Select Page

ઋષિભાઈ પટેલનુ સાકરતુલાથી-રાજુભાઈ પટેલનુ રક્તતુલાથી સન્માન

વિસનગરમાં કોપરસીટી મરચન્ટ એસોસીએશન, વિસનગર વોલન્ટરી બ્લડબેંક, સ્વસ્તિક મિત્ર મંડળ અને કોપરસીટી ક્રેડીટ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મેગા રક્તદાન કેમ્પ સાથે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો સત્કાર સમારંભ અને ૩૧ લાખના દાતા સમર્થ ગૃપનો સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં ૭૨ વેપારી મંડળના પ્રમુખ – મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. મનુભાઈ લાછડીના પૌત્રના જન્મદિન નિમિત્તે સ્પોન્સર કરવામાં આવેલા આ કાર્યક્રમમાં ૨૫૨ બોટલનુ રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતુ.
કોપરસીટી મરચન્ટ એસોસીએશન દ્વારા થતા કાર્યક્રમો સદાય ભવ્ય અને સમાજલક્ષી હોય છે. ચાર સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે તા.૨૪-૨-૨૦૨૨ ને ગુરૂવારના રોજ ગોવિંદચકલા પટેલવાડીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જશુભાઈ પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ, ર્ડા.મહેશભાઈ ગાંધી, રૂા.૩૧ લાખની માતબર રકમનુ દાન કરનાર સમર્થ ગૃપ વતી ગોવિંદભાઈ પટેલ અને કામિનીબેન પટેલ, ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક, ભાવેશભાઈ પટેલ શ્રીજી બુલીયન, કોપરસીટી એસો.ના ૭૨ વેપારી મંડળના પ્રમુખ મંત્રી, સ્વસ્તિક મિત્રમંડળના સભ્યો વિગેરેએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. વિસનગર ડાયમંડ મર્ચન્ટ એસો.ના પ્રમુખ તથા ભાજપ અગ્રણી મનુભાઈ લાછડીના પૌત્ર રાજ ચીરાગકુમાર પટેલના જન્મદિન નિમિત્તે આ સમગ્ર કાર્યક્રમ સ્પોન્સર કરવામાં આવ્યો હતો. રક્તદાતાઓને ભેટ તથા જમણવાર મનુભાઈ લાછડી દ્વારા આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમની સ્વાગત વિધિ કોપરસીટી એસો.ના પ્રમુખ પરેશભાઈ પટેલે કરી હતી. જે પ્રસંગે પરેશભાઈ પટેલે કરી હતી. જે પ્રસંગે વોલન્ટરી બ્લડ બેંકના પ્રમુખ તથા શહેરના ભામાશા રાજુભાઈ પટેલે જણાવ્યુ હતું કે, અડધી રાત્રે પણ દરવાજો ખખડાવો ત્યારે ઉઠીને કામ કરે તેવા ત્રણ ટર્મથી તાલુકાની સેવા કરતા ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બન્યા તે ગૌરવની બાબત છે. ઋષિભાઈ પટેલે બ્લડ બેંકનો વિકાસ કરવામાં પ્રેરક બળ પુરૂ પાડ્યુ છે. પ્લાઝમા સેન્ટર માટેની મંજુરી અટકી હતી. જે ઋષિભાઈ પટેલે એકજ દિવસમાં મંજુરી અપાવી હતી. શહેરની સંસ્થાઓમાં યોગદાન આપનાર અને સેવાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનાર સમર્થ ડાયમંડ ગૃપના દશરથભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ તથા દિનેશભાઈ પટેલનો આભાર માન્યો હતો. નાની ઉંમરે ઉચ્ચ સફળતા મેળવનાર શ્રીજી બુલીયનવાળા ભાવેશકુમાર પટેલના સહયોગની પણ કદર કરી હતી. રાજુભાઈ પટેલ કોપરસીટી એસો. સાથે જોડાયેલા ૭૨ એસો.ના વેપારીઓના સહકારથી તમામ કામ સફળ થતા હોવાનુ જણાવી કિર્તિભાઈ પટેલ કલાનિકેતનની સેવાઓ બીરદાવી હતી. પૌત્રના જન્મદિન નિમિત્તે જેમણે આખો કાર્યક્રમ સ્પોન્સર કર્યો હતો તેવા મનુભાઈ લાછડીએ જન્મદિન અને મેરેજ એનિવર્સરીના પાશ્ચાત્ય સંસ્કૃતિનુ અનુકરણ કર્યા વગર આવા ખુશાલી પ્રસંગે બ્લડ બેંક, પાંજરાપોળ, વૃધ્ધાશ્રમમાં, અંધજન મંડળ, વિકલાંગ કલ્યાણ સંસ્થામાં મદદ કરવા શીખ આપી હતી. જન્મદિને ખોટા ખર્ચા નહી કરતા યથાશક્તિ દાન કરવા જણાવ્યુ હતુ.
રાજુભાઈ પટેલે બ્લડ બેંકનુ સંચાલન હાથમાં લીધુ તે પછી સૌથી વધુ માતબર રકમનુ દાન કરનાર સમર્થ ગૃપ વતી ગોવિંદભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ૨૮ માર્ચ-૨૦૨૧ના રોજ સમર્થ ડાયમંડમાં આગ હોનારત થઈ ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે તાત્કાલીક મદદ ન પહોચાડી હોત તો વર્લ્ડની બેસ્ટ ટેકનોલોજીના મશીન બળીને ખાખ થઈ ગયા હોત. આવી હોનારતના કારણે નવુ બીલ્ડીંગ બનાવવાની શીખ મળી હતી. ૩૫ વર્ષથી શહેરમાં ધંધો કરીએ છીએ. જેમાં વિસનગરનુ ઋણ હતુ. જે બ્લડ બેંક થકી ઋણ ચુકવવાનુ સમર્થ ગૃપ દ્વારા કાર્ય કરવામાં આવ્યુ છે.
આ કાર્યક્રમ દરમ્યાન કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની સાકરતુલા કરવામાં આવી હતી. જ્યારે જેમના હાથમાં સંસ્થાઓને પગભર બનાવી વિકાસ કરવાની જસ રેખા છે તેવા રાજુભાઈ પટેલની રક્તતુલા કરવામાં આવી હતી. મનુભાઈ લાછડીના પૌત્ર ચિ.રાજના જન્મની ખુશાલીમાં કેક કાપવામાં આવી હતી. જ્યારે દાતાઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં પણ નાના મોટા દાનનો પ્રવાહ થયો હતો. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનુ સન્માન કરવા વિવિધ એસો.ના પ્રમુખ મંત્રીઓની લાઈન લાગી હતી. મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહેતા પટેલવાડીનો હૉલ નાનો પડ્યો હતો.
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, રાજુભાઈ પટેલે સ્મશાન અને બ્લડબેંકનુ ભગીરથ કાર્ય ઉપાડ્યુ છે. જેમના પારદર્શક વહીવટના કારણે દાનનો ધોધ વહી રહ્યો છે. સંસ્થાઓનો જે વિકાસ થઈ રહ્યો છે તે વિસનગરના લોકોનેજ કામમાં આવવાનુ છે. સમર્થ ગૃપ દ્વારા રૂા.૩૧ લાખનુ દાન આવકારી આવા દસેક દાતા મળી જાય તો બ્લક બેંક પાયામાંથી નવી બની શકે. જન્મદિન પ્રસંગે વૃક્ષારોપણ કરવાની પણ શીખ આપી હતી. ઋષિભાઈ પટેલ પાણી પુરવઠા મંત્રીની પણ જવાબદારી સંભાળતા જળ સંચય બાબતે જણાવ્યુ હતુ કે, આજ સુજલામ સુફલામ યોજના ન હોત તો હિજરત કરવાની સ્થિતિ આવી હોત. મકાન, સ્કુલો, મોટી ફેક્ટરીઓ, સરકારી ઓફીસો વિગેરેનુ વરસાદી પાણી જમીનમાં ઉતારી રીચાર્જ કરવાની હિમાયત કરી હતી. કેબીનેટ મંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે જનતાનો સાથ નહી હોય તો સરકારની કામગીરી દેખાશે નહી. સમાજ અને સરકારનો સમન્વય થાય તોજ વિકાસ થશે. પ્રજા સુધી પહોચતી યોજનાઓમાં ક્યાંક કાણું રહી ન જાય તે રીતે સરકાર કામ કરી હોવાનુ જણાવ્યુ હતુ. ચાર સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. કાર્યક્રમનુ સંચાલન નિમેષભાઈ શાહ, કિર્તિભાઈ કલાનિકેતન તથા રમેશભાઈ પટેલે કર્યુ હતુ.

