એમ.જી.બજારમાં નવચંડી મહાયજ્ઞ સાથે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
વિસનગરના વેપારી વર્ગ અને આમ જનતાના ઉત્થાન માટે ઈશ્વરીય કૃપા માટે ચૈત્રી નવરાત્રી દરમિયાન
વિસનગર શહેર અને તાલુકાની પ્રજા કોરોના કાળ દરમિયાન વ્યથિત બની હતી. એટલું જ નહીં પણ આર્થિક રીતે પણ તકલીફમાં હતી અને માનસિક રીતે પણ તૂટી પડી હતી.આ દરમિયાન વિસનગરની વિવિધ જુદી-જુદી સંસ્થાઓ સહાય માટે બહાર આવી હતી. જેમાં વિસનગરના માયા બજાર – ગોવિંદ ચકલા વિસ્તારમાં આવેલા વેપારીઓના સંગઠન એમ જી બજાર વેપારી એસોસિયેશન દ્વારા પણ સેવાઓ આપવામાં આવી હતી. જ્યારે મહામારીમાં ઈશ્વરની કૃપા પણ બની રહે તે માટે માતાજીના સમક્ષ ખોળો પાથર્યો હતો. અને માયા બજારમાં માતાજીનો નવચંડી યજ્ઞ કરવાની માનતા રાખી હતી. જે અંતર્ગત તારીખ ૧૦/૪/૨૦૨૨ ને રવિવારના રોજ આ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જોગાનુજોગ આજ દિવસે ચૈત્રી નવરાત્રિની નોમ પણ હતી અને ભગવાન રામનો જન્મદિવસ રામનવમી પણ હતી. જેથી નવચંડી મહાયજ્ઞની સાથે રામ જન્મોત્સવ પણ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વિસનગરના માયા બજારમાં ગોવિંદ ચકલા રોડ ઉપર ગોરા રામજી ભગવાનનું મોટું મંદિર આવેલું છે. મંદિરના ટ્રસ્ટીગણ ગોવિંદ ચકલા પાટીદાર સમાજ છે. પરંતુ આ રહેઠાણ વિસ્તાર દુકાનો અને કોમર્શિયલ વિસ્તાર થઈ ગયો છે. મંદિરની આસપાસ વેપારી વર્ગ છવાઈ ગયો છે. બજારના વહેપારીઓએ પણ નવચંડી મહાયજ્ઞની સાથે આ મંદિરમાં રામ જન્મ સ્થળ ઉજવવાનો નિર્ણય કર્યો. એટલું જ નહીં પણ આ રામ મંદિરમાં હવેથી દરરોજ સંધ્યા આરતી એમ જી બજારના વેપારીઓ કરશે અને એમ જી બજારના પ્રતિનિધિ તરીકે દરરોજ એક દુકાનદાર વેપારી મિત્ર આરતી ઉતારવા જશે અને તે દિવસે પ્રસાદી પણ જે તે વેપારીની રહેશે. આમ રામ ભગવાનના મંદિર ને ફરીથી જીવંત કરવાનો એક નાનકડો પ્રયાસ વેપારી એસોસિયેશને કરેલ છે.
વેપારીઓના સહકારથી નવચંડી મહાયજ્ઞ અને રામ જન્મોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી.જેમાં મુખ્ય ભોજન દાતા તરીકે શ્રીજી બુલિયન વાળા ભાવેશભાઈ પટેલ હતા અને યજ્ઞ સામગ્રી, બ્રાહ્મણને દક્ષિણા, તેમજ મંડપ આયોજન વિગેરે ખર્ચ વેપારી એસોસિયેશન એમ જી બજારના વેપારી મિત્રોએ સંયુક્ત રીતે ઉઠાવ્યો હતો. જેમાં ફુલ નહિ તો ફુલની પાંખડી સ્વરૂપે દરેક વેપારીએ યથાયોગ્ય ભેટ દાન આપ્યું હતું. નવચંડી મહાયજ્ઞ અને રામ જન્મોત્સવ કાર્યક્રમમાં સવારથી સાંજ સુધી ભરચક કાર્યક્રમ હતો. રામનવમી સફળ કાર્યક્રમમાં સવારે યજ્ઞ પ્રારંભ થયો, મહિલા મંડળ દ્વારા સવારે ૧૦ થી ૧૨ રામ ભજન કરાયા, ૧૧ જેટલા યજમાન દંપતિએ સવારે ૯.૦૦ થી સાંજે ૬.૦૦ સુધી યજ્ઞમાં ભાગ લીધો, રામ ભગવાન મહા આરતી બપોરે ૧૨.૦૦ કલાકે થઇ, રામ ભગવાન જન્મોત્સવ બર્થ ડે કેક કાપીને ઉજવ્યો, રામ ધજા આરોહણમાં ધજા પૂજા કરી નવિન ધજા ચઢાવી, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત રામ યાત્રામાં ૧૦૦૦ થી વધુ વ્યક્તિ ને સરબત વિતરણ કરાયુ, બપોરે ૨૫૦ ભક્તોને ફલાહાર કરાયુ, માયા બજાર રોડ ઉપર બપોર ૩.૦૦ કલાકે મોટી સંખ્યામાં રાસ ગરબા કાર્યક્રમ કરાયો, યજ્ઞ પૂર્ણાહુતિ ૫.૦૦ કલાકે થઇ હતી, યજ્ઞ આરતી ૫.૧૫ કલાકે થઇ હતી, ભોજન પ્રસાદમાં સાંજે ૫.૩૦ કલાકે ગોવિંદ ચકલા પટેલ વાડી સ્થળે ૨૨૦૦ ભક્તો એ પ્રસાદ ભોજન લીધો હતો, રામ ભગવાન સંધ્યા આરતી ૭.૧૫ કલાકે થઈ હતી.
