Select Page

ખેરાલુમાં આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રાનું ભવ્ય સ્વાગત

સ્વાતંત્ર સેનાનીઓના સન્માન સમી

શહીદવીર સુરેશભાઈ બારોટના સ્થાનકથી માટીનો કુંભ સ્વિકારાયો

ખેરાલુ તાલુકામાં સ્વાતંત્ર સેનાનીઓના સન્માન સમી આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રા યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરટ લઈને આવ્યા હતા. જેમા ખેરાલુ તાલુકામાં પ્રવેશ સમયે વઘવાડી, ગોરીસણા, ખેરાલુ, મંદ્રોપુર તથા ચાણસોલ ખાતે યાત્રાનું સ્વાગત કરવા માનવ મહેરામણ ઉમટ્યો હતો.
આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રાનું ખેરાલુ તાલુકામાં આસ્પા ખાતે ભવ્ય સ્વાગત ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા કરાયુ હતુ. સ્વાગતમાં પુર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ, જયરાજસિંહ પરમાર, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અવચળભાઈ ચૌધરી, ખેરાલુ માર્કેટયાર્ડના ચેરમેન ભીખાલાલ ચાચરીયા, ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી, તાલુકા ભાજપ મહામંત્રી ભરતજી ઠાકોર તથા દશરથભાઈ પ્રજાપતિ, જિલ્લા ડેલીગેટ અશોકસિંહ ઠાકોર, ખેરાલુ તાલુકા કિસાન મોરચાના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બારોટ (ચાડા), ખેરાલુ તાલુકા યુવા મોરચાના પ્રમુખ વિકાસભાઈ ચૌધરી સહીત ગામેગામના સરપંચો, તાલુકા ડેલીગેટો તથા તાલુકા ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
વઘવાડી ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત ખેરાલુ તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ ભગુભાઈ ચૌધરી, તાલુકા ભાજપ અગ્રણી તથા નિવૃત આર્મીમેન ગોવિંદભાઈ પ્રજાપતિ દ્વારા સ્વાગત કરાયુ હતુ. જેમાં દિકરીઓએ પાણીના બેડા લઈ ગુજરાત યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરટનું સ્વાગત કર્યુ હતુ. વઘવાડીમાં કાર્યકરો માટે છાસનું વિતરણ કર્યુ હતું. ગોરીસણા ખાતે ભાજપ અગ્રણી પ્રહેલાદભાઈ ચૌધરી, સરપંચ લક્ષ્મણજી ઠાકોર, ખેરાલુ એ.પી.એમ.સીના વાઈસ ચેરમેન દેવજીભાઈ ચૌધરી, તાલુકા પંંચાયત સભ્ય પતિ અમિતભાઈ ચૌધરી સહીત ગામના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહી ભવ્ય સ્વાગત કર્યુ હતુ.
ખેરાલુ ખાતે ખારીકુઈ પાસે યુવા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરટ સાથે યુવા મોરચા પ્રદેશ ઉપાધ્યક્ષ પૌરવભાઈ પટેલ તથા નરેશભાઈ ઠાકોર, પ્રદેશ મંત્રી ભાવિકાબેન ઘોઘારીનું શહેર ભાજપ પ્રમુખ વી.ડી.દેસાઈ, પાલિકા પ્રમુખ હેમન્તભાઈ શુકલ, ખેરાલુ શહેર પ્રભારી જે.એમ.ચૌહાણ, પાલિકા સદસ્ય જેઠાભાઈ પ્રજાપતિ, ગોવિંદભાઈ પ્રજાપતિ, નિવૃત ટી.ડી.ઓ. નવિનભાઈ પરમાર, અશોકભાઈ દેસાઈ,પાલિકા ઉપપ્રમુખ પતિ યોગેશભાઈ દેસાઈ, રસીકભાઈ કડીયા, વિરાભાઈ ચૌધરી, શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ સથવારા, ચેતનજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ભાજપ સમર્થક લોકો યાત્રાનું સ્વાગત કરવા ઉપસ્થિત રહ્યા હતા.
શહીદવીર સુરેશભાઈ બારોટની ખાંભી પાસે તેમના પરિવારના હસ્તે જયરાજસિંહ પરમારની હાજરીમાં શહીદ વિરના ઘરના આંગણાની માટીનો કુંભ સ્વીકાર્યો હતો. પ્રજાપતિ સમાજની વાડી પાસે ગુજરાત યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત ખેરાલુ યુવા મોરચા દ્વારા કરાયુ હતુ. યાત્રામાં ૭પ બુલેટ કે બાઈક લઈને યાત્રા નીકળી છે ત્યારે સ્ટેજ ઉપર બુલેટ ઉપર બેસી પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટે ટુંકુ વકતવ્ય આપ્યુ હતુ. જેમાં યુવા મોરચાના ખેરાલુ શહેર /તાલુકાના પ્રમુખોનુ નામ લઈ વાત શરૂ કરી હતી. ભાજપમાં જોડાયેલા જયરાજસિંહ પરમારને ખાસ યાદ કર્યા હતા. જે રીતે સ્વાગત થયુ તેમાં જિલ્લા તમામ કાર્યકરોનો આભાર માન્યો હતો. આ યાત્રા ર૦ દિવસ ચાલશે. સ્ટેજમાં બુલેટ ગોઠવ્યુ એટલે બુલેટ રાજા પિકચર જેવું લાગે છે. આ સ્વાગત દેશને આઝાદી અપાવવામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ એ બલીદાન આપ્યુ તેવા શહીદ સૈનિકોનું સન્માન છે. દેશ આઝાદ થયો ત્યારે યુવા ઉદ્યોગપતિઓ,સાહસિકો, ડૉકટરો, વૈજ્ઞાનિકોના સહયોગથી દેશ પ્રગતિ કરી રહ્યો છે. વિશ્વ આખુ નરેન્દ્રભાઈ મોદીને નેતા તરીકે સ્વીકારે છે જે આપણા માટે ગૌરવની વાત છે. નરેન્દ્રભાઈએ નારો આપ્યો છે “સબકા સાથ સબકા વિકાસ, સબકા પ્રયાસ સબકા વિશ્વાસ” આ નારાને લઈને કોરોનામાં કામ કર્યુ છે. દેશના લોકોને બચાવ્યા, મફત અનાજ , રસી લાવ્યા જેના કારણે બીજા દેશોમાં પણ રસી મોકલાવી લોકોને બચાવ્યા જેથી તમામ દેશો તેમને નેતા માને છે. ખેરાલુમાં જે રીતે સ્વાગત કર્યુ તે બદલ તમામનો આભાર માન્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us