
સલામ ભાજપ સરકારને જેણે મિશન ગંગાના નેજા નીચે હજ્જારો વિદ્યાર્થીઓને વિના ખર્ચે વતન ભેગા કર્યા

તંત્રી સ્થાનેથી…
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ સમાપ્ત થયુ નથી. યુદ્ધ આજે નહિ તો કાલે સમાપ્ત થઈ જશે. પણ આ જગતમાં માનવતાના કાર્યો કદિ સમાપ્ત નહિ થાય. જ્યાં સુધી માનવ (ખાસ કરીને ગુજરાતી) આ દુનિયામાં છે. તો ખૂણે ખૂણે માનવીય અભિગમ જોવા મળશે અને તેની સુવાસ ચારેકોર ફેલાશે. આ યુદ્ધમાં ભારતના ગુજરાતના છાત્રો ફસાયા હતા તેમને ત્યાંથી બહાર લાવવામાં અને યુક્રેનની સરહદે તથા અન્ય જગ્યાએ પહોંચાડવા જે પારાવાર મુશ્કેલીઓ પડી તેમાં અનેક સેવાભાવી ગુજરાતીઓ, ભાજપ સરકારના બે ગુજરાતી દેવદૂતો જેઓ મદદમાં મુખ્ય છે. યુક્રેનની આજુબાજુના દેશમાં રહેતા હતા તે ભારતીયો ખાસ કરી ગુજરાતીઓ ત્યાંથી યુક્રેનની સરહદ ઉપર પહોંચી વિદ્યાર્થીઓ અને ભારતીયોને મદદ કરી અને દેવદૂત સાબિત થયા. તેમાં સ્વામીનારાયણ સંસ્થા બી.એ.પી.એસ. પાછળ રહી નહતી. આ સંસ્થા દ્વારા સરહદ ઉપરના મુશ્કેલી સહન કરી આવતા લોકોને ભોજન અને અન્ય જરૂરી સહાયતાઓ કરવામાં આવી હતી. તે ઉપરાંત્ત વડોદરાના વતની અનોશ ઠક્કર બોર્ડર ઉપર તેમના મિત્ર સર્કલ સાથે પહોંચી જઈ વિદ્યાર્થીઓને અને ભારતીયોને મદદ કરી. આ બધાને યાદ કરીએ તે યોગ્ય છે પણ જે ભાજપ સરકારે હજ્જારો વિદ્યાર્થીઓ અને નાગરિકો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરી યુક્રેનની જુદી જુદી બોર્ડરો ઉપરથી મિશન ગંગાના નેજા નીચે લોકોને વિનાખર્ચે ભારત લાવી સરકારે વિદ્યાર્થીઓને બોમ્બે, દિલ્હી ઉતારી લક્ઝરી બસો દ્વારા ગુજરાતમાં વિદ્યાર્થીઓના વતનના નજીકના સ્થળે પહોંચતા કર્યા હતા. લક્ઝરીમાં આવવાનો, જમવાનો, પ્લેનનો કોઈ ખર્ચ લીધો નહતો. ભાજપ સરકારે ગુજરાતના અને ભારતીય વિદ્યાર્થીઓ બોર્ડર ઉપરથી સુરક્ષિત એરપોર્ટ સુધી પહોંચે તે માટે કેન્દ્રના ત્રણ, ચાર મીનીસ્ટરોને યુક્રેન આજુબાજુના દેશમાં મોકલી કોઈપણ વિદ્યાર્થીને મુશ્કેલી ન પડે તેની વ્યવસ્થા કરી આવા ભયંકર યુદ્ધમાં યુક્રેનની આજુબાજુના દેશોમાં જનાર મીનીસ્ટરો પણ સલામના હકદાર છે. આ મીનીસ્ટરોએ ભારતીય એમ્બેસીઓને સૂચના આપી હતી કે તમારી પાસે ગમે તે વિદ્યાર્થી કે ભારતીય આવે તો તેને રહેવાની સગવડ આપી ભારત મોકલી દેવાના. ઉપરની તમામ સગવડો ફક્ત ભારત સરકારેજ કરી હતી. બીજા દેશોએ તેમના નાગરીકોને તેમની રીતે સલામત સ્થળે નીકળી જવા માટે જણાવ્યુ હતુ. સમગ્ર વિશ્વમાં ભારત દેશ અને દેશની ભાજપ સરકારે જ આવી સગવડ કરી હોવા છતાં યુક્રેનથી આવતા એકપણ ભારતીય કે એકપણ વિદ્યાર્થીએ ભારત સરકારને અભિનંદન આપતી નોંધ અખબારોમાં કે સોસીયલ મીડીયા ઉપર પોસ્ટ આપી નથી તે દુઃખની વાત છે. વાલીઓ પણ આવા નિહૃદયી કેમ બન્યા કે તેમના લાલ કે બેટીનો જીવ બચાવી સરકારે તેમના ઘરના દરવાજા સુધી પહોંચાડી દીધા છતાં આભાર પણ માની ન શક્યા. ભલે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ સરકારને અભિનંદન ન આપ્યા હોય, આશરે ત્રણ હજાર વિદ્યાર્થી તેમજ નાગરીક દીઠ બે બે લાખ રૂપિયા બચ્યા છે.(ગુણાકાર તમે જાતેજ કરો સરકારે કેટલો ખર્ચ કર્યો) તેમણે પી.એમ. નીધીમાં ડોનેશન આપવું જોઈએ. ગુજરાતીઓ તો ઉદાર સ્વભાવના છે. આવી કંજુસાઈ કેમ કરી હશે તે પ્રશ્ન છે. ભલે અભિનંદન ન આપ્યા હોય પી.એમ. નીધીમાં પૈસા જમા ન કરાવ્યા હોય તો યુક્રેનથી આવનાર મોટાભાગના ગુજરાતીઓ છે તે યુક્રેન આઠથી બાર મહીનામાં પરત ફરશે તે પહેલાં ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી આવી જશે. તમને ભાજપે કરેલી મદદનો બદલો તમે ભાજપને મદદ કરીને પણ વાળી શકો છો.