Select Page

ભાન્ડુ-બોકરવાડા અને દેણપ-ખદલપુર રોડ ઉપર
રૂા.૧૪.૫૫ કરોડના ખર્ચે કોઝવે પુલ-માઈનોર બ્રીજ બનશે

ભાન્ડુ-બોકરવાડા અને દેણપ-ખદલપુર રોડ ઉપર<br>રૂા.૧૪.૫૫ કરોડના ખર્ચે કોઝવે પુલ-માઈનોર બ્રીજ બનશે

ભાન્ડુ-બોકરવાડા અને દેણપ-ખદલપુર રોડ ઉપર
રૂા.૧૪.૫૫ કરોડના ખર્ચે કોઝવે પુલ-માઈનોર બ્રીજ બનશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ નવનિયુક્ત ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા પછી તાલુકાના વર્ષો જુના અટવાયેલા વિકાસ કાર્યો રોકેટ ગતિએ થઈ રહ્યા છે. જેમાં અત્યારે મંત્રી ઋષિકેશભાઈ પટેલની ભલામણથી સરકારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં ભાન્ડુ-બોકરવાડા તથા દેણપ-ખદલપુર રોડ ઉપર કોઝવે અને પુલ બનાવવા માટે રૂા.૫.૫૫ કરોડ મંજુર કર્યા છે. આ ઉપરાંત્ત સરકારે બન્ને ગામોના રોડ ઉપર માઈનોર બ્રીજની કામગીરી કરવા માટે રૂા.૯ કરોડ મંજુર કરી જોબ નંબર ફાળવતા ગ્રામ્ય વિસ્તારોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે અગાઉ સરકારમાંથી વિસનગર તાલુકાના ગામોમાં
પાકા રોડ બનાવવા માટે રૂા.૨૫ કરોડ તેમજ કાંસા એન.એ.માં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે રૂા.૯.૨૦ કરોડ મંજુર કરાવ્યા હતા

વિસનગર ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ છેલ્લી ત્રણ ટર્મથી સતત ધારાસભ્ય પદે ચુંટાઈ રહ્યા છે. ઋષિકેશભાઈ પટેલે ધારાસભ્ય બન્યા બાદ શહેર-તાલુકાની પ્રજાની સુખાકારી માટેના અનેક વિકાસ કામો કર્યા છે. પરંતુ તેઓ એક ગાંધીનગરના અદના નેતાની ડખલગીરીના કારણે તાલુકાની પ્રજાને સ્પર્શતા કેટલાક મહત્વના વિકાસકામો કરી શકતા નહતા. પણ જ્યારથી ઋષિકેશભાઈ પટેલ ગુજરાત સરકારમાં કેબિનેટમંત્રી બન્યા છે ત્યારથી તેઓ તાલુકાની પ્રજાની સુખાકારીના વર્ષોથી અટવાયેલા મહત્વના વિકાસકાર્યો કરવા માટે સરકારની વિવિધ યોજનામાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો મંજુર કરાવી રહ્યા છે. જેમાં કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની ભલામણથી સરકારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ-૨૦૨૧-૨૨ હેઠળ વિસનગર તાલુકાના ભાન્ડુથી બોકરવાડા રોડ ઉપર ૨.૮૦૦ ચેઈનેઝ કોઝવે તથા પુલ બનાવવા માટે રૂા.૨.૫૦ કરોડ તેમજ ૦.૩૦૦ મીટર માઈનોર બ્રીજની કામગીરી માટે રૂા.૪.૧૦ કરોડ મંજુર કરાવ્યા છે. જ્યારે દેણપથી ખદલપુર રોડ ઉપર ૧.૮૫૦ અને ૨.૮૦૦ ચેઈનેઝ કોઝવે તથા પુલ બનાવવા માટે રૂા.૩.૦૫ કરોડ તેમજ દેણપ-ખદલપુર રોડ ઉપર ૦.૩૦૦ મીટર લાંબી માઈનોર બ્રીજની કામગીરી માટે રૂા.૪.૯૦ કરોડ મંજુર કરાવી બન્ને કોઝવે અને પુલ બનાવવા જોબ નંબર પણ ફાળવવામાં આવ્યો છે. અને આગામી ટુંક સમયમાં ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ વિસનગર તાલુકાના વિકાસલક્ષી મહત્વના પડતર પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા સતત કાર્યશીલ છે. થોડા સમય અગાઉ ઋષિકેશભાઈ પટેલે વિસનગર તાલુકામાં પાકા રોડ બનાવવા માટે રૂા.૨૫ કરોડ તેમજ કાંસા એન.એ. વિસ્તારમાં ગુરૂકુળ રોડ ઉપર આવેલ નિચાણવાળી સોસાયટીઓમાં ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા માટે રૂા.૯.૨૦ કરોડની માતબર ગ્રાન્ટ ફાળવી હતી. આમ અત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગુજરાત રાજ્ય કેબીનેટ મંત્રી બનતા વિસનગર તાલુકાના મહત્વના વિકાસ કાર્યો માટે રોકેટ ગતિએ કામ કરી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us