Select Page

ખેરાલુ તાલુકામાં આલોકરાયની પ્રસિધ્ધનુ રહસ્ય શું?

ખેરાલુ તાલુકામાં આલોકરાયની પ્રસિધ્ધનુ રહસ્ય શું?

નાયક ફિલ્મના અનિલકપુરની જેમ

ગુજરાત રાજ્યમાંં છેલ્લા ર૭ વર્ષથી ભાજપનું શાસન છે. જેમા નરેન્દ્રભાઈ મોદી ર૦૧૪માં વડાપ્રધાન બન્યા ત્યાર પછી સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, તલાટીઓ, સરપંચો, સાથે મળીને પ્રજાના પ્રશ્નો હલ કરવાને બદલે વ્યાપક ભ્રષ્ટાચાર શરૂ કર્યાની ચર્ચાઓથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ખુબ જ નારાજ છે. ખેરાલુ વિધાનસભાએ ગુજરાત રાજ્યમાં આવતી ન હોય તે રીતે છેલ્લા ૮ વર્ષથી ઈરાદાપુર્વક લાભો જેવા કે સિંચાઈ, લાઈટ, પીવાનું પાણી, ડેવલપમેન્ટ જેવા કામોમાં બાદબાકી કરવામા આવે છે. તાલુકા/જિલ્લા ડેલીગેટો કે ધારાસભ્ય એ ખરેખર પ્રજાને શું જરૂરીયાત છે તે જોયા વગર માત્ર વાહવાહી જ મેળવી છે. આમ પ્રજા ત્રસ્ત છે ત્યારે હવે કંટાળેલા લોકો આલોકરાય પાસે જાય છે ત્યારે ફટાફટ કામ થાય છે. અત્યાર સુધીમાં આલોકરાયે ૯ ઉપરાંત પાણીના ટયુબવેલ (બોર) પાઈપલાઈન સાથે બનાવી આપ્યા છે. અસંખ્ય લોકોને આલોકરાયને ધંધા રોજગાર માટે જરૂરી ચીજ વસ્તુઓની મદદ કરી છે. આ બધુ જ ધારાસભ્ય કે ચુંટાયેલા પદાધિકારીઓ કરી શકે તેમ છે પરંતુ ભ્રષ્ટ નીતિઓથી કામોમાં ખુબજ સમય પસાર કરવામા આવે છે જેથી ખેરાલુ વિધાનસભાની પ્રજા ત્રાસી ગઈ છે. આલોકરાય નાયક ફિલ્મના અનિલકપુરની જેમ ઘડાઘડ નિર્ણયો લઈ સ્વખર્ચે લોક ઉપયોગી કાર્યો કરતા ખેરાલુ વિધાનસભાનું યુવા ધન હવે આલોકરાયને યુથ આઈકોન માનવા માંડયુ છે.
પ્રચાર સાપ્તાહિકના ગત અંકમાં આલોકરાયના સમાચાર પ્રસિધ્ધ કર્યા હતા જેમાં લખ્યુ હતુ કે તેમના વ્હોટસ એપના પ્રોફાઈલ પિક્ચરમાં નરેન્દ્રભાઈ મોદીનો ફોટો છે જેથી આ સમાચાર વાંંચી આલોકરાયે સોમવારે સાંજે પોતાના બન્ને મોબાઈલ નંબરોમાં પ્રોફાઈલ પિકચર બદલી નાંખ્યુ હતુ. હવે “વસુદેવ કુટુંબકમ” નું રાષ્ટ્રીય સ્વયંમ્‌ સેવક સંઘની વિચાર શરણી વાળુ સ્ટેટસ મુક્યુ છે.
સરકારી અધિકારીઓ ઉપર ધારાસભ્યની પકડ નથી જેથી ટી.ડી.ઓ., તલાટીઓ, સરપંચો મનમાની કરે છે. ધારાસભ્ય અજમલજી ઠાકોર સમક્ષ છ મહિના પૂર્વે સતલાસણા તાલુકા વિકાસ અધિકારીની ભ્રષ્ટ રીત રસમો બાબતે રજુઆતો થઈ હતી. મનરેગાના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરીયાદો થઈ હતી. જેથી ધારાસભ્યએ ટી.ડી.