પ્રવર્તમાન સંજોગોમાં માનસિક સ્વસ્થતા જરૂરી
તંત્રી સ્થાનેથી…
પ્રવર્તમાન સંજોગોમાં મોટાભાગના યુવાનોની માન્યતા એવી છેકે શરીરની ફીટનેસ એટલે જીમમાં જવું અને કસરત કરીને શરીરના મસલ્સ બનાવી ફિલ્મ કલાકારોના જેવા સુડોળ બનવું. આ વાત બધાયે મનમાંથી કાઢી નાંખવી જોઈએ. ફીટનેસ એટલે માત્ર સુદૃઢ શરીર જ નહિ પણ શરીરનું ધ્યાન રાખવામાં આવે તેના કરતાં મગજની સ્વસ્થતાનું વધારે ધ્યાન રાખવામાં આવે તેનું નામ ફીટનેસ. માણસ ફીટ ત્યારેજ કહેવાય જ્યારે તે મનથી પણ તેટલોજ મજબૂત હોય. માત્રને માત્ર મસલ્સ વાળી બોડી બનાવ્યા કરવી અને માનસિક તનાવ રહ્યા કરતો હોય તો તે ફીટનેસની કોઈ કિંમત નથી. થોડા સમય પહેલાં ઓસ્ટ્રેલીયાના એક ક્રિકેટરનું મૃત્યુ થયુ તેની પાછળ માનસિક તનાવજ જવાબદાર હતો. બીજા એક ક્રિકેટરનુ મૃત્યુ થયુ તેના પાછળ માનસીક તનાવ જેવું બન્યું હોઈ શકે. માનસિક હેલ્થ ઉપર ધ્યાન નહિ આપવાની માનસિકતાની જવાબદારી હોઈ શકે. આજના સમયમાં ફરીફાઈઓ જબરજસ્ત વધી ગઈ છે તેનાથી ટ્રેસ(તનાવ) ઊભો થાય છે. એ જોતાં નિષ્ણાતો કહે છેકે માનસિક સ્વસ્થતા વધુ જરૂરી બની ગઈ છે. તમામ ક્ષેત્રે અત્યારે હરીફાઈ વધી ગઈ છે. કોરોના મહામારીના કારણે હરીફાઈમાં અનેકઘણો વધારો થયો છે. એટલે મોટાભાગના લોકો માનસિક તણાવ વચ્ચે જીવે છે. ફક્ત .૧૦ ટકાજ લોકોજ એવા છે જેમને માનસિક તણાવ નથી પણ તે કશુ કરતા નથી. માનસિક તણાવ બહુ જોખમી છે તેને દૂર કરવા માટે કસરત સાથે મેડીટ્રેશન અને યોગા અને પોઝીટીવીટી પણ જરૂરી છે. જો આપણી પાસે સમય ન હોય અને આપણે કસરત કરી શકતા ન હોઈએ તો વાંધો નહિ પણ મેડીટ્રેશન અને પ્રાણાયમ જેવી પ્રવૃત્તિઓ તો ચાલુ કરવી જ જોઈએ. હવે સમાજમાં યોગનો પવન ફૂંકાશે કે જે જરૂરી છે. તેનો સમય દૂર નથી. કોરોના કાળના આશિર્વાદ કે ફીટનેસ માટે મોટાભાગના લોકો કસરત કરતા હતા. કોરોનાના કારણે જીમમાં જઈ શકાતુ નહતું. જેથી ઘેર કસરત કરતા હતા. મહામારીએ આખી દુનિયા બદલી નાંખી છે. મહામારીએ સામાજીક રીત રીવાજો પણ બદલી નાંખ્યા છે. લોકોને ઓછા ખર્ચે પ્રસંગો કઈ રીતે કરવા તે શિખવ્યું છે. મહામારીએ આખો સમાજ બદલી નાંખ્યો છે. કોરોના કાળમાં લોકો ઘરમાં કસરત કરતા હતા તે સ્વસ્થ રહ્યા છે. જે લોકોએ ખાઈ પીને આળસ કરી તે ગોળમટોળ થઈ ગયા તે લોકોએ ઘણી મોટી ભૂલ કરી છે. એક ક્રિકેટરે બે વર્ષના કોરોના કાળમાં તેનો સદુઉપયોગ કરી ક્રિકેટમાં નેટ પ્રેક્ટીસ કરી આગળ વધ્યા પછી લોકોએ તેની બહુજ પ્રશંસા કરી આ ક્રિકેટરે તેના ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેણે લોકડાઉનને વેકેશન બનાવ્યું હતું. જેનો સદુપયોગ કરી મેં ક્રિકેટમાં આગળ વધવાની પ્રેક્ટીસ કરી કોરોના કાળમાં આર્થિક સદ્ધર લોકોએ ઘરેજ જીમના સાધનો વસાવી લીધા હતા. યોગા અને મેડીટ્રેશન ઉપરાંત્ત કસરત પણ કરી હતી. સોશીયલ ડીસ્ટન્સ જાળવવા માટે સાયક્લીંગ ખુલ્લા મેદાનોમાં કર્યુ હતુ તેમને પણ લાભ થયો છે. એક વાત ચોક્કસ છેકે શરીરની સ્વસ્થતા સાથે માનસિક સ્વસ્થતા જરૂરી છે.