Select Page

સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના છઠ્ઠા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

માનવતા દિવાલ, ફ્લેગ હોસ્ટીંગ, ટોર્ચમાર્ચ, ભૂમિપૂજન, મોટિવેશનલ સ્પીચ, એવોર્ડ વિતરણ જેવા ભવ્ય કાર્યક્રમો સાથે

ઉત્તર ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવનાર સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના તારીખ ૯ મે ૨૦૨૨ના રોજ છઠ્ઠા સ્થાપના દિવસની ઉજવણી ઉત્સાહ ભેર કરવામાં આવી.
ઉજવણીના ભાગ રૂપે યુનિવર્સીટી ખાતે પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો જે.આર. પટેલ, રજીસ્ટ્રારશ્રી, સંલગ્ન કોલેજોના પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ, સમગ્ર સ્ટાફ દ્વારા કર્મવીર સ્વ. સાંકળચંદભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી વિસનગરમાં રહેતા જરૂરિયાતમંદ લોકો માટે કપડાં, બુટ ચંપલ, રમકડાં તથા અન્ય જરૂરી વસ્તુ મળી રહે તે હેતુથી “માનવતાની દીવાલ” નું લોકાર્પણ કરી યુનિવર્સીટી ખાતે ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવેલ. યુનિવર્સિટી તેમજ સંલગ્ન કોલેજોના તમામ સ્ટાફ દ્વારા ટોર્ચમાર્ચ અને રેલી નું શિસ્ત બદ્ધ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના તમામ અધિકારી, અધ્યાપકો, સ્ટાફ મિત્રો અને સ્ટુડન્ટ વોલેન્ટીયર્સ બહુ મોટી સંખ્યામાં જોડાયા હતા અને અંતે સંસ્થા ના પૂર્વ પ્રમુખ સ્વ. ભોળાભાઈ પટેલની ફુલહાર અર્પણ કર્યા હતા.
યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે કર્મવીર સ્વ. સાંકળચંદ દાદાને યાદ કરતા માત્ર ૬ વર્ષની અંદર ગુજરાતની તેમજ દેશની નામાંકિત યુનિવર્સીટીમાં સ્થાન પ્રાપ્ત કરવા બદલ તમામ સ્ટાફના યોગદાનને બિરદાવ્યુ હતું અને તેમના અમુલ્ય સહયોગ અને સહકાર બદલ સહહૃદય શુભકામનાઓ પાઠવી હતી. આગામી સમયમાં યુનિવર્સિટી વિશ્વ સ્તરે તેનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ શુભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મહેસાણા જિલ્લા સાંસદ સભ્ય શારદાબેન પટેલ તથા સામાજીક કાર્યકર્તા સોમાભાઇ મોદી હાજર રહ્યા હતા. તેમના હસ્તે ઉત્તર ગુજરાતનું ગૌરવ સમાન નૂતન આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલના નવીન પ્રકલ્પનું શિલાસ્થાપન અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીના આમંત્રણને માન આપીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ પર અતિથિ વિશેષ તરીકે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.)નવીન શેઠ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે રાષ્ટ્રીય શિક્ષા નીતિ – ૨૦૨૦ વિષય પર સર્વે સ્ટાફને વિસ્તૃતમાં માહિતગાર કર્યા અને નવી શિક્ષણ નીતિ વિષે જાણકારી આપી હતી. તેમજ તેમના હસ્તે રિસર્ચ કોમ્પોડિયમ, સ્ટુડન્ટ મેગેજિનની બીજી આવૃત્તિ અને કોફી ટેબલ બુકનું પ્રત્યક્ષ વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશેષ વક્તા તરીકે ગુજરાતી લેખક, ચિંતક અને પ્રખર કોલમનિસ્ટ જય વસાવાડા દ્વારા સામાન્ય જીવનમાં શિક્ષણ અને શિક્ષકનું આગવું મહત્વ શું રહ્યું છે તે વિષય પર વિવિધ ઉદાહરણ થકી ઉપસ્થિત સર્વે સ્ટાફ અને વિદ્યાર્થીઓને મોટિવેશન સ્પીચ આપી હતી. જેનો ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમથી હજારો લોકોએ લાભ લીધો હતો.
યુનિવર્સિટી અને તેના વિકાસ માટે વિવિધ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર સ્ટાફને યુનિવર્સિટી પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો.જે.આર.પટેલ, રજીસ્ટ્રાર ડો.પિ.કે.પાંડે તેમજ અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં બેસ્ટ ટીચર, બેસ્ટ રિસર્ચર, બેસ્ટ યંગ રિસર્ચર, અન્ય ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને પ્રેસિડેન્સિયલ એવાર્ડથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સ્ટાફ માટે વિવિધ કલ્ચરલ, મ્યુઝિકલ અને મિમિક્રી કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us