નરેન્દ્રભાઈ મોદીનું માદરે વતન જન્મસ્થળ વડનગર વિશ્વફલક ઉપર પ્રવાસન સ્થળ બની રહ્યુ છે
તંત્રી સ્થાનેથી…
ગુજરાતના આંગણે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં વડનગરને સાંકળી સાંસ્કૃતિક મહોત્સવ એટલે કે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ થઈ ગઈ છે. વડનગર ધીરે ધીરે વિશ્વનું પર્યટક સ્થળ જેવું નજરાણું બની રહ્યું છે. વડનગરનું ઐતિહાસિક આદ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય અનેરૂ છે. ભારત સરકારનો પુરાતત્વ વિભાગ અને પ્રવાસન વિભાગના સહયોગથી વડનગરનું જતન અત્યારે થઈ રહ્યું છે. તોરણ રેસ્ટોરન્ટ જેવી પર્યટકોને રહેવાની તથા જમવાની સુવિધા કરવામાં આવી છે. તે ઉપરાંત્ત બીજી અદ્યતન હોટલો છે. આ ઉપરાંત્ત આંતર માળખાકીય સુવિધાઓ વધી રહી છે. સમગ્ર દુનિયામાં શાંતિ માટે જેમને યાદ કરવામાં આવે છે તેવા મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરની મુલાકાત પર્યટકોને લેવાની ઈચ્છા થાય છે. તેવું મન થાય તેવી ચા વેચતો છોકરો વડનગરથી દેશના વડાપ્રધાન સુધી પહોંચનારના જન્મસ્થળની મુલાકાત લોકો લેવાનું ઈચ્છશે. પણ આ જન્મસ્થળ વાળુ મકાન કૌટુંબિક રીતે વહેંચાઈ ત્યારબાદ વેચાઈ ગયું છે. તે પરત લઈ તે સ્થળે નરેન્દ્રભાઈ મોદીનું જન્મ સ્થળ બનાવાય તો પર્યટકો તેની મુલાકાત લઈ શકે કે નરેન્દ્રભાઈ મોદીનું બાળપણ રહેણાંક કેવું હતું. બૌદ્ધ ભગવાન સાથે વડનગરને ઊંચો નાતો છે. ઐતિહાસિક તવારીખો વડનગર સાથે જોડાયેલી છે. ૨૫૦૦ વર્ષના ઈતિહાસ આ ભૂમિમાં પડેલો છે. પુરાતત્વ ખાતુ હાલ આ ઈતિહાસની શોધ કરી રહ્યું છે. વડનગર એક પર્યટક સ્થળ બની રહ્યું છે. વડનગર રેલ્વે સ્ટેશન કે જ્યાં નરેન્દ્રભાઈ મોદી બાળપણમાં ચા વેચતા હતા તે રેલ્વે સ્ટેશન અત્યારે જયપુરના રેલ્વે સ્ટેશન જેવું મોટા રાજ મહેલ જેવુ પર્યટક સ્થળ બનાવવામાં આવ્યું છે. શર્મિષ્ઠા તળાવ આ તળાવને ગ્રામ્ય વિસ્તારમાં સમેળા તળાવ તરીકે ઓળખવામાં આવે છે. આ તળાવના ઓવારા(કિનારા) તંત્ર દ્વારા રીપેરીંગ કરી તળાવને પર્યટક સ્થળ બનાવ્યું છે. તળાવમાં બોટીંગની સગવડ ઊભી કરવામાં આવી છે. તળાવની વચ્ચે આવેલ બેટને વિકસાવવામાં આવ્યો છે. શર્મિષ્ઠા તળાવ પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યુ છે. આ તળાવમાં નરેન્દ્રભાઈ મોદીએ કિશોર અવસ્થાનમાં ડુબકી મારી મગરનું બચ્ચુ પકડી ઘેર લઈ આવ્યા હતા. તાનારીરી એ બંને બહેનો હજરાહજુર સતિઓ થઈ ગઈ છે. હજુ પણ તેના ચમત્કારોની લોકવાયકા આ પંથકમાં સાંભળવા મળે છે. તાનારીરીની દેરીઓને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવી છે તેનો મહોત્સવ દિવાળી પછી યોજવામાં આવે છે. જેમાં મોટા મોટા કલાકારો દ્વારા બે થી ત્રણ દિવસીય કાર્યક્રમ યોજાય છે. સંગીતમય કલાકારોને સાંભળવા લોકો આખા રાજ્યમાંથી આવે છે. કીર્તિતોરણ તે ભૂતકાળના આર્કીસ્ટ્રેક્ચરની યાદ આપે છે. આટલા મોટા પથ્થરો આટલી ઊંચી જગ્યાએ કઈ રીતે ચડાવવામાં આવ્યા તે વિચાર માંગી લે છે. વડનગરનું હાટકેશ્વર મહાદેવનું શિવ મંદિર અત્યારે રીનોવેશન થઈ રહ્યું છે. મંદિરનો ગુંબજ સોનાથી મઢવામાં આવી રહ્યો છે. સામાજીક કાર્યકર સોમાભાઈ મોદી દ્વારા ચલાવાતા વિસામો વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ઘર જેવીજ માવજત અપાય છે. વૃદ્ધોને અપાતું ભોજન સોમાભાઈ મોદી સાથે તંત્રીએ ઘણી વખત લીધું છે. વૃદ્ધાશ્રમમાં આવેલ સાંઈબાબાનુ મંદિર એક દર્શનનું સ્થળ બન્યું છે. વડનગરનો ૨૫૦૦ વર્ષ અગાઉના તેનો વિકાસ અને સંસ્કૃતિ જાળવવા સાત દેશોનું ડેલીગેશન વડનગર આવ્યુ હતું. ત્યારે અમરથોળ દરવાજા પાસે અન્ડરગ્રાઉન્ડ મ્યુઝીયમ બનાવાયુ છે. તે સ્થળે વડનગરમાં વારસાની અદ્ભૂત ઝલક ડેલીગેશને જોઈ હતી. નરેન્દ્રભાઈ મોદીનું માદરે વતન અને જન્મસ્થળ વિશ્વ ફલક ઉપર એક પર્યટક સ્થળ બની રહ્યુ છે.