Select Page

મદ્યપાન-ધુમ્રપાન-ડ્રગ્સથી પણ ખરાબ છે ઓનલાઈન ગેમનું વળગણ

મદ્યપાન-ધુમ્રપાન-ડ્રગ્સથી પણ ખરાબ છે ઓનલાઈન ગેમનું વળગણ

તંત્રી સ્થાનેથી…

ઉત્તર પ્રદેશના લખનૌ શહેરમાં એક પંદર વર્ષના સગીરે પોતાની માતાને ગોળી મારી મારી નાંખી હતી. માં નો વાંક એ હતો કે તેણે પુત્રને મોબાઈલમાં પબજી ગેમ રમતાં રોકવા માટે માર માર્યો હતો. પુત્ર પબજી ગેમનો એટલો વ્યસની થઈ ગયો હતો કે માતા ઉપર ઉશ્કેરાઈને પિતાની લાયસન્સ વાળી પિસ્તોલથી ગોળી મારી મોતને ઘાટ ઉતારી આવી ભયંકર લત છે. મોબાઈલમાં ગેમ રમવામાં પબજી ગેમ સહિત અનેક ગેમના વ્યસનથી તરુણો અને યુવાનો ક્યારે મરવા-મારવા ઉપર ઉતરી આવે છે. પબજી ગેમમાં હાર મળવાથી નિરાશ થયેલા યુવાનોએ આપઘાત કરવાના બનાવો અનેક જોવા મળ્યા છે. આવી ગેમો બનાવનારાઓને કોઈની જીંદગીની ચિંતા નથી તેમને માત્ર પૈસામાં જ રસ હોય છે. ઓનલાઈન ગેમ મોટાભાગે કુમળી વયના કિશોરોને શિકાર બનાવતી હોય છે. તાજેતરમાં એક ચોંકાવનારો રીપોર્ટ બહાર આવ્યો છે. કે જેમાં ઓનલાઈન ગેમ રમનારાઓમાં અડધાથી વધુ ૨૨ થી ૨૪ વર્ષથી ઓછી વયના હોય છે. ઓનલાઈન ગેમમાં ભારત દુનિયામાં ચોથા નંબરે છે. દેશમાં ૬૦ ટકાથી વધુ ઓનલાઈન ગેમ રમનાર ૨૨ થી ૨૪ વર્ષથી ઓછી વયના છે. ઓનલાઈન ગેમ હવે માત્ર સમય પસાર કરવાનું માધ્યમ નથી બલ્કે તેમાં અબજો રૂપિયાના રોકડ વહેવારો થાય છે. આ એક મોટુ દુષણ છે. પબજી ગેમ ઉપર સરકારે મનાઈ ફરમાવી હોવા છતાં ખુલ્લેઆમ રમાય છે. સોસાયટીઓની બહાર મૂકેલા બાંકડા ઉપર કે કોલેજોના બાંકડા ઉપર યુવાનો પબજી ગેમ રમતા જોવા મળે છે. લખનૌ સિવાય દેશમાં એવા અનેક મામલા બહાર આવી ચુક્યા છે કે તે સાબિત કરે છે કે પબજી ગેમ યુવાનોને અને કિશોરોને મનસ્વી અને હિંસક બનાવી રહી છે. એઈમ્સના મનોરોગના વડા જણાવે છે કે બાળક ગેમ રમે છે ત્યારે તેને આનંદ આવે છે. જો લત લાગી ગઈ તો તે ખુદ નિયંત્રણ ગુમાવી બેસે છે. બાળક - કિશોર હિંસક બની જાય છે. આવી ગેમ રમતા બાળકો સાથે જબરજસ્તી કરવી તે એક મોટી ભૂલ છે. આ ગેમ દેશના યુવાધનને બરબાદ કરી રહી છે. આ ગેમનું ઉત્પત્તિ સ્થાન ચાયના છે. ચાયનામાં આ ગેમ સામે બૅન છે. અને તેનો કડક અમલ થાય છે. યુવાનો અને કિશોરો આ ગેમ પાછળ એટલી હદે ગાંડા થાય છે કે તેમને ભણવાનું એકબાજુ મુકી ગેમમાં જ મગ્ન થઈ જાય છે. જો ભારતની ભાવિ પેઢી ભણશે નહિ તો દેશનું અર્થતંત્ર ખોખલુ થઈ જવાનું છે. ચાયનાએ ભારત દેશના અર્થતંત્રને ખોખલુ બનાવવા માટે પબજી ગેમ જેવી હજ્જારો ગેમો મોબાઈલ ઉપર મૂકી છે. કોરોના કાળમાં બે વર્ષ ઓનલાઈન શિક્ષણ આવ્યું તેથી દરેક માતા પિતાને બાળકોને ફરજીયાત સ્માર્ટ મોબાઈલ ફોન લાવી આપવા પડ્યા છે. હવે ઓફલાઈન શિક્ષણ ચાલુ થયું છે પણ બાળકો જે મોબાઈલના રવાડે ચડ્યા છે તે હવે અભ્યાસની જગ્યાએ ગેમો રમવા લાગ્યા છે. એટલે પાયાનું શિક્ષણ જ ખોખલું કરતી આ ગેમો સામે સરકારે કડક હાથે કાર્યવાહી કરી ૧૫ વર્ષથી નીચેના બાળકને સ્માર્ટ ફોન ઉપર બૅન લગાવવું જોઈએ. સરકાર કડક પગલાં લઈ નહિ જાગૃત થાય તો ૨૫ વર્ષ પછી આ દેશનું યુવાધાન એકદમ ખોખલું થઈ ગયું હશે અને તેની સીધી અસર અર્થતંત્ર ઉપર પડશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us