Select Page

કોન્ટ્રાક્ટરોનું આંદોલન સમેટાયુ- ટેન્ડર ભરાશે વિસનગરમાં વિકાસ કામ ધમધમશે-રૂા.૧૧૦૨ લાખનુ ટેન્ડરીંગ

કોન્ટ્રાક્ટરોનું આંદોલન સમેટાયુ- ટેન્ડર ભરાશે વિસનગરમાં વિકાસ કામ ધમધમશે-રૂા.૧૧૦૨ લાખનુ ટેન્ડરીંગ

મોટા ભાગના ટેન્ડર એબોવ રકમના આવશે કોન્ટ્રાક્ટરોને સ્ટાર રેટનો ડીફરન્સ આપવમા આવશે

એસ.ઓ.આર. રેટ નીચા હોવાથી ભાવ વધારા માટે કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ ટેન્ડર નહી ભરવા માટેનું આંદોલન કરાયુ હતુ. કોન્ટ્રાક્ટરોની માંગણીઓ સંતોષાતા હવે પાલિકા દ્વારા રૂા.૧૧૦૨ લાખના ૧૫ ટેન્ડર પાડવામા આવ્યા છે. પાલિકામાં ભાજપ સત્તા સંભળ્યા બાદ કોન્ટ્રાકટરોની હડતાલથી વિકાસ અટકી ગયો હતો જે હવે ધમધમશે.
વિસનગર પાલિકામા વર્ષ ૨૦૨૧ના માર્ચમા ભાજપે સત્તા સંભાળી હતી. બચત ગ્રાન્ટ અને વિવિધ ગ્રાન્ટમાથી વિકાસ કામ કરવા પ્લાન, એસ્ટીમેટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેની વહીવટી અને તાંત્રીક મંજુરી પણ મળી હતી. ટેન્ડરીંગ માટેની તૈયારીઓ શરૂ કરી ત્યારે એસ.ઓ.આર.રેટ વધારાની માંગણી સાથે કોન્ટ્રાક્ટરો દ્વારા હડતાલ શરૂ થતા વિવિધ વિકાસ કામના ટેન્ડરીંગની પ્રક્રિયા અટકી હતી. જોકે વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સરકાર અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની વાતચીતથી જાણકાર હતા. જેથી ટુંક સમયમાં કોન્ટ્રાક્ટરોની હડતાલ પુર્ણ થાય તેમ જોતા તેમના માર્ગદર્શનમા વિસનગર પાલિકા દ્વારા તા.૭-૩-૨૦૨૧ના રોજ રૂા.૧૧૦૨.૫૧ લાખનું ટેન્ડરીંગ કરવામા આવ્યુ હતુ. જેમાં ટેન્ડર ભરવાની મુદ્‌ત પણ લાંબી રાખવામા આવી હતી. જાણવા મળ્યા પ્રમાણે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરોની માંગણીઓ સ્વિકારવામા આવતા હવે ટેન્ડર ભરાશે.
પાલિકા દ્વારા વિવિધ વિકાસ કામના ૧૫ ટેન્ડર પાડવામા આવ્યા છે. જેમાં ક્યા વિકાસ કામનુ કેટલા રૂપિયાનું ટેન્ડર છે તે જોઈએ તો (૧) ધરોઈ કેનાલથી દેળીયા તળાવ સુધી એન.પી.૩ પાઈપ લાઈન નાખવા રૂા.૧૨૬.૯૩ લાખ (૨) પાલિકા સંચાલિત ધર્મશાળા રિનોવેશન માટે રૂા.૪૪.૫૩ લાખ (૩) ગૌરવ પથ રોડના વિકાસ માટે રૂા.૨૨૧.૩૭ લાખ (૪) લાલ દરવાજા વોટર વર્કસમા ૨૦ લાખ લીટર કેપેસીટીના સંપ માટે રૂા.૫૬.૭૯ લાખ (૫) શહેરમા પ્લાન્ટેશનની કામગીરી માટે રૂા.૫૧.૯૬ લાખ (૬) ગંજ બજાર પાસે દગાલા સો-મીલથી કાંસા ચાર રસ્તા સુધી વરસાદી પાણીના નિકાલની કેનાલ માટે રૂા.૧૧૭.૩૪ લાખ (૭) સ.નં.૩૦૫મા શેડ, ગોડાઉન તથા સબ ઓફીસ બનાવવા રૂા.૬૫.૬૯ લાખ (૮) સી.સી.રોડ પેવર બ્લોક, ટોયલેટ, પ્રોટેક્શન વોલ, સ્લેબ, નાળા તથા ઓવરફ્લો ગેટ માટે રૂા.૯૮.૪૪ લાખ (૯) પેવર બ્લોક, ડ્રેનેજ લાઈન, સ્લેબ, સ્ટ્રોમ વોટર લાઈન માટે રૂા.૮૬.૭૭ લાખ (૧૦) સી.સી.રોડ, પેવર બ્લોક, ટોયલેટ, પ્રોટેક્શન વોલ, કેનાલ, સ્લેબ, સ્મશાનની કામગીરી માટે રૂા. ૮૯.૪૫ લાખ (૧૧) જુદી જુદી જગ્યાએ સી.સી.રોડ માટે રૂા.૬૧.૭૧ લાખ (૧૨) જુદી જુદી જગ્યાએ પાણીની લાઈનના વાલ્વ સપ્લાય એન્ડ ફીટીંગ, પંચશીલ, દિપરા દરવાજા હેડ વર્કસ ખાતે ચડતી ઉતરતી ડી.આઈ. પાઈપ લાઈન નાંખવા રૂ.૨૯.૩૫ લાખ (૧૩) સી.સી.રોડ, વરંડા, ટોયલેટ, બાથરૂમ, ગટર લાઈન, સ્ટ્રોમ વોટર લાઈન માટે રૂ ૨૬.૬૯ લાખ (૧૪) જન ભાગીદારી યોજના અંતર્ગત મકાનોની ગટર લાઈનને મુખ્ય ગટર લાઈન સાથે જોડવા રૂા.૨૨.૦૧ લાખ તથા (૧૫) સોસાયટીમા સી.સી.રોડ તથા પેવર બ્લોકની કામગીરી રૂા.૩.૪૮ લાખનુ ટેન્ડરીંગ કરવામાં આવ્યુ છે.
વિસનગરમા છેલ્લા એક વર્ષથી વિકાસ કામ અટકાયા છે. ત્યારે કોઈ એક કોન્ટ્રાક્ટર એક સાથે કામ કરી શકે નહી. જેથી ઝડપી કામગીરી થાય તે માટે એક જ પ્રકારના કામના ભાગ પાડી અલગ અલગ ટેન્ડરીંગ કરવામા આવ્યુ છે. જે દરેક ટેન્ડરમા મુદ્‌ત આપવામા આવી છે. પાલિકા દ્વારા જે એસ્ટીમેટ તૈયાર કરવામા આવ્યો છે તે જુના એસ.ઓ.આર.રેટ પ્રમાણેનો છે. જેથી મોટા ભાગના ટેન્ડર એબોવ રકમના આવશે. સરકારની મંજુરી પ્રમાણે સ્ટાર રેટની જોગવાઈ કરવામા આવી હોવાથી ડામર, સીમેન્ટ, લોખંડ જેમાં ભાવ વધ્યા છે. તેમાં રેટ ડીફરન્ટ આપવામા આવશે. જેથી હવે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરશે અને વિસનગરમા વિકાસ કામ ધમધમશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us