Select Page

સતલાસણા ભ્રષ્ટ અધિકારીઓને કારણે પ્રજા પાણી માટે તરસી રહી છે

સતલાસણા ભ્રષ્ટ અધિકારીઓને કારણે પ્રજા પાણી માટે તરસી રહી છે

૧૪મા – ૧૫મા નાણાં પંચમાં પાંચ વર્ષમા રૂા.૧૦.૮૦ કરોડ ફાળવ્યા છતા

સતલાસણા તાલુકા પંચાયતએ ભ્રષ્ટાચારની પાઠશાળા છે. નવા ચુંટાયેલા સરપંચોને પદાધિકારીઓ અને અધિકારીઓ ભેગા મળીને ભ્રષ્ટાચારના પાઠ શિખવાડતા હોય તેવો ઘાટ ઘડાયો છે. સતલાસણા તાલુકા પંચાયતમાં દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટો જુદા જુદા હેડે આવે છે. સતલાસણા તાલુકામાં રૂા. ૧૦,૮૦,૫૭,૮૭૪/- વર્ષ ૨૦૧૭-૧૮ થી વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન પાણી માટેની ગ્રાન્ટ પાંચ વર્ષમા ૧૪મા નાણાં પંચ અને ૧૫મા નાણાં પંચમા ફાળવ્યા છે. આ રૂા.૧૦.૮૦ કરોડ માત્ર પાણી માટે જ ફાળવ્યા છે. જેમાં કેટલાક ભ્રષ્ટ સરપંચો, તલાટીઓ અને તાલુકા પંચાયતના ઈજનેરો અને ટી.ડી.ઓ.ની મિલી ભગતથી ખરેખર પ્રજાને સાચો લાભ મળતો નથી. જેથી ઓલોકરાય જેવા દાતા પાણી માટે બોર બનાવતા કેટલાક ભ્રષ્ટાચારી લોકોને સરકારને બદનામ કરવાનો ચાન્સ મળી ગયો છે. સતલાસણા તાલુકો જ્યારે જુના ખેરાલુ તાલુકામા હતો ત્યારે ગામે ગામ ટેન્કરોથી પાણી પુરૂ પાડવામાં આવતુ હતુ. સરકારે ધરોઈ પાણી પુરવઠા યોજના બનાવી ત્યારે હાલમાં સતલાસણા તાલુકાના ગામે ગામ પીવાનુ પાણી પહોંચે છે. આલોકરાયના નામે સરકારને બદનામ કરવા પડદા પાછળ મોટી રમત રમાઈ રહી છે. આ સરકાર વિરોધી ષડયંત્રનો જવાબ આપવામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉણા ઉતર્યા છે.
ઉપરોક્ત બાબતે સતલાસણા તાલુકા ભાજપ મહામંત્રી દશરથસિંહ પરમારને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે, સતલાસણા તાલુકામાં છેલ્લા પાંચ વર્ષમા ૧૪મા નાણાં પંચ અને ૧૫મા નાણાં પંચમા રૂા.૧૦.૮૦ કરોડ ઉપરાંતની રકમ સરકારે પીવાના પાણી માટે ફાળવી છે. આ રકમના આંકડા અને ગામોના નામો અપુરતા છે. પીવાના પાણીની ગ્રાન્ટ ફાળવણીનો આંકડો તો હાલ પ્રાપ્ત માહિતી કરતા પણ વધારે છે. દશરથસિંહ પરમારે પ્રચાર સાપ્તાહિકને જણાવ્યુ હતુ કે, કોઈ ભાજપનો નેતા કે આગેવાન આલોકરાયના ખભે બંદુક મુકી ધડાકા કરતા વિરોધીઓને જવાબ આપે કે ન આપે પણ સરકારે લોકો માટે ફાળવેલા કરોડો રૂપિયાનો હિસાબ હું લોકો સમક્ષ મુકીશ અને જે કોઈ પણને જાહેર ચર્ચા કરવી હોય તો મારી સામે આવે. હું ભાજપના સૈનિકની જેમ જવાબ આપવા તૈયાર છું. સરકાર દર વર્ષે પાણી માટે ત્રણ કરોડ રૂપિયા ઉપરાંત ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ કેટલાક સરપંચો, તલાટીઓ સાથે ભળીને તાલુકા વિકાસ અધિકારી સુધી લાભો પહોચાડી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે. જેના કારણે પ્રજા પીવાના પાણી માટે હેરાન થઈ રહી છે. જેની તપાસ થવી જોઈએ. સતલાસણા તાલુકામાં ૪૦ ઉપરાંત ગામોમાં પાણી માટે નાણાં ફાળવ્યા છે. બાકીના ગામોની વિગતો હાલ પ્રાપ્ત થઈ નથી. છેલ્લા પાંચ વર્ષમાં પાણી માટે ફાળવેલા નાણા જોઈએ તો આલોકરાયે જ્યાં બોર બનાવ્યો છે તેવા સરદારપુરા (ચીકણા), રાઘુપુરા, કુબડા, સુદાસણા, ભાલુસણા, મોટી ભાલુમા ડુંગર ઉપર ગેલ્વેનાઈઝ પાઈપ નાંખી પાણી પહોંચાડ્યુ અને આંકલીયારા ગામમાં બોર માટે લાખો રૂપિયા ફાળવ્યા છે. ત્યારે આ ગામોમાં સરકારે પાણી માટે ફાળવેલી ગ્રાન્ટ જોઈએ તો સરદારપુરા (ચીકણા), રૂા.૩૧,૯૭,૪૭૬/-, રાઘુપુરા (કનેડીયા) રૂા.૧૧,૬૭,૭૮૧/-, કુબડા રૂા.૨,૭૭, ૭૩૬/-, સુદાસણા રૂા.૨૬,૧૬,૩૭૦/-, ભાલુસણા રૂા.૭.૧૭.૮૫૪/-,મોટી ભાલુ રૂા.૨,૭૪,૬૭૪/- અને આંકલીયારામાં રૂા.૪,૮૯,૨૮૩/- રૂપિયા પાણી માટે ફાળવ્યા છે. આ સિવાયના ગામોમાં સરકારે ફાળવેલી ગ્રાન્ટ જોઈએ તો રાણપુરા રૂા.૪,૯૯,૭૯૩/-, સતલાસણા રૂા.૯,૬૬, ૯૩૭/-, ખોડામલી રૂા.૭,૯૫,૫૧૩/-, મોટા કોઠાસણા રૂા.૯,૯૫,૯૬૨/-, ભાણાવાસ રૂા.૨,૬૧,૮૧૧/-, ભીમપુર રૂા.૬,૯૪, ૮૦૭/-, નાની ભાલુ રૂા.૭,૬૦,૧૦૦-, ખિલોડ રૂા.૧૦,૦૦,૪૬૬/-, વઘાર રૂા.૯,૨૩,૨૫૫/-, ઉંમરી રૂા.૧૨,૧૫, ૩૩૮/-, ઈશાકપુરા રૂા.૮,૯૬,૩૯૪/-, ઉમરેચા રૂા.૯,૦૯,૮૮૫/-, ઓટલપુરા રૂા.૪,૦૦,૦૦૦/-, કેવડાસણ રૂા.૧,૦૫, ૭૧૩/-, ખારી રૂા.૧,૭૮,૯૬૬/-, ગોઠડા રૂા. ૩,૧૫,૬૨૫/-, ચેલાણ રૂા. ૧,૦૦, ૦૦૦/-, ટીમ્બા રૂા.૭,૧૪,૩૬૭/-, તાલેગઢ રૂા. ૫,૯૮,૦૫૨/-, ધરોઈ રૂા.૨,૦૦, ૦૦૦/-, ધારાવાણીયા રૂા.૪,૪૪,૭૫૯/-, નવાવાસ રૂા.૨,૫૦,૦૦૦/- નાના કોઠાસણા રૂા.૪,૭૭,૦૨૫/-, નેદરડી રૂા.૧,૧૧, ૬૫૮/-, ફતેપુરા રૂા.૯,૫૮,૨૧૭/-, બેડસ્મા રૂા. ૬,૫૨,૪૫૧/-, માલાપુરા રૂા. ૫,૭૦,૨૫૦/-, મુમનવાસ રૂા. ૩,૩૨, ૪૬૭/-, રંગપુર (ગઢ) રૂા.૫,૫૨,૬૪૯/-, વજાપુર રૂા.૨,૪૨,૦૬૩/-, વાવ રૂા.૧૦,૨૦,૮૧૯/-, સરતાનપુર (ગઢ) રૂા.૪,૪૩,૪૩૮/-, હડોલ રૂા.૭,૨૭,૯૨૦/- આમ કુલ રૂા.૧૦, ૮૦,૫૭,૮૭૪/- રૂપિયાની ગ્રાન્ટ પીવાના પાણી માટે વપરાઈ છે. જ્યાં જે પ્રમાણે માગણી થઈ તે પ્રમાણે પાણીના બોર, પાઈપલાઈન, બોરની ઓરડી, બોરની મોટરો તથા ફીટીંગ, પાણીના પશુઓ માટે હવાડા, પાણીની પરબ, બોરના કેબલ, બોરની પાઈપો, બોરના ઈલેક્ટ્રીક ફિટીંગ્સ માટે નાણાં ફાળવાયા છે. આ રકમમાં એ.ટી.વી.ટી. કાર્યવાહક આયોજન તથા ૧૫% વિવેકાધીનની ગ્રાન્ટના પાંચ વર્ષના આશરે બે થી ત્રણ કરોડ રૂપિયા જુદા જુદા ગામોના બોર માટે વપરાય છે. આ પાંચ વર્ષમા ૧૪ કરોડ ઉપરાંતની ગ્રાન્ટ વપરાઈ કહેવાય. ભ્રષ્ટ અધિકારીઓ, તલાટીઓ અને કેટલાક સરપંચોએ પોતાના ફાયદા સારૂ પ્રજાને તરસી રાખી છે. જેથી આલોકરાય જેવા દાતાને લોકો ફુલે પુજી મોટા સન્માન સમારોહ કરે છે. તેવુ સતલાસણા તાલુકા ભાજપ મહામંત્રી દશરથસિંહ પરમાર જણાવે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us