મેગા રક્તદાન કેમ્પમાં આવેલ દાનની યાદી

  • ૧૧,૦૦૦ શ્રી ગોપી મંડળ શુકન બંગ્લોઝ હસ્તે શારદાબેન
  • ૧૧,૦૦૦શ્રી સથવારા સંજયકુમાર અમૃતલાલ (ટેક્ષ એડવોકેટ)
  • ૧૧,૦૦૦ વિસનગર ટુવ્હીલ ઓટો પાર્ટસ એસોશિએશન
  • ૧૧,૦૦૦ શ્રી જયંતિભાઈ બળદેવભાઈ પટેલ શુકન પેઈન્ટસ પ્રમુખશ્રી કલર એસોશીએશન
  • ૧૧,૦૦૦ શ્રીકાનજીભાઈ ભુવાજી (બેચરપુરાવાળા)
  • ૧૦,૦૦૦ પ્રોફેસર રામાભાઈ શીવરામદાસ વિસનગર (આનંદપુરાવાળા)
  • પ૧૦૦ શ્રી કરશનભાઈ અંબારામ પટેલ હસ્તે ગૌતમભાઈ વિસનગર, હિરાબજાર,
  • પ૧૦૦ શ્રી જીતેન્દ્રકુમાર ઈશ્વરભાઈ પંચાલ (ઓમ ઈન્ડસ્ટ્રીઝ),
  • પ૦૦૧ સ્વ કંકુબેન જેઠીદાસ પટેલ (કમાણા) હસ્તે પ્રકાશભાઈ જે.પટેલ ટુ વ્હીલર મેકેનીક ગ્રૃપ પ્રમુખશ્રી
  • પ૦૦૦ મોદી કુન્દનિકાબેન જસવંતભાઈ (ભગવતી ટ્રેડીંગ કું.વાળા)
  • પ૦૦૦ શ્રી પંચાલ દીલીપકુમાર શંકરલાલ (મન એન્જીનીયરીંગ કંપની)
  • પ૦૦૦ માર્બલ એસોશીએશન.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us