ઓની બદલી કરાવવા વારંવાર રજુઆતો કરી હજુ સુધી સતલાસણા ટી.ડી.ઓ.ની બદલી કરાવી શક્યા નથી. સતલાસણા ટી.ડી.ઓ. વિરૂધ્ધ એડવોકેટ કે.એલ.પટેલે વિજીલન્સમાં ફરીયાદ કરી ત્યારે વિજીલન્સના ભ્રષ્ટ અધિકારીઓએ અરજદારને જોડે રાખ્યા વગર અરજીની તપાસ કરી દીધી. આ બાબતે સતલાસણામાં ભારે આક્રોશ છે. જેથી લોકો સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપર વિશ્વાસ રાખ્યા વગર આલોકરાય ઉપર વિશ્વાસ રાખે છે.
મહેસાણા જિલ્લાને સૈનિક સ્કુલ મળી તેમાં દૂધ સાગર ડેરીના અશોકભાઈ ચૌધરીએ જિલ્લામાં જમીન માટે ટહેલ નાંખી ત્યારે ખેરાલુ પાલિકા દ્વારા આ જમીન આપી દેવાઈ છે. જેના ટાઈટલ કલીયર માટે તલાટી, સર્કલ, મામલતદાર અને પ્રાંત અધિકારીની જવાબદારી આવે પરંતુ આ જમીન ટાઈટલ ક્લીયર કરવામાં કાંઈ વ્યવહાર મળતો નથી તેથી જમીન દુધ સાગર ડેરીને સુપ્રત કરાતી નથી. ખેરાલુ વિધાન સભામાંથી બે નેશનલ હાઈવે પસાર થઈ રહ્યા છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ તથા જિલ્લા પંચાયત હસ્તકના રોડની હાલત ખુબજ દયનીય છે. નવા રોડની લોકો માંગણી કરે ત્યારે જ્ઞાતિ આધારીત માંગણીઓ સ્વીકારાય છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડનગર શહેર ઉપરથી પસાર થતો બિસ્માર રોડ ખેરાલુ-વડનગર-વિસનગરનો નવો બનાવ્યો છે. જેની ઉપર પટ્ટા લગાવવા ધારાસભ્ય અજમલજી ઠાકોરે રજુઆત કરી હતી. છતા સાણા ત્રણ મહિને સફેદ પટ્ટા પુર્ણ કરાયા છે. પ્રજા મોંઘવારી, સિંચાઈના પાણી, તળાવો ઉંડા કરવા, જેવા અનેક પ્રશ્ને પરેશાન છે. ખેરાલુ તાલુકા પંચાયતનું ભવન નવુ બનાવવા બે વર્ષથી માંગણી થાય છે છતા નવુ બનાવવા ટેન્ડરીંગ કરાતુ નથી. જેથી લોકો આલોરાયને પસંદ કરે છે.
માર્ગ અને મકાન વિભાગમાં કોઈ માંગણી થાય તેમા ઈરાદાપુર્વક વિલંબ કરવામાં આવે છે છેલ્લા એક વર્ષથી શિત કેન્દ્રથી વે વેઈટ સુધી ડીવાઈડરમાં ઈલેક્ટ્રીક પોલ ઉભા કરવા પાલિકા દ્વારા માંગણી કરાઈ છે. ધારાસભ્ય અજમલજી ઠાકોરે પણ ભલામણ કરી છે. છતા માર્ગ અને મકાન વિભાગ આંખ આડા કાન કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના સુણસરમાં જાહેરાત કરી કે દરેક જિલ્લા દીઠ-૭પ તળાવો નવા બનાવવામાં આવશે તો હયાત તળાવો કયારે ઉંડા કરાશે ? તેનો જવાબ કોઈની પાસે નથી.
સતલાસણા તાલુકામાં મોટામાં મોટો સિંચાઈનો પ્રશ્ન છે. ૧૩૧ કરોડની યોજના મંજુર થઈ પરંતુ ખેરાલુના ચિમનાબાઈ સરોવર માટે પુર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ ૧પ વર્ષ સંઘર્ષ કર્યા, વરસંગ તળાવની પાઈપ લાઈન માટે ભરતસિંહ ડાભીએ ર૦૧૪થી ર૦૧૯ સુધી સંઘર્ષ કર્યા હવે ૧૩૧ કરોડની યોજના માટે બીજા ૧૦ કે ૧પ વર્ષ લોકો રાહ જોવા લોકો તૈયાર નથી. લોકોની ધિરજ ખુટી પડી છે. સતલાસણા તાલુકામાં પશુપાલન અને ખેતી સીવાય કોઈ મોટો ઉદ્યોગ નથી. સિંચાઈના પાણી માટે સરકાર ગંભીર નથી. સુદાસણામાં પીવાનું પાણી પણ ત્રણ દિવસે આવે છે. લાઈટ આઠ કલાકને બદલે છ કલાક પણ આવતી નથી. સુદાસણા પંથકમાં રાત્રે લાઈટ આવે છે. હિંસક પશુઓના કારણે ખેડુતો ખેતરમાં જતા ડરે છે. જેથી ત્રાસેલા લોકો આલોકરાયને પસંદ કરે છે.
આ બાબતે વધુમાં કહીએ તો ખેરાલુ વિધાનસભામાં એકપણ ગ્રાન્ટેડ સ્કુલ ભાજપે આપી નથી. પ્રાથમિક શાળાઓમાં ૩૦ કરતા ઓછા વિદ્યાર્થી હતા તે શાળાઓ બંધ કરાઈ, ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાને નામે ગટર લાઈનો પુરી કરી જ નથી જેથી પાણી બહાર નીકળતુ નથી. ગામડામાં રોડ-રસ્તા પુરતા નથી. ખેડુતો વિજળી પુરતી મળતી નથી. વિજળીમાં ફીક્સ રેટવાળા ખેડુતો માટે જ કાપ હોય છે. મિટરવાળા ખેડુતોને લીલા લહેર છે. આરોગ્ય બાબતે ખેરાલુ શહેરમાં સી.એચ.સી.સેન્ટર જર્જરીત છે. તેમજ પાછળ રેસીડેન્સી છે તેના પાર્કિંગમાં દવાખાનું ચાલે છે. ગરીબો જયાં સારવાર મેળવે છે તે ઈરાદાપુર્વક નવુ બનાવવામાં આવતું નથી., હાલમાં સિંચાઈનું પાણી આપી શકાય તેમ છે તેવા ચિમનાબાઈ સરોવર, વરસંગ તળાવ સહિત અસંખ્ય તળાવો ખાલી છે. હાલમાં નર્મદામાં પાણી છે પાઈપલાઈન નંખાઈ ગઈ છે. તળાવોમાં કનેકશન અપાયા છે. પંપ તૈયાર છે લાઈટ કનેકશન ચાલુ છે તો સરકાર કેમ પાણી છોડતી નથી ? ચુંટણી આવશે ત્યારે તળાવો ભરાશે પછી પાણી બંધ થશે, મોંઘવારીથી પ્રજા ત્રાસી ગઈ છે. રૂા. ૩૦૦૦/- તેલના ડબ્બાનો ભાવ પહોચવા આવ્યો. રૂા.૧૦૦૦/- ગેસની બોટલના થયા છે, સી.એન.જી.લોખંડ, ઈંટો, સીમેન્ટ મોંઘુ થયુ છે. આવા અનેક પ્રશ્ને કંટાળી લોકો આલોકરાયને પસંદ કરે છે. આલોકરાયે ખેરાલુ વિધાનસભાના ગામેગામ ફરી રહ્યા છે. જયાં ઐતિહાસિક રીતે લોકો સ્વયંભુ સ્વાગત કરવા ઉમટી પડે છે.

ભાજપની નિષ્ફળતા એ આલોકરાયની સફળતા

ગુજરાતમાં ભાજપના ર૭ વર્ષના સાશનમાં છેલ્લા ૮ વર્ષથી સરપંચો, તલાટીઓ, સરકારી અધિકારીઓ અને રાજકારણીઓની ભ્રષ્ટ નિતીઓથી આમ પ્રજા બેહાલ

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us