Select Page

શરમ, શરમ, શરમ, આઝાદીના ૭૫ વર્ષ બાદ કાશ્મીરની ખીણમાં હિન્દુઓ સલામત નથી !!

શરમ, શરમ, શરમ, આઝાદીના ૭૫ વર્ષ બાદ કાશ્મીરની ખીણમાં હિન્દુઓ સલામત નથી !!

તંત્રી સ્થાનેથી…

ભારતની આઝાદીના ૭૫ વર્ષ બાદ સ્વતંત્ર ભારતના રાજ્ય કાશ્મીરમાં હિન્દુત્વવાદી સરકારના રાજમાં હિન્દુઓ સલામત નથી. આ કેવી વિચિત્રતા કહેવાય? કાશ્મીરની ખીણમાં હજુ વસે છે તેવા કાશ્મીરી પંડીતો અને સફરજનના બગીચામાં મજૂરી કરતા અન્ય પ્રાન્તના ભારતીય મજૂરો સલામત નથી આ કેવી દુઃખની વાત કહી શકાય? પાંચ મહિનાના ટૂંકા ગાળામાં ૧૭ ટાર્ગેટ કીલીંગ અને નવા વર્ષના ૧૯ ટાર્ગેટ કીલીંગ કરવામાં આવ્યા છે. કાશ્મીરમાં આતંકવાદીઓ બિન-કાશ્મીરી અને કાશ્મીરી પંડીતોને નિશાન બનાવતા એક સમજી વિચારીને ઘડેલા કાવત્રાને અંજામ આપી રહ્યા છે. પહેલાં હિન્દુ શિક્ષીકાનું મોત ત્યારબાદ ૨૫ વર્ષીય રાજસ્થાની બેન્ક મેનેજરની હત્યા બાદ કાશ્મીરની ખીણમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કાશ્મીરની ખીણમાં વસતા કાશ્મીરી પંડીતો જમ્મુ તરફ હિજરત કરી રહ્યા છે. આગામી થોડા સમયમાં કાશ્મીરમાં વિધાનસભાની ચુંટણીઓ યોજવા તંત્ર વિચારણા કરી રહ્યું છે. આ ચુંટણીઓમાં એક તરફી મતદાન થાય તેવા આશયથી ટાર્ગેટ કીલીંગનું રાજકીય કાવત્રુ હોઈ શકે છે. ટાર્ગેટ કીલીંગમાં હાઈબ્રીડ આતંકીઓનો ઉપયોગ કરવામાં આવે છે. કાશ્મીરમાં યુવાવર્ગ તાજેતરની ૩૭૦ ની કલમ હટાવ્યા પછી ભારત વિરોધી, હિન્દુ વિરોધી થયો છે. આવા યુવાનોનો ઉપયોગ ટાર્ગેટ કીલીંગમાં કરવામાં આવે છે. એક વ્યક્તિને એકજ કીલીંગ કરવાનું હોય છે. ૩૭૦ ની કલમ દૂર થયે આશરે ચાર વર્ષ જેટલો સમય થયો છે છતાં કાશ્મીરની ખીણ ઠંડી પડતી નથી. ૩૭૦ ની કલમ દૂર કરાયા બાદ કાશ્મીરના વિસ્થાપિત પંડીતોને સ્થાપિત કરવાની મોટી મોટી વાતો થઈ હતી પણ અત્યારે વિસ્થાપિત કરવાની વાત તો દૂર રહી પણ જે થોડાઘણા બચેલા કાશ્મીરી પંડીતો છે અને સરકારી નોકરી કરતા કર્મચારીઓ છે તેમને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. આ બધી દૂરની વાતો રહી. મૂળ વાત એ છેકે આતંકવાદીઓ મૂળ કાશ્મીરમાં વસતા વતનીઓના સહારે જીવી રહ્યા છે. સરકારની બહુ કડક કાર્યવાહીને લીધે આતંકવાદીઓની સંખ્યા ઘટી ગઈ છે. મોટા હુમલા બંધ કરી ટાર્ગેટ કીલીંગના પ્લાન બનાવવામાં આવી રહ્યા છે. આતંકવાદીઓને પોષે છે. સ્થાનિક મોટા વેપારીઓ મોટા વેપારીઓ નાના વેપારીઓ પાસેથી કમાય છે. નાના વેપારીઓ પ્રવાસીઓ પાસેથી કમાય છે. વેપારીઓની અને આતંકવાદીઓની સાંઠગાંઠ છે તે બતાવે છેકે કમાઉ દિકરા સમાન પ્રવાસીઓને આજે હેરાન કરવામાં આવતા નથી. ભવિષ્યમાં વિપરીત પરિસ્થિતિ પણ આવી શકે છે. ફક્ત કાશ્મીરમાં વસતા હિન્દુઓનેજ ટાર્ગેટ બનાવાય છે. કાશ્મીરના પ્રવાસમાં મુખ્યત્વે ભારતીયો છે. ભારતીયોમાં ૮૦ ટકા ગુજરાતીઓ છે. આ લોકો જો કાશ્મીરના પ્રવાસે જવાનું બંધ કરે તો ત્યાંના નાના વેપારીઓ બેહાલ બને, અને નાના વેપારીઓ બેહાલ બને તો મોટા હોલસેલરોનો ધંધો કપાય. અને એ લોકો આતંકવાદીઓને મદદ કરતા બંધ થાય તો આતંકવાદ ઓટોમેટીક બંધ થવાનો છે હવે કાશ્મીરની ખીણમાં હદ થઈ છે. પ્રવાસ બંધ કરવાનો સમય આવી ગયો છે. કાશ્મીરની ખીણમાં ઈન્ડસ્ટ્રીઝ નથી. સફરજનના બગીચા અને કેસરની ખેતી મુખ્યત્વે છે. આની ઉપર કાશ્મીર નભી શકે નહિ. કાશ્મીરનો મુખ્ય ઉદ્યોગ પ્રવાસન છે. કાશ્મીરમાં ભારતીયો કીડીયારાની જેમ ઉભરાય છે અને લાખો રૂપિયા કાશ્મીરમાં ફેંકી દે છે. તે પૈસા પરોક્ષ રીતે આતંકવાદીઓને પહોંચે છે. જો કાશ્મીરનો પ્રવાસ બંધ કરવામાં આવે તો આતંકવાદ ખતમ થઈ જાય. પ્રવર્તમાન સંજોગોમાં આતંકવાદીઓ કાશ્મીરી પંડીતો અને કાશ્મીરમાં વસતા ભારતીયોને(હિન્દુઓ) ટાર્ગેટ બનાવે છે. આતંકવાદીઓને નથી કોઈ નાત, નથી કોઈ જાત, નથી કોઈ ધર્મ. તેમનો એકજ ધર્મ છે કે ભારતમાં વસતા ભારતીયોને ખતમ કરો. એવો દિવસ આવી શકે છે, પ્રવાસે જનાર હિન્દુઓ ટાર્ગેટ બની પણ શકે છે. જેથી શક્ય હોય તો કાશ્મીરનો પ્રવાસ ટાળવો જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us