Select Page

નૂતન હોસ્પિટલમાં સર્વાઈકલ સ્પાઈન સર્જરીનુ સફળ ઓપરેશન

અકસ્માતમાં પેરાલીસીસ થયેલ દર્દિને નવજીવન મળ્યુ

ખાનગી હોસ્પિટલમાં અંદાજીત રૂા.૧.૫૦ લાખના ખર્ચે થતી સર્જરીનો નૂતન હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક ઓપરેશન કરાયુ

મોટા શહેરોમાં કોર્પોરેટ કક્ષાની હોસ્પિટલો જેવી તબીબી સારવાર વિસનગરમાં મળી રહે તે માટે એસ.કે.યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલ તથા ટ્રસ્ટી મંડળ સતત પ્રયત્નશીલ છે. વિસનગરના એક ૩૩ વર્ષીય યુવાનને માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા હાથે અને પગે પેરાલીસીસની અસર થઈ હતી. હાથ અને પગની હલન ચલનની ક્રિયા બંધ થતા યુવાનની જીંદગી લાચાર બને તેમ હતી. ત્યારે નૂતન હોસ્પિટલના આધુનિક તબીબી સાધનો સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રીટેન્ડન્ટ અને ખ્યાતનામ સ્પાઈન સર્જન અને ર્ડાક્ટરની ટીમ દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવતા અકસ્માતમાં લકવાગ્રસ્ત બનેલા યુવાનને નવજીવન મળ્યુ છે.
વિસનગર એસ.કે. યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા વિસનગર પંથકના લોકોને આધુનિક તબીબી સારવાર મળી રહે તેવી ભાવનાથી કરવામાં આવતા પ્રયત્નોના ફળ સ્વરૂપ મોટા શહેરોમાં મળતી મોઘી તબીબી સારવાર લોકોને ઘર આગણે સરકારી યોજનામાં વિનામુલ્યે મળી રહી છે. વિસનગરના ૩૩ વર્ષીય યુવાન મહેન્દ્રભાઈ બધેલને માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા હાથે અને પગે પેરાલીસીસની અસર થઈ ગઈ હતી. યુવાનનુ જીવન લાચારીવાળુ બની ન જાય તે માટે અમદાવાદ અને ગાંધીનગરની વિવિધ હોસ્પિટલોમાં નિદાન કરાવ્યુ હતુ. પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો થયો નહોતો. જેમણે છેવટે વિસનગરની નૂતન હોસ્પિટલમાં નિદાન કરાવ્યુ હતુ. ત્યારે ઉત્તર ગુજરાતમાં ઈમરજન્સી સમયે અદ્યતન સારવાર માટે જાણીતી નૂતન મેડિકલ કોલેજના નિષ્ણાત તબીબોની ટીમના નૂતન હોસ્પિટલના સ્પાઈન સર્જન અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રીટેન્ડન્ટ ર્ડા.જે.વી.મોદી અને તેમની સાથેના નૂતન હોસ્પિટલના ર્ડા.વિજય ચૌધરી, ર્ડા.સચીન પટેલ, ર્ડા.ધૃવ પટેલ તેમજ ર્ડા.એન્જલના સહયોગથી દર્દિના કરોડરજ્જુ અને ગરદનના ભાગમાં થયેલ ગંભીર ઈજાનુ નિદાન કર્યુ હતુ. દર્દિની સર્વાઈકલ ઓપરેશનની સફળ સર્જરી કરવામાં આવતા પરિણામે મહેન્દ્રભાઈ પટેલના હાથ પગનુ હલન ચલન પૂર્વવત બન્યુ છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અનેક જરૂરીયાતમંદ દર્દિઓની સ્પાઈન અને ઓર્થોપેડીક સર્જરી કરીને પોતાની તબીબી નિપુણતાથી અનેક દર્દિઓને નવજીવન આપનાર ર્ડા.જે.વી.મોદીએ ફરી એક વખત પોતાની નિપુણતા તથા કોઠા સુઝના પરિણામે અકસ્માતમાં લકવાગ્રસ્ત બનેલા યુવાનને નવજીવન આપ્યુ છે. મહત્વની બાબત તો એ છેકે ખાનગી હોસ્પિટલમાં અંદાજીત રૂા.૧.૫૦ લાખના ખર્ચે થતુ ઓપરેશન આયુષ્યમાન યોજના હેઠળ નૂતન મેડિકલ કોલેજમાં સંપૂર્ણ પણે વિનામુલ્યે થયુ છે. મહેન્દ્રભાઈ બધેલની શારીરિક સ્થિતિ પૂર્વવત બનતા તેમના પરિવારજનોએ યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલ, ટ્રસ્ટીગણ તથા ઓપરેશન કરનાર ર્ડાક્ટર ટીમનો આભાર માન્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us