Select Page

શ્રી રામ રથયાત્રામાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટ્યુ

ખેરાલુ શહેરના ઈતિહાસમાં કયારેય ન યોજાઈ હોય તેવી ભવ્ય

ખેરાલુ શહેરમાં ન ભુતો ન ભવિષ્યતિ જેવી શ્રી રામ રથયાત્રા નીકળી ત્યારે સવારે પરંપરાગત રીતે રામજી મંદિર ખાતે સાંઈબાબાની પાલખીનું પુજન કરાયુ હતુ. ત્યારબાદ ભગવાન શ્રી રામની પોથીનું પુજન કરાયુ હતુ. સવારે ૮-૦૦ કલાકે માત્ર થોડા લોકો સાથે જય શ્રી રામના નારા સાથે સાંઈ બાબાની પાલખી લઈને ખેરાલુ શહેરની પાદર દેવી મહારૂદ્વાણી મહાનંદા શ્રીમારૂન્ડા માતાના મંદિરે રામભક્તો પહોચ્યા હતા. મારૂન્ડા માતાની આરતી કર્યા પછી સાધુ સંતોના આશીર્વાદથી શ્રી રામ રથયાત્રાનું પ્રસ્થાન કરાયુ હતુ.
શ્રી રામ રથયાત્રા દેસાઈવાડા ડેરી પાસે પહોંચી ત્યારે પ્રજાપતિ સમાજ દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુ હતુ. રથયાત્રામાં પાણીની અભુતપુર્વ સેવા શ્રી દક્ષ પ્રજાપતિ યુવા સંગઠન જલ સેવા સમિતિ દ્વારા જલ સેવા જ પ્રભુ સેવાના મંત્રથી અભુતપુર્વે સહકાર પ્રજાપતિ સમાજના યુવકો દ્વારા અપાયો હતો. જલ સેવાનું સંપુર્ણ સૌજન્ય એટલે કે મારૂન્ડા માતામાં સવારે ૭-૩૦ થી સંપુર્ણ યાત્રા દરમિયાન તેમજ સાંઈબાબાના મંદિરે પણ પીવાનું ઠંડુ મિનરલ પાણી પુરુ પાડનાર અરવિંદભાઈ અંબાલાલભાઈ પ્રજાપતિ (ખોડલ ) નો શ્રી રામ સેવા સમિતિએ આભાર માન્યો હતો.
યાત્રા દરમિયાન સુર્ય નારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરાયુ હતુ. તમામ રામ ભક્તોને બોટલમાં ઠંડા કોલ્ડ્રીંક્સની વ્યવસ્થા કરાઈ હતી. હાટડીયા પાસે અનુસુચિત જાતિ-ખેરાલુ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ હતુ. નાના બારોટવાસ પાસે યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુ હતુ. મોટા બારોટવાસ પાસે પણ યાત્રાના તમામ સંતોનું ભવ્ય સ્વાગત કરાયુ હતુ. હિંગળાજ ચોકમાં નાના-મોટા બારોટવાસ દ્વારા તાજેતરમાં ભાજપમાં જોડાયેલા જયરાજસિંહ પરમાર, ધારાસભ્ય અજમલજી ઠાકોર, પુર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈનું સ્વાગત કરાયુ હતુ. પંચમુખી હનુમાનજી મંદિર પાસે યાત્રા પહોંચી ત્યારે મહંત રામકૃષ્ણ મહારાજ દ્વારા શ્રીરામ લક્ષ્મણ, જાનકી અને હનુમાનદાદાનું તિલક કરી પુષ્પ દ્વારા સ્વાગત કરાયુ હતુ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ મુકેશભાઈ દેસાઈ દ્વારા બિસ્કીટનું વિતરણ કરાયુ હતુ. અંબાજી માતા પાસે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ખેરાલુ દ્વારા ચા-પાણીની વ્યવસ્થા કરાઈ હતી. અંબાજી માતા પાસે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા યાત્રાનું સ્વાગત કરાયુ હતુ. ખારીકુઈ ખાતે સિંધી સમાજ તેમજ અલકા હોસ્પિટલ પરિવાર દ્વારા ડૉ. હર્ષદભાઈ વૈદ્ય દ્વારા યાત્રાનું સ્વાગત કરાયુ હતુ. મેઈન બજારમાં વર્ષોની પરંપરાની જેમ શ્યામ કૃપા સ્વીટ માર્ટ વાળા રમેશભાઈ કંદોઈ દ્વારા શરબતની વ્યવસ્થા કરાઈ હતી. મેમણ મસ્જીદ પાસે મુસ્લીમો દ્વારા સ્વાગત કરાયુ હતુ. ખોખરવાડા સંઘ પાસે ઠાકોર સમાજ તથા સમસ્ત રાવત સમાજ દ્વારા અલગ અલગ પાણી અને શરબત દ્વારા યાત્રાનું સ્વાગત કરાયુ હતુ. ખેરાલુના શિવલેન્ડમાર્ક પાસે ખેરાલુના નાની ઉંમરે આઈવા, જે.સી.બી. અને હીટાચી મશીનો લાવીને ગર્વેમેન્ટ તથા પ્રાઈવેટ કંપનીઓના મોટા કામ કરતા ટ્રાન્સપોર્ટર વિક્રમભાઈ ચૌધરી (વિ.બી.સી.ઈન્ફ્રા-ખેરાલુ), દિનેશભાઈ ચૌધરી (શિવ લેન્ડમાર્કના માલિક) તેમજ ટુંક જ સમયમાં ફિજીશીયન ડૉકટરની સેવા શરૂ કરનાર વૃદાંવન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા ભાદરવી પુનમની જેમ છાશનો કેમ્પ કર્યો હતો તેમજ સાંઈ મંદિરે પણ ભોજન પ્રસાદ પછી છાશનું વિતરણ કર્યુ હતુ. વૃદાંવન ચાર રસ્તે નરેશભાઈ શાન્તુમલ સિંધી તથા કે.સી.સી.વાળા તુષારભાઈ કંદોઈ દ્વારા શરબતના કેમ્પ કર્યો હતો. આમ અભુતપુર્વ રથયાત્રાનું ઠેર ઠેર ફુલોથી સ્વાગત કરાયુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us