Select Page

વિસનગર તાલુકાની પ૧ ગ્રામ પંચાયતોમાં વહીવટદાર નિમાયા

વિસનગર તાલુકાની પ૧ ગ્રામ પંચાયતોમાં વહીવટદાર નિમાયા
વિસનગર તાલુકાની પ૧ ગ્રામ પંચાયતોના સરપંચોની મે મહિનાના પ્રથમ સપ્તાહમાં પાંચ વર્ષની ટર્મ પુર્ણ થઈ છે. પરંતુ બેઠકોના રોટેશનમાં ફેરફાર કરવાનો હોવાથી સરકારના આદેશથી મહેસાણા જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતોની ચુંટણી ન થાય ત્યાં સુધી ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ ર૭૮ હેઠળ ગ્રામ પંચાયતના તલાટી સિવાયના અન્ય ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની વહીવટદાર તરીકે નિમણુંકો કરવામા આવી છે. હવે તલાટીઓ ગામના વિકાસ કામોમાં કેટલો રસ દાખવે છે તે જોવાનું રહ્યુ ?
વિસનગર તાલુકાની પ૧ ગ્રામ પંચાયતોમાં સરપંચોની પાંચ વર્ષની ટર્મ પુર્ણ થતા બેઠકોના રોટેશનમાં ફેરફાર કરવા માટે ગ્રામ પંચાયતોની ચુંટણી મોકુફ રાખવામાં આવી છે. અને ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાયા બાદ આ ગ્રામ પંચાયતોની નવેસરથી રચના થાય અને પ્રથમ બેઠક મળે ત્યાં સુધી ગ્રામ પંચાયતના તલાટી સિવાયના અન્ય ગ્રામ પંચાયતોના તલાટી કમ મંત્રીઓને ગ્રામ પંચાયતમાં વહીવટદાર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેમાં વિસનગર તાલુકાના કયા ગામમાં કયા તલાટી કમ મંત્રીને વહીવટદાર તરીકે ચાર્જ સોપવામાં આવ્યો છે તે જોઈએ તો, રાલીસણા ગામના તલાટી પી.જે.પટેલને કિયાદર અને પાલડી ગ્રામ પંચાયત, કાંસા ગ્રામ પંચાયતના તલાટી રાજુભાઈ વી.શાહને છોગાળા અને હસનપુર ગ્રામ પંચાયત, પાલડી ગ્રામ પંચાયતના તલાટી દિક્ષિતકુમાર ડી.પટેલ ને ખદલપુર અને મહમંદપુર ગ્રામ પંચાયત, રાજગઢ ગ્રામ પંચાયતના તલાટી આશાબેન પટેલને કાજીઅલીયાસણા ગ્રામ પંચાયત, રંડાલા ગ્રામ પંચાયતના તલાટી હિરલબેન ડી.ચૌધરીને ગણેશપુરા અને પુદગામ ગ્રામ પંચાયત, હસનપુર ગ્રામ પંચાયતના તલાટી નિકુંજભાઈ એ દરજીને થલોટા ગ્રામ પંચાયત, દેણપ ગ્રામ પંચાયતના તલાટી દિલીપભાઈ આઈ. ઠાકોરને ગણેશપુરા (ત) ગ્રામ પંચાયત, કાંસા એન.એ.ગ્રામ પંચાયતના તલાટી પંકજભાઈ એલ.મોદીને ઈયાસરા ગ્રામ પંચાયત, બાસણા ગ્રામ પંચાયતના તલાટી કિર્તિભાઈ સુથારને કંસારાકુઈ અને બેચરપુરા ગ્રામ પંચાયત, કંસારાકુઈ ગ્રામ પંચાયતના તલાટી વર્ષાબેન એન.ચૌધરીને બાસણા ગ્રામ પંચાયત, લાછડી ગામના તલાટી નિલેશભાઈ બી.ચૌધરીને ખરવડા અને વિષ્ણુપુરા  ગ્રામ પંચાયત, રંગપુર ગામના તલાટી અમરતભાઈ એસ.રબારીને તરભ ગ્રામ પંચાયત, તરભ ગામના તલાટી એન.એ.પટેલને સાતુસણા ગ્રામ પંચાયત, સવાલા ગામના તલાટી ભરતભાઈ વી.