નવચંડી મહાયજ્ઞમાં ૧૧ દંપતીઓ બેઠા હતા જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાવેશભાઈ પટેલના પરિવારના સભ્ય બેઠા હતા. અન્ય યજમાનમાં પટેલ આશિષભાઈ પ્રવીણભાઈ અને પટેલ કામિનીબેન આશિષકુમાર શ્રીજી બુલિયન, પટેલ મહેન્દ્રભાઈ ત્રિભુવનદાસ અને પટેલ રમીલાબેન મહેન્દ્રકુમાર શ્રીજી બુલિયન, પટેલ દીગ્નેશ રાજેશભાઈ અને પટેલ કિંજલ દીગ્નેશ ભાઈ આર.કે.જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, પટેલ કિરીટભાઈ મણિલાલ અને પટેલ સરોજબેન કિરીટભાઈ કલાનિકેતન એમ્પોરિયમ, પટેલ હેમેન્દ્ર અલ્કેશભાઇ અને પટેલ ટીના હેમેન્દ્રભાઈ જનસંઘ સાડી સેન્ટર, પટેલ આશીત ભરતકુમાર અને પટેલ વિધિ આશિત કુમાર પટેલ ટાઈપ, પટેલ અરવિંદભાઈ પ્રહલાદભાઈ અને પટેલ સુરેખાબેન અરવિંદભાઈ આલીશાન સાડી સેન્ટર, પટેલ યશકુમાર કનૈયાલાલ અને પટેલ કૃપાબેન યશકુમાર જલપરી, નાયક દિલીપભાઈ ભગવાનદાસ અને નાયક કામિનીબેન દિલીપભાઈ કનૈયા મસાલા, મોદી પરાગકુમાર રમેશચંદ્ર અને મોદી દિક્ષિતાબેન પરાગકુમાર ચિરાગ એમ્પોરિયમ, મોદી હિતેશકુમાર રમણલાલ અને મોદી શીતલબેન હિતેશકુમાર નીલકંઠ એમ્પોરિયમ એમ ૧૧ દંપત્તી યજમાન બની હવનનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ભગવાનની બર્થ ડે કેક દ્વારકાધીશ શો રૂમ તરફથી હતી. જ્યારે રૂા.૫૦૦૦/-નું દાન પ્રકાશભાઈ પટેલ ઈન ટચ રેડીમેડ શોરૂમ તરફથી હતુ. વિસનગર ગોવિંદ ચકલા પટેલવાડી વિનામૂલ્યે એમ.જી બજારના ભોજન કાર્યક્રમ માટે આપવામાં આવી હતી. તેમજ નાનું-મોટું ઘણા બધા વેપારી મિત્રોએ દાન કર્યું હતુ.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કિર્તીભાઈ જે.પટેલ કલાનિકેતન વાળાએ શરૂઆતથી અંત સુધી સમગ્ર આયોજન અને સફળ માર્ગદર્શન આપ્યુ હતુ. તેમની સાથે જયંતીભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, નવીનભાઈ, યોગેશભાઈ, કનૈયાલાલ, સોમભાઈ, રાજુભાઈ, ભરતભાઈ, પંકજભાઈ, જીતુભાઈ, હસમુખભાઇ, નરેશભાઈ, ઉમંગભાઈ કમલેશભાઈ, અરવિંદભાઈ, કિરીટભાઈ, દિનેશભાઈ, ગોવિંદભાઈ, રજનીભાઇ, કલ્પેશભાઈ, અશોકભાઈ, વીરાભાઈ, સત્યમભાઈ તથા સર્વે વેપારી મિત્રોએ ખભે ખભા મિલાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એસોસિએશનના પ્રમુખ રાજુભાઇ પટેલ આર.કે.એ સર્વે વેપારી મિત્રો,ગોવિંદ ચકલા પાટીદાર સમાજ, ગોરા રામજી ટ્રસ્ટી મંડળ, વિસનગર નગરપાલિકા કોર્પોરેટરો તેમજ બ્રાહ્મણ મંડળ તેમજ વિવિધ કમિટીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં રસોડા કમિટી તરીકે ગોવિંદચકલા પાટીદાર ભાઈઓ વિગેરે સુંદર સેવા આપી હતી. નવચંડી મહાયજ્ઞ અને રામ જન્મોત્સવ મહોત્સવ સવારથી સાંજ સુધી ચાલ્યો હતો. જેમાં સમાવિષ્ટ તમામ રાજકીય અગ્રણીઓ, નગરપાલિકાના પ્રમુખ તથા સર્વે કોર્પોરેટરો, પ્રકાશભાઈ પટેલ એસ.કે.યુનિવર્સિટી ચેરમેન, વિવિધ સહકારી સંસ્થાઓના અગ્રણીઓ, ધાર્મીક સંસ્થાઓના સર્વે અગ્રણીઓ, કોપર સિટી મર્ચન્ટ એસોસિયેશનના તમામ મંડળના પ્રમુખ, મંત્રી તથા હોદેદારો તથા તાલુકાના અગ્રણીઓએ યજ્ઞના દર્શનનો લાભ લીધો હતો.