Select Page

બીલ્ડર એસો.એ રૂા.૧૩.૨૫ લાખથી બ્લડ બેંકની ઝોળી છલકાવી

બીલ્ડર એસો.એ રૂા.૧૩.૨૫ લાખથી બ્લડ બેંકની ઝોળી છલકાવી

સંસ્થાના પ્રમુખ રાજુભાઈ પટેલે બીલ્ડરોને અપીલ કરતા

વિસનગરના વિકાસમાં જેમનો મહત્વનો ફાળો રહ્યો છે તેવા બીલ્ડર એસો. દ્વારા રૂા.૧૩,૨૫,૧૧૧/- ના માતબર દાનથી બ્લડ બેંકની ઝોળી છલકાવી છે. વિસનગર બીલ્ડર એસો.ના પ્રમુખ પૂજા ડેવલોપર્સવાળા હરેશભાઈ પટેલે દાનમાં સહયોગ આપનાર બીલ્ડરોનો આભાર માન્યો હતો.
વિસનગરના ભામાશા આર.કે. જ્વેલર્સવાળા રાજુભાઈ પટેલમાં મૃતપાય સંસ્થાઓને બેઠી કરી દોડતી કરવાની શક્તિઓ છે. પારદર્શક વહીવટ અને સૌને સાથે રાખવાના ગુણોના કારણે રાજુભાઈ પટેલે સંસ્થાઓના વિકાસ માટે જ્યા પણ મદદનો હાથ લંબાવ્યો છે ત્યા ધારણા કરતા પણ વધારે દાન મળ્યુ છે. રાજુભાઈ પટેલ એક વેપારી ઉપરાંત્ત બીલ્ડર પણ છે. ત્યારે વોલન્ટરી બ્લડ બેંકનો અદ્યતન વિકાસ થઈ રહ્યો છે તો સંસ્થાના પ્રમુખના નાતે શહેરના બીલ્ડરો પાસે દાન માટે અપીલ કરી હતી. ત્યારે વિસનગર બીલ્ડર એસો. દ્વારા બ્લડ બેંકના વિકાસ માટે દાન આપવાની બીલ્ડર મિત્રોમાં ટહેલ નામના દરેક બીલ્ડરોએ મોટી રકમનુ દાન આપવા ઉત્સાહ દાખવ્યો હતો. કોપરસીટી કોમર્શિયલ કો.ઓપ.ક્રેડીટ સોસાયટીના શુભારંભ પ્રસંગે બીલ્ડર એસો. દ્વારા બ્લડ બેંકમાં રૂા.૧૩,૨૫,૧૧૧/- નુ દાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
બ્લડ બેંકના વિકાસ માટે શહેરના કયા બીલ્ડર દ્વારા કેટલુ દાન આપવામાં આવ્યુ તે જોઈએ તો, (૧) તિરૂપતી બિલ્ડઝોન પ્રા.લી. સોમાભાઈ પ્રજાપતિ - રૂા.૨,૧૧,૧૧૧ (૨) પૂજા ડેવલોપર્સ ગ્રુપ - ૧,૫૧,૦૦૦ (૩) આર.કે.ડેવલોપર્સ ગ્રુપ - ૧,૦૧,૦૦૦ (૪)ભાવેશભાઈ પટેલ (કલ્પ ગ્રુપ) - ૧,૦૧,૦૦૦ (૫) દેવુભાઈ જે. પટેલ - ૧,૦૧,૦૦૦ (૬) શૈલેષભાઈ (સંસ્કૃતિ  બંગ્લોઝ) - ૧,૦૧,૦૦૦ (૭) પ્રાઈમ સીટી ગ્રુપ - ૧,૦૧,૦૦૦ (૮) અરવિંદભાઈ (જયવીર ગ્રુપ) - ૧,૦૧,૦૦૦ (૯) કૃપા ડેવલોપર્સ - ૫૧,૦૦૦ (૧૦) રાકેશભાઈ પટેલ (ગાયત્રી) - ૫૧,૦૦૦ (૧૧) શુભ ડેવલોપર્સ ગ્રુપ (પી.ડી.પટેલ,જગદીશભાઈ પ્રજાપતી,વિપુલ પટેલ) - ૫૧,૦૦૦ (૧૨) મનીષભાઈ(ગાયત્રી બિલ્ડર્સ) - ૫૧,૦૦૦ (૧૩) રોયલ ઈન્ફ્રા. ગ્રુપ, વિસનગર - ૫૧,૦૦૦ (૧૪) શ્રીનાથજી ડેવલોપર્સ (પશાભાઈ એન્ડ કમલેશભાઈ) - ૫૧૦૦૦ (૧૫)સ્વ.રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલ(હસ્તે-નટુભાઈ તથા મહેન્દ્રભાઈ) - ૫૧,૦૦૦ દાન આપવામાં આવ્યુ હતુ.
દાનની જાહેરાત બાદ વિસનગર બીલ્ડર એસો.ના પ્રમુખ તેમજ રાજુભાઈ પટેલની સાથે રહી વિવિધ સંસ્થાઓમાં દાન આપનાર પૂજા ડેવલોપર્સવાળા હરેશભાઈ પટેલે ક્રેડીટ સોસાયટીના શુભારંભની શુભેચ્છા પાઠવતા જણાવ્યુ હતું કે, વિસનગરના હરણફાળ વિકાસમાં બીલ્ડરોનો સિંહફાળો છે. રાજુભાઈ પટેલે બ્લડ બેંકમાં દાન આપવા માટે લાગણી વ્યક્ત કરી હતી. ત્યારે શહેરના બીલ્ડરોના સહકારથી રૂા.૧૩,૨૫,૧૧૧/- નુ દાન બ્લડ બેંકના લાભાર્થે આપવામાં આવ્યુ છે. જે માતબર રકમનુ દાન આપવા બદલ બીલ્ડરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us