનુ સુકાન સંભાળતાની સાથે જ દેસના ગરીબોની ચિંતા કરી હતી. ગરીબોને પાકા મકાનો બનાવી આપ્યા છે. ખેડુતોને ટેકાના ભાવો આપ્યા છે. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે લોકોને ૨૪ કલાક વિજળી આપવાનુ કામ કર્યુ હતુ. ભાજપ સરકારે પ્રજાની સુખાકારીના અનેક કામો કર્યા છે. કોંગ્રેસના સાશનમાં સરકાર તિજોરીમાંથી નિકળતો રૂપિયા ખવાતો હતો. જ્યારે ભાજપ સરકારની તિજોરીમાથી નિકળતો રૂપિયો ખવાતો નથી. લાભાર્થીના ખતામાં સીધા પુરેપુરા રૂપિયા જમા થાય છે. વધુમા મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, આપણા મહેસાણા જીલ્લાના બે નેતાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદી અને અમિતભાઈ શાહ આખા ભારત દેશની સતત ચિંતા કરી રહ્યા છે. આજે સરકાર નલ સે જલ યોજનામાં નર્મદા મૈયાનુ પાણી ઘેર ઘેર પહોંચાડવાનું કામ કરી રહી છે. અને આગામી એપ્રિલ મહિના સુધીમાં વિસનગર તાલુકાના પ્રત્યેક ઘરમાં નર્મદાનુ પાણી મળતુ થઈ જશે. જોકે પાણીનો બગાડ ન થાય તેનુ ધ્યાન રાખવાની સૌની જવાબદારી છે. જ્યારે ગુજરાતમા રોજગારી બાબતે તેમને જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના લોકો ગુજરાતમાં રોજગારી નથી તેવી વાતો કરે છે. પણ આખા દેશમાં સૌથીવધુ રોજગાર ગુજરાતમા છે. બીજા રાજ્યો કરતા ૧૦૦ રૂપિયામાથી ૪૫ રૂપિયા પગારમાં જાય છે. અને બાકીના ૫૫ રૂપિયા પ્રજાની સુખાકારી મા વપરાય છે. તેમ જણાવી વિસનગર શહેરના જે વિસ્તારમા પાણીની સમસ્યા છે તેનુ પાલિકા દ્રારા ઝડપી નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાત્રી આપી હતી. આ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧૨૯ લાભાર્થીઓને મકાન સહાયમા કોઈપણ તકલીફ પડે અથવા કોઈ પૈસા માગે તો વિના સંકોચે તેમને જાણ કરવા જણાવ્યુ હતુ. તેમજ પાલિકાના કર્મચારીઓને ગરીબોને રૂપિયો પોતાના ઘરમાં ન આવે તેનુ ધ્યાન રાખવા ટકોર કરી હતી. આ પ્રસંગે ચિફ ઓફિસર અશ્વિનભાઈ પાઠક, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ તથા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે પોતાના ઉદ્‌બોધનમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને માર્ગદર્શન તથા સરકારશ્રી દ્વારા મળતા લાભોની માહિતી આપી તમામ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજુર થયેલા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાલિકાના એસ.ઓ. સુધિરભાઈ કંસારા, સંદિપભાઈ પટેલ, સિધ્ધેશભાઈ પટેલ સહિત પાલિકાના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમની આભાર વિધી પાલિકાના વહીવટી કુશળ ચિફ ઓફિસર અશ્વિનભાઈ પાઠકે કરી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us