રબારીને ખંડોસણ ગ્રામપંચાયત, વાલમ ગામના તલાટી પિન્ટુબેન એસ.પટેલને વડુ ગ્રામ પંચાયત, ખંડોસણ ગામના તલાટી સંજયભાઈ વી.ચૌધરીને ઉમતા ગ્રામ પંચાયત, ઉમતાના તલાટી બિનાબેન બી.ધારવાને રંગપુર ગ્રામ પંચાયત, કુવાસણા ગામના તલાટી એસ.આર.પટેલને રાલીસણા ગ્રામ પંચાયત, થલોટા ગ્રામના તલાટી અજયભાઈ ડી.મોદીને ભાલક અને લક્ષ્મીપુરા (ભા) ગ્રામ પંચાયત, ગુંજાના તલાટી રામજીભાઈ સેનમાને બાકરપુર ગ્રામ પંચાયત, ખરવડા ગામના તલાટી ભાવિકભાઈ ડી.ચૌધરીને કંકુપુરા (ગો) અને ગોઠવા ગ્રામ પંચાયત, સુંશી ગામના તલાટી સંજયભાઈ બી. ઠાકોરને કાંમલપુર (ગો) ગ્રામ પંચાયત, કાંમલપુર (ગો) ગામના તલાટી ભૂમિબેન જે.ચૌધરીને રંગાકુઈ ગ્રામ પંચાયત, જેતલવાસણા ગામના તલાટી જેે.એસ.ઠાકોરને કડા ગ્રામ પંચાયત, કમાણાના તલાટી વૈભવીબેન એમ.ચૌધરીની સદુથલા ગ્રામ પંચાયત, ગુંજાળા ગામના તલાટી હેતલબેન કે.ચૌધરીને થુમથલ ગ્રામ પંચાયત, ભાન્ડુ ગામના તલાટી આનંદભાઈ આર.સુથારને જેતલવાસણાગ્રામ પંચાયત, વડુ ગામના તલાટી પ્રિયંકાબેન વી.ચૌધરીને બોકરવાડા ગ્રામ પંચાયત, કડા ગામના તલાટી પી.જે.રાવતને કુવાસણા ગ્રામ પંચાયત, દઢિયાળ ગામના તલાટી એસ.એન.ચૌધરીને મગરોડા ગ્રામ પંચાયત, બાકરપુર ગામના તલાટી નયનભાઈ બી.ચૌધરીને કમાણા ગ્રામ પંચાયત, ઉદલપુર ગામના તલાટી એન.ડી. ચૌધરીને કાંમલપુર (ખ) અને ગણપતપુરા ગ્રામ પંચાયત, પુદગામ ગામના તલાટી અમરીશભાઈ પી.રામીને સવાલા ગ્રામ પંચાયત, ચિત્રોડા મોટા ગામના તલાટી સુભદ્રાબેન એન. પ્રજાપતિને રાવળાપુરા ગ્રામ પંચાયત, કાંમલપુર (ખ) ગામના તલાટી જલ્પાબેન એન.ચૌધરીને ગુંજાળા ગ્રામ પંચાયત, સદુથલા ગામના તલાટી ડી.બી.ચૌધરીને ઉદલપુર ગ્રામ પંચાયત, ધારૂસણા ગામના તલાટી તોષલબેન એન.ચૌધરીને ધામણવા ગ્રામ પંચાયત, ધામણવા ગામના તલાટી ડીનલબેન. સી.પટેલને ધારૂસણા ગ્રામ પંચાયત, રામપુરા (કાંસા) ગામના તલાટી રશ્મિકાબેન પી.ચૌધરીને રંડાલા ગ્રામ પંચાયત, મગરોડા ગામના તલાટી ભારતીબેન બી.ચૌધરીને દઢિયાળ ગ્રામ પંચાયત, તથા ચિત્રોડીપુરા ગામના તલાટી ભાવેશભાઈ એ.દેસાઈને ચિત્રોડામોટા ગ્રામ પંચાયતના વહીવટદાર તરીકે નિમણુંક કરવામા આવી છે. જેમાં કેટલાક તલાટીઓને પોતાના સેજાના ગામથી દૂર તેમજ બે ગામોમાં વહીવટદાર તરીકે નિમણુંક થતા છુપો ગણગણાટ જોવા મળી રહ્યો છે. જો કે પ૧ ગ્રામ પંચાયતોમાં તલાટીઓની વહીવટદાર તરીકે નિમણુંક કરવામા આવતા તલાટીઓની વહીવટી કામગીરીનું ભારણ વધ્યુ છે. ત્યારે તલાટીઓ વહીવટદાર તરીકે ગામના વિકાસ કામોમાં કેવો રસ દાખવે છે તે જોવાનું રહ્યુ ?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us