Select Page

આખલાએ શિંગડુ મારી થાપાનો ભાગ ચીરી નાખ્યો

સિવિલ હોસ્પિટલમાં એક કલાક ઓપરેશન કરી ૧૬ ટાંકા લીધા

વિસનગર પાલિકા તંત્રની નિષ્કાળજીથી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. મેઈન બજારમાં આખલાએ શીંગડુ મારી એક વ્યક્તિના થાપાનો ભાગ ચીરી નાખ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં એક કલાક ઓપરેશન કરી ૧૬ ટાંકા લઈ સારવાર આપી હતી.
વિસનગરમાં મેઈન બજાર શાકમાર્કેટ જાનીવાડાના નાકે વોટર વર્કસની પાસે રહેતા કનુભાઈ ગોપાળદાસ સોની શાક માર્કેટમાં ઉભા હતા ત્યારે પાછળથી અચાનક આખલાએ શીંગડુ મારી ઉછાવ્યા હતા. આખલાએ શીંગડુ મારતા કનુભાઈ સોનીના ડાબા થાપાનો ભાગ ચીરાઈ ગયો હતો. આખલાની અડફેડથી લોહી લુહાણ થતા સૌરાષ્ટ નાસ્તા હાઉસની બાજુમાં મહિવાડામાં રહેતા દેવાંગભાઈ પંડીત તથા પુર્વ કોર્પોરેટર પ્રકાશભાઈ દાણીએ ઈજાગ્રસ્તને તાત્કાલિક બાઈક ઉપર બેસાડી વિસનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ફરજ પરના તબીબી પ્રતિકભાઈ ચૌધરીએ સારવારમાં તપાસ કરતા આખલાના અણીદાર શીંગડાના મારણથી થાપાનો ભાગ ૬ થી ૭ ઈંચ ચીરાઈ ગયો હતો. ઘા એટલો ઉંડો હતો કે અંદરનો હાડકાનો ભાગ દેખાતો હતો.
ગંભીર ઈજાની સામાન્ય ઓ.પી.ડી.માં સારવાર કરવી શક્ય ન હતી ઈજાગ્રસ્તને ઓપરેશન થીયેટરમા લઈ જઈ એક કલાક ઓપેરશન કરવું પડયુ હતુ અને ૧૬ ટાંકા લઈ સારવાર આપી હતી. મેઈન બજારના શાક માર્કેટમાં આવા ત્રણ થી ચાર આખલા ફરે છે. પરંતુ પાલિકા દ્વારા પકડવાની કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી. જાણવા મળ્યા પ્રમાણે આ વિસ્તારમાં રોજ એક બે ને આખલા અને ગાયો શીંગડે ભરાવે છે. ત્યારે પાલિકા તંત્રની નિષ્ક્રીયતાથી લોકો રખડતા ઢોરનો ભોગ બની રહ્યા છે. રખડતી ગાયો અને આખલા નિયંત્રણમાં લાવવા સરકારે બીલ રજુ કર્યુ છે. ત્યારે ગોપાલકો દ્વારા તેનો ભારે વિરોધ કરવામા આવી રહ્યો છે જયારે રખડતા ઢોરના કારણે લોકો હેરાનગતી સહન કરી રહ્યા છે તે પણ એક વાસ્તવિકતા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us