દૂધસાગરમાં ઐતિહાસિક ભાવ વધારો આપતા પશુપાલકોમાં ખુશીનો માહોલ
નવ નિયુક્ત ચેરમેન અશોક ચૌધરી તથા નિયામક મંડળ દ્વારા
મહેસાણા, પાટણ અને ગાંધીનગર જીલ્લાના પશુપાલકો માટે જીવાદોરી સમાન દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા તા.૧૪-૬-રરને મંગળવારના રોજ ડેરીના હોલમાં રાખવામા આવી હતી. જેમાં ભુતકાળમાં કયારેય નહી ડેરીના ઈતિહાસમાં સૌથી વધારે ૧૪% જેટલો ભાવ વધારો આપવામા આવતા સમગ્ર પંથકના પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ૩ર૧ કરોડ જેટલો ભાવ વધારો ડેરીના ઈતિહાસમાં પહેલીવાર પશુપાલકોને આપવામા આવ્યો છે. જે દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી તથા નિયામક મંડળના કરકસરયુક્ત વહીવટને આભારી છે. જેનો જશ અશોકભાઈ ચૌધરીને આપતા દૂધ મંડળીઓ સોશિયલ મિડીયામાં તેમજ રૂબરૂ મુલાકાત કરી અભિનંદનનો ધોધ વરસાવ્યો હતો. આ ભાવ વધારાનો ફાયદો ૬ લાખ પશુપાલકોને થશે. જયારે દૂધસાગર ડેરીનું વાર્ષિક ટર્નઓવર પણ પહેલીવાર ૬૦ર૮ કરોડે પહોચ્યુ હતુ. આ વાર્ષિક સાધારણ સભામાં અન્ય જાહેરાતો પણ કરવામા આવી હતી. જેમાં દુધસાગર ડેરીમાં સૈનિક સ્કુલ સ્વ. મોતીભાઈ ચૌધરીનું નામકરણ કરાશે. આ સાધારણ સભામાં દૂધ સાગર ડેરીના સૌથી વધુ દૂધ ભરાવનાર પ્રથમ દસ દૂધ ઉત્પાદકોનું સન્માન કરવામા આવ્યુ હતુ. સાધારણ સભામાં હોલ ખીચોખીચ ભરાઈ જતા બહાર સ્કિન સામે બેસી મંડળીના સભ્યોએ સમગ્ર સભા નિહાળી હતી. ઉલ્લેખનીય એ છે કે દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી અને ઝ્રજી હેડ તેમજ સહયોગતા ચેરમેન ફાલ્ગુનભાઈ ચૌધરી (ગુંજા) કે જે હંમેશા કરકસરયુક્ત તેમજ પારદર્શક યુક્ત વહીવટના પ્રણેતા રહ્યા છે. તેવા દૂધ સાગર ડેરીના આધાર સ્તંભ બંને જવાબદાર વ્યક્તિઓ આપણા વિસનગર તાલુકાના વતની છે જે તાલુકાના લોકો માટે ગૌરવની વાત છે.
• તારીખ ર૧ જુન થી કિલો ફેટના ભાવમાં ૧૦ રૂપિયા વધારા સાથે રૂા.૭ર૦ ચુકવાશે
• ડેરીના કર્મચારીઓને પગાર સેટલમેન્ટમાં રપ% નો વધારો આપવામાં આવ્યો હતો.