Select Page

જયરાજસિંહ પરમારની પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે મુલાકાત

ખેરાલુ-સતલાસણા તાલુકાના તળાવો ભરવા

ખેરાલુ તથા સતલાસણા તાલુકામાં સિંચાઈના પાણીનો મોટો પ્રશ્ન દર ઉનાળામાં જોવા મળે છે. દર ઉનાળામાં લોકો પાણી માટે હોબાળા કરે છે પરંતુ તાજેતરના ઉનાળાનુ વર્ષ વિધાનસભાની ચુંટણીનું વર્ષ હોવાથી વધારે પડતા હોબાળા સાંભળવા મળે છે. તાજેતરમાંજ ભાજપમાં જોડાયેલા જયરાજસિંહ પરમારે લોકોના પ્રશ્ને પાણી પુરવઠાના કેબિનેટ મિનીસ્ટર ઋષિકેશભાઈ પટેલ સાથે સતલાસણા તાલુકાના આગેવાનો સાથે મિટીંગ કરી હતી. મંત્રી ઋષિકેશભાઈ પટેલે આગામી સમયમાં ખેરાલુ-સતલાસણા તાલુકાના તમામ ગામ તળાવો પાઈપલાઈન કે કુદરતી ઢાળ પ્રમાણે પાણી છોડી ભરવા માટે આયોજન કરવા ખાત્રી આપતા ખેરાલુ-સતલાસણા તાલુકાના આગેવાનોમાં આનંદ છવાયો હતો.
તાજેતરમાં જયરાજસિંહ પરમાર સાથે જિલ્લા ભાજપ મંત્રી તથા સતલાસણા તાલુકાના પ્રભારી મહેશભાઈ પટેલ, સતલાસણા તાલુકા ભાજપ ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, થાનસિંહ ચૌહાણ (કોઠાસણા), જીગરસિંહ ચૌહાણ (ડે.સરપંચ કોઠાસણા), કિર્તિસિંહ પરમાર(નિવૃત્ત આર્મિમેન સુદાસણા) સહિત આગેવાનો મંત્રી ઋષિકેશભાઈ પટેલને મળવા પહોચ્યા હતા. જ્યાં મંત્રી ઋષિકેશભાઈ પટેલે પાણી પુરવઠાના તમામ ઉચ્ચ એન્જીનીયરોને પણ બોલાવી રાખ્યા હતા. ખેરાલુ અને સતલાસણા તાલુકા માટે રૂા.૧૩૧ કરોડની યોજના તો તળાવો ભરવા મંજુર થઈજ છે પણ વધારાની લાઈન દ્વારા ગ્રેવીટી (કુદરતી ઢાળ) પ્રમાણે નકશાઓ સાથે જયરાજસિંહ પરમારે ચર્ચા કરી ક્યાંથી ક્યાં પાણી સરળતાથી પહોંચે અને લોકોને આજીવન પાણીની તકલીફ ન થાય તે માટે ચર્ચા કરી હતી. કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે ખાસ જવાબદારી પૂર્વક પાણી પુરવઠાના એન્જીનીયરોને નવી યોજના માટે યુધ્ધના ધોરણે સર્વે કરાવવા સુચના આપી હતી.
ખેરાલુ-સતલાસણા તાલુકાના સિંચાઈના પ્રશ્ને જે રીતે જયરાજસિંહ પરમારે રજુઆત કરી અને મંત્રી ઋષિકેશભાઈ પટેલે સુચનાઓ આપી તે રીતે હવે આગામી એક-બે વર્ષમાં તમામ સિંચાઈના પ્રશ્ને હલ થઈ જશે. ખેરાલુ અને સતલાસણા તાલુકાનું નસીબ સારુ છેકે ખેરાલુ વિધાનસભાની સંપૂર્ણ ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલ મળ્યા છે તેવુ જયરાજસિંહ પરમાર જણાવતા હતા.
જયરાજસિંહ પરમારે વધુમાં જણાવ્યુ હતુ કે સુદાસણા વિસ્તારમાં પાઈપલાઈનથી કુદરતી ઢાળથી પાણી પહોંચે તે માટે મંત્રી ઋષિકેશભાઈ પટેલ સમક્ષ રજુઆત કરી હતી. ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો ૬૧૦ થી વધુ થાય ત્યારે સુજલામ સુફલામ યોજના હેઠળ ગ્રેવીટીથી પાણી પહોચે તે બાબતે સુપ્રિટેન્ડેન્ટ એન્જીનીયર ડી.સી. પટેલ સાથે ચર્ચા કરી હતી. સુદાસણામાં વાઘા કોતરોમાં વરસંગ તળાવમાંથી પાણી પહોંચે તેમજ ચિમનાબાઈ
સરોવરમાંથી પાણી કયા તળાવો સુધી લઈ જવુ તેનું સર્વે કરવા મંત્રી ઋષિકેશભાઈ પટેલે સુચના આપી હતી. જે જગ્યાએ ગ્રેવીટીથી પાણી ન પહોંચે ત્યાં સમ્પ બનાવી પાણી લીફ્ટ કરી તળાવો સુધી પાણી પહોંચશે. આગામી સમયમાં ચિમનાબાઈ સરોવર ભરેલુ રાખવામાં આવશે જેથી ચિમનાબાઈનું પાણી જમીનમાં રિચાર્જ ભૂગર્ભમાં થઈ છેક ડીસા સુધી પાણી પહોંચે છે. ખેરાલુથી ડીસા સુધીના તમામ ગામના બોરકુવામાં પાણીના તળ ઉંચા આવશે. આ મિટીંગમાં ટેકનીકલની આખી ટીમ હાજર હતી. જેમાં ચિફ એન્જીનીયર, સુપ્રિટેન્ડેન્ટ એન્જીનીયર, ડેપ્યુટી ઈજનેરો તથા ટેકનીકલ સ્ટાફ નકશા સાથે ચર્ચા થઈ હતી. દરિયાના લેવલથી કયા ગામની કેટલી સપાટી ઉપર છે તેની વિસ્તૃત ચર્ચા કરી હતી. કયાં ડુંગરો છે તેમાં શુ કરવુ? અત્રે ઉલ્લેખનીય છેકે જયરાજસિંહ પરમારની એક ખાસીયત છેકે જે કોઈ પ્રશ્ન હાથમાં લીધો હોય તે પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રશ્નને છોડતા નથી. જેથી આગામી વર્ષોમાં ખેરાલુ-સતલાસણા તાલુકાના તમામ સિંચાઈની તકલીફ ભોગવતા ગામોમાં પાણીનો પ્રશ્ન હલ